Rajnigandha Farming: રજનીગંધાની ખેતીથી કોઈ ઉત્તમ કમાણી, બજારમાં હાઈ રેટ પર વેચાય છે ફૂલ

farming of rajnigandha: રજનીગંધાની ખેતી તમને સારો નફો આપી શકે છે.  બજારોમાં તેની માગ વધારે છે, આ જ કારણ છે કે આજના સમયમાં ખેડૂતો રજનીગંધાનું વાવેતર કરીને આવકમાં વધારો કરી રહ્યા છે. દેશના લગભગ તમામ રાજ્યોના ખેડૂતો રજનીગંધાની ખેતી કરે છે.

Rajnigandha Farming: રજનીગંધાની ખેતીથી કોઈ ઉત્તમ કમાણી, બજારમાં હાઈ રેટ પર વેચાય છે ફૂલ

Rajnigandha cultivation: ભારતમાં હવે કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ જોવા મળી રહી છે. પરંપરાગત ખેતી ઉપરાંત ખેડૂતો અવનવા પાકની ખેતી કરી રહ્યા છે. ઔષધીય છોડની ખેતી પણ વધુ કરવામાં આવી રહી છે. તેવામાં અમે તમને ઔષધીય છોડ વિશે માહિતી આપીશું. રજનીગંધા એ સદાબહાર જડીબુટ્ટીનો છોડ છે. આમાં, ફૂલોની દાંડી 75થી 100 સેન્ટીમીટર લાંબી હોય છે, જેમાં સફેદ ફૂલ આવે છે. રજનીગંધાનાં ફૂલોનો ઉપયોગ બૂકે બનાવવા માટે થાય છે.

રજનીગંધાની ખેતી તમને સારો નફો આપી શકે છે.  બજારોમાં તેની માગ વધારે છે, આ જ કારણ છે કે આજના સમયમાં ખેડૂતો રજનીગંધાનું વાવેતર કરીને આવકમાં વધારો કરી રહ્યા છે. દેશના લગભગ તમામ રાજ્યોના ખેડૂતો રજનીગંધાની ખેતી કરે છે. જો કે તેની ખેતીમાં કેટલીક ખાસ કાળજી લેવી પડે છે જેથી ગુણવત્તાયુક્ત ઉપજ મેળવી શકાય. ચાલો જાણીએ અદ્યતન ખેતીની પદ્ધતિ.

આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય

જળવાયુ અને ભૂમિ
રજનીગંધા એક શીતોષ્ણ જળવાયુનો છોડ છે. પરંતુ આખા વર્ષ દરમિયાન મધ્યમ આબોહવામાં ઉગાડવામાં આવે છે. ભારતમાં, સમશીતોષ્ણ આબોહવામાં, ગરમ અને ભેજવાળા સ્થળોએ સારી ઉપજ મળે છે. રજનીગંધાના વિકાસ અને વૃદ્ધિ માટે 20થી 35 ડિગ્રી તાપમાન યોગ્ય છે. તે સૂર્યપ્રકાશ સાથે ખુલ્લા સ્થળોએ સારી રીતે ઉગાડી શકાય છે. છાયાવાળી જગ્યા યોગ્ય નથી. જો કે રજનીગંધા તમામ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે, પરંતુ તે રેતાળ-લોમી અથવા લોમી જમીનમાં સારી રીતે ઉગે છે.

ખેતની તૈયારી
રજનીગંધા ફૂલની ખેતી કરવા માટે પહેલા તમારા ખેતરની જમીનને સપાટ કરો, પછી જમીનને ખેડો. દરેક વાર ખેતી પછી પાટા લગાવો. જેથી કરીને ખેતરની માટી સારી રીતે પલ્વરાઇઝ થાય. છેલ્લી વખત ખેડતા દરમિયાન યોગ્ય માત્રામાં કમ્પોસ્ટ ખાતર ભેળવવું. ત્યાર બાદ ખેતરમાં ક્યારી બનાવવી. તમને જણાવી દઈએ કે, રજનીગંધા ફૂલ કંદ વાળો પાક છે. આ ફૂલના સારા વિકાસ માટે, તે જરૂરી છે કે ખેતર યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે.

કંદને રોપવું
રજનીગંધાનો છોડ કલમથી વાવવામાં આવે છે. માર્ચ-એપ્રિલ મહિનો કંદ રોપવા માટે યોગ્ય છે. તેના રોપણી માટે 30 થી 60 ગ્રામ અને 2 સેન્ટીમીટર વ્યાસનો કંદ પસંદ કરવો જોઈએ. કંદ પર બ્લાઈટ્રોસ દવાનો ઉપયોગ કરીને ટ્રાન્સપ્લાન્ટિંગ કરવું જોઈએ. ધ્યાન રાખો કે એક જ જાતના કંદનું વાવેતર લગભગ 15થી 20 સે.મી.ના અંતરે અને તે પણ 20થી 30 સે.મી.ના અંતરે એક લાઈનથી બીજી લાઈનમાં કરવું જોઈએ. લગભગ 20 સેમીના અંતરે અને 5 સેમીની ઊંડાઈએ ડબલ વેરાયટીના કંદનું વાવેતર કરો.

સિંચાઈ
કંદનું વાવેતર કરતી વખતે પૂરતો ભેજ હોવો જરૂરી છે, જ્યારે કંદની કળીઓ બહાર આવવા લાગે ત્યારે પિયત આપવાનું ટાળવું જોઈએ. ઉનાળાની ઋતુમાં 5-7 દિવસ અને શિયાળાની ઋતુમાં 10-12 દિવસના અંતરે જરૂરિયાત મુજબ પિયત આપવું જોઈએ. આ પછી પણ હવામાનની સ્થિતિ, પાકની વૃદ્ધિની અવસ્થા અને જમીનના પ્રકારને ધ્યાનમાં રાખીને સિંચાઈની વ્યવસ્થા નક્કી કરવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news