વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની એપલના CEO હવે બન્યા અબજપતિ, જાણો બીજા CEOsની કેટલી છે સંપત્તિ

પાછલા સપ્તાહે એપલ સાઉદી અરબની તેલ કંપની સાઉદી અરામકોને પાછળ છોડીને વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની હતી. 

 વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની એપલના CEO હવે બન્યા અબજપતિ, જાણો બીજા CEOsની કેટલી છે સંપત્તિ

નવી દિલ્હીઃ આઈફોનનું ઉત્પાદન કરતી કંપની એપલના સીઈઓ ટિમ કુક (Apple CEO Tim Cook) અબજપતિ બની ગયા છે. કુકની સંપત્તિ પ્રથમવાર એક અબજ ડોલરના આંકડાએ પહોંચી છે. આનું કારણ છે કે કૂપર્ટીનો બેસ્ડ આઈફોન નિર્માતાએ પોતાના પાછલા બધા રેકોર્ડ તોડી દીધા અને તે 1.84 લાખ કરોડ ડોલરથી વધુની સાથે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. પરંતુ કુક હજુ પણ બ્લૂમબર્ગ બિલિનેયર્સ લિસ્ટમાં સામેલ અન્ય સીઈઓની તુલનામાં ઘણા પાછળ છે. આ લિસ્ટમાં સામેલ એમેઝોનના ફાઉન્ડર અને સીઈઓની સંપત્તિ 187 અબજ ડોલર, પૂર્વ માઇક્રોસોફ્ટ સીઈઓ બિલ ગેટ્સની સંપત્તિ 121 અબજ ડોલર અને ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગની સંપત્તિ 102 અબજ ડોલર છે. તેવામાં કુક સંપત્તિના મામલામાં તેનાથી પાછળ છે. 

બીસીસીના એક રિપોર્ટ અનુસાર, કુકની પાસે સીધી રીતે  847,969 શેરોની માલિકી છે અને પાછલા વર્ષે તેમને ચુકવણી પેકેજના રૂપમાં 12.5 કરોડ ડોલર મળ્યા હતા. એપલ હવે 2 લાખ કરોડ ડોલરની કંપની બનવાની નજીક છે. અહીં સુધી પહોંચનાર પ્રથમ કંપની હશે અને બીજા માટે એક પાયાનો પથ્થર સાબિત થશે. પાછલા સપ્તાહે એપલ સાઉદી અરબની તેલ કંપની સાઉદી અરામકોને પાછળ છોડીને વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની હતી. 

કોઈ પણ ઝંઝટ વગર ઝડપથી મળી શકશે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો વિગતવાર

એપલ પહેલી કંપની હતી જેણે એક લાખ ડોલરના સ્તરને પાર કર્યો હતો. કંપનીએ 2018મા આ કીર્તિમાન પોતાના નામે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારીના સમયમાં મોટાભાગના લોકો ઓનલાઇન આપવાથી એપલ, ફેસબુક અને એમેઝોન જેવી ટેક્નોલોજી કંપનીઓની આવકમાં મોટો વધારો થયો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news