7th Pay Commission DA Hike: કન્ફર્મ છે! જુલાઈથી મોંઘવારી ભથ્થાની ગણતરી બદલાશે, કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર

7th Pay Commission DA Hike: 50 ટકા મોંઘવારી ભથ્થું થવા પર શૂન્ય  (0) થનાર મોંઘવારી ભથ્થાની ગણતરી બદલાશે. આ ગણતરી શૂન્યથી શરૂ થશે અને જેટલો વધારો એટલે કે 3-4 ટકાથી આગળ ગણતરી થશે. લેબર બ્યુરોના સૂત્રો પ્રમાણે ગણતરીમાં ફેરફાર થવાનો નક્કી છે. 

7th Pay Commission DA Hike: કન્ફર્મ છે! જુલાઈથી મોંઘવારી ભથ્થાની ગણતરી બદલાશે, કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર

નવી દિલ્હીઃ 7th Pay Commission DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. તેના મોંઘવારી ભથ્થાની ગણતરી જુલાઈ 2024થી બદલાઈ જશે. પરંતુ આ કેમ થઈ રહ્યું છે અને આ ગુડ ન્યૂઝ કેમ છે તે સમજવું જરૂરી છે. કેન્દ્રીય કર્મચારીઓને હાલ 50 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. તે જાન્યુઆરી 2024થી લાગૂ છે. મોંઘવારી ભથ્થુનો આગામી વધારો જુલાઈ 2024થી લાગૂ થશે. પરંતુ તેને મંજૂરી મળતા-મળતા સપ્ટેમ્બર આવી શકે છે. તેને લાગૂ જુલાઈથી કરવામાં આવશે. હવે સમજવીએ કેલકુલેશન બદલવાથી શું થશે. 

0 થી શરૂ થશે ગણતરી
મોંઘવારી ભથ્થાનો સ્કોર નક્કી કરનાર AICPI ઈન્ડેક્સના નંબર્સ જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે જાહેર થવાના છે. તેમાંથી માત્ર હજુ જાન્યુઆરી 2024નો આંકડો સામે આવ્યો છે. આ નંબર્સ નક્કી કરશે કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે. 50 ટકા મોંઘવારી ભથ્થું થવા પર શૂન્ય (0) થનારા મોંઘવારી ભથ્થાની ગણતરી બદલી જશે. આ કેલકુલેશન 0થી શરૂ થશે અને જેટલો વધારો આવશે એટલે કે 3-4 ટકાથી આગળ ગણતરી થશે. લેબર બ્યુરોના સૂત્રો પ્રમાણે ગણતરી બદલવાનું નક્કી છે. પરંતુ હજુ સવાલોના જવાબ માટે 31 જુલાઈ 2024 સુધી રાહ જોવી પડશે. 

AICPI નંબર્સથી નક્કી થાય છે મોંઘવારી ભથ્થું
7th Pay Commission પ્રમાણે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું AICPI ઈન્ડેક્સ એટલે કે CPI(IW) થી નક્કી થાય છે. તેને લેબર બ્યુરો દરેક મહિનાના છેલ્લા વર્કિંગ ડે પર જારી કરે છે. પરંતુ આ આંકડો એક મહિના વિલંબથી ચાલે છે. એટલે કે જાન્યુઆરીનો આંકડો ફેબ્રુઆરીના અંતમાં આવે છે. ઈન્ડેક્સના નંબર્સથી નક્કી થાય છે કે મોંઘવારી ભથ્થું કેટલું વધશે. મોંઘવારી ભથ્થું વધારવાની એક ફોર્મ્યુલા છે (છેલ્લા 12 મહિનાના ઓલ ઈન્ડિયા કંઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ (AICPI)ની એવરેજ  - 115.76)/115.76]×100. તેમાં બ્યુરો ઘણી વસ્તુઓના ડેટા ભેગા કરે છે. તે આધાર પર ઈન્ડેક્સનો નંબર નક્કી થાય છે.

7th pay commission latest news today da hike aicpi index number central government employees to get big update on 31st june 2024 7th cpc

લેબર બ્યુરોએ જારી નથી કર્યો 2 મહિનાનો આંકડો
ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સ માટે CPI ની ગણતરી માટે દર મહિનાના છેલ્લા વર્કિંગ ડે પર AICPI નો નંબર જારી થશે. તે માટે ઈવેન્ટ કેલેન્ડર પહેલા જાહેર થઈ ગયું છે. તે પ્રમાણે 29 ફેબ્રુઆરીએ જાન્યુઆરીનો CPI નંબર જાહેર કરવામાં આવ્યો હતો. 28 માર્ચે ફેબ્રુઆરીનો CPI નંબર જાહેર કરવાનો હતો, પણ તે થયો નહીં. તો 30 એપ્રિલે માર્ચના આંકડા જાહેર થયા નથી. તેથી આગળની ગણતરી થઈ નથી. 

ફેબ્રુઆરીનો નંબર જાહેર કરવામાં વિલંબ
વર્તમાન સ્થિતિને જુઓ તો જાન્યુઆરી સુધી CPI(IW)નો નંબર 138.9 પોઈન્ટ પર છે. તેમાં મોંઘવારી ભથ્થું 50.84 ટકા થઈ ગયું છે. તેને 51 ટકા ગણવામાં આવશે. અનુમાન પ્રમાણે ફેબ્રુઆરીમાં આ આંકડો 51.42 પર પહોંચી શકે છે. એક્સપર્ટનું અનુમાન છે કે મોંઘવારી ભથ્થામાં આગામી વધારો 4 ટકાનો થશે. પરંતુ તેને 4 ટકા કહેવામાં આવે કે પછી 54 ટકા તે કહેવું ઉતાવળ ગણાશે. 

કઈ રીતે કર્મચારીઓને મળશે ગુડ ન્યૂઝ?
એક્સપર્ટ સ્પષ્ટ રીતે માને છે કે હજુ તે સ્થિતિ સ્પષ્ટ નથી કે મોંઘવારી ભથ્થાને શૂન્ય કરવામાં આવશે કે નહીં. જુલાઈમાં જ્યારે ફાઈનલ નંબર આવશે, ત્યારે સ્થિતિ સ્પષ્ટ થશે કે તેને શૂન્ય કરવામાં આવશે કે પછી ગણતરી 50થી આગળ ચાલશે. તે સરકાર પર નિર્ભર કરશે કે મોંઘવારી ભથ્થાની ગણતરી કઈ રીતે અને કયાંથી થશે. પરંતુ આ વચ્ચે જે ગુડ  ન્યૂઝની અમે વાત કરી રહ્યાં છીએ તે છે કે મોંઘવારી ભથ્થું શૂન્ય થતાં 50 ટકા મોંઘવારી ભથ્થાના પૈસા કર્મચારીઓની બેસિક સેલેરીમાં મર્જ કરી દેવામાં આવશે. 

મહત્તમ બેસિક પગારમાં થશે 9 હજારનો વધારો
જો જુલાઈથી મોંઘવારી ભથ્થાની ગણતરી 0 થી શરૂ થાય છે તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 9000 રૂપિયાનો વધારો થશે. આ વધારો મહત્તમ પેસિક પગારની ગણતરી પર થશે. જો કોઈ કેન્દ્રીય કર્મચારીનો બેસિક પગાર 18000 રૂપિયા છે તો તેનો પગાર વધી 27000 રૂપિયા થઈ જશે. આવી રીતે કોઈ કર્મચારીનો પગાર 25000 રૂપિયા છે તો તેના પગારમાં 12500 રૂપિયાનો વધારો થશે. આવું એટલે માટે કારણ કે મોંઘવારી ભથ્થું શૂન્ય થવા પર તેને બેસિક સેલેરીમાં મર્જ કરી દેવામાં આવશે. છેલ્લે 1 જાન્યુઆરી 2016માં મોંઘવારી ભથ્થું શૂન્ય કરવામાં આવ્યું હતું. તે સમયે સાતમાં પગાર પંચની ભલામણો લાગૂ થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news