Gold Rate Today: ઉછળ્યા બાદ સોનામાં વળી પાછા ભાવ તૂટ્યા, લેવું કે નહીં....લેટેસ્ટ રેટ ચેક કરીને નક્કી કરો

Gold Price Today: તાજેતરમાં સોનાના ભાવમાં બંપર તેજી જોવા મળી હતી અને ભાવ ઓલ ટાઈમ હાઈ સુધી પહોંચી ગયા.પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. ભાવ બંપર તેજી બાદ ઉતર્યા, વળી પાછા ચડ્યા અને હવે પાછા ઘટતા જોવા મળ્યા છે. 

Gold Rate Today: ઉછળ્યા બાદ સોનામાં વળી પાછા ભાવ તૂટ્યા, લેવું કે નહીં....લેટેસ્ટ રેટ ચેક કરીને નક્કી કરો

Gold Price Today: તાજેતરમાં સોનાના ભાવમાં બંપર તેજી જોવા મળી હતી અને ભાવ ઓલ ટાઈમ હાઈ સુધી પહોંચી ગયા. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે જે તણાવ જોવા મળ્યો તેણે આગ ઝરતી તેજીમાં ઘી પૂરવાનું કામ કર્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. ભાવ બંપર તેજી બાદ ઉતર્યા, વળી પાછા ચડ્યા અને હવે પાછા ઘટતા જોવા મળ્યા છે. સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો. 

આજના સોના અને ચાંદીના ભાવ

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ઓપનિંગ રેટ 41 રૂપિયાના ઘટાડા સાથે 71775 રૂપિયાના સ્તરે જોવા મળ્યો. જો કે ક્લોઝિંગ રેટમાં સોનું વધારે ગગડ્યું અને 71668 પર પહોંચી ગયું ગઈ કાલે સોનું 71816 રૂપિયા સ્તરે બંધ થયું હતું. આમ દિવસભરમાં સોનામાં 148 રૂપિયા જેટલું સસ્તું થયું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું (22 કેરેટ) 38 રૂપિયાના ઘટાડા સાથે 65746 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. પરંતુ તે પણ સાંજ પડતા ગગડ્યું અને ભાવ 65648 પર પહોંચી ગયું. દિવસભરમાં 98 રૂપિયા જેટલું તૂટ્યું. ગઈ કાલે સાંજે 65784 રૂપિયે બંધ થયું હતું. 

ચાંદીમાં હાલ તેજી જોવા મળી રહી છે

ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં હાલ તેજી જોવા મળી છે. 208 રૂપિયાની તેજી સાથે ચાંદીનો ઓપનિંગ રેટ 81500 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો. ચાંદીના ક્લોઝિંગ રેટમાં પણ વધારો જ જોવા મળ્યો. ગઈ કાલે ક્લોઝિંગ રેટ 81292 રૂપિયા હતો. જે આજે 81661 રૂપિયા જોવા મળ્યો. 

No description available.

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news