મુકેશ અંબાણીની આ આદતથી નીતા અંબાણી આજે પણ ખુબ ડરે છે! પળે પળ રાખે છે બાજ નજર

Mukesh Ambani: જો અમે તમને એમ કહીએ કે તેમની એક આદતથી તેમના પત્ની નીતા અંબાણી આજે પણ ડરે છે તો તમને પણ નવાઈ લાગશે. આ આદતના કારણે નીતા અંબાણી પળે પળ તેમના પર નજર રાખે છે. ખાસ વાંચો અહેવાલ....

મુકેશ અંબાણીની આ આદતથી નીતા અંબાણી આજે પણ ખુબ ડરે છે! પળે પળ રાખે છે બાજ નજર

એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ખાવા પીવાના ખુબ શોખીન છે. તાજેતરમાં જ જ્યારે તેઓ તેમના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ માટે જામનગર પહોંચ્યા હતા ત્યારે ખાવાનાને લઈને તેમનો પ્રેમ બધાની સામે આવી ગયો હતો. જો અમે તમને એમ કહીએ કે તેમની એક આદતથી તેમના પત્ની નીતા અંબાણી આજે પણ ડરે છે તો તમને પણ નવાઈ લાગશે. આ આદતના કારણે નીતા અંબાણી પળે પળ તેમના પર નજર રાખે છે. 

નોકરોની ફૌજ
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘર એન્ટિલિયામાં લગભગ 600થી વધુ નોકરો હશે જેમાંથી અનેક લોકો ભાત ભાતની ડીશ તૈયાર કરવા માટે ઘરમાં રાખવામાં આવ્યા છે. જો કે આમ છતાં અન્ય લોકોની જેમ મુકેશ અંબાણીને પણ રેસ્ટોરન્ટમાં ભોજન કરવાનું ખુબ ગમે છે. 

image

આ છે નબળાઈ?
દોમ દોમ સાહિબી અને ઘરમાં આટલા શેફ હોવા છતાં મુકેશ અંબાણી માટે સ્ટ્રીટ ફૂડ નબળાઈ હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ મુજબ સ્ટ્રીટ ફૂડ એ મુકેશ અંબાણીની નબળાઈ ગણાય છે. મુકેશ અંબાણીની ખાણી પીણી આમ તો ખુબ સીધી સાદી છે. બિઝનેસ ઈનસાઈડરના એક રિપોર્ટ મુજબ સેવ પૂરી અને ચાટ તેમના ફેવરિટ છે. સ્ટ્રીટ ફૂડને લઈને નીતા અંબાણી તેમના પર ચોકી પહેરો પણ રાખે કે ક્યાંક તેમનું સ્વાસ્થ્ય બગડી ન જાય. 

મુકેશ અંબાણીની ફેવરિટ રેસ્ટોરા
મુકેશ અંબાણીને બે રેસ્ટોરા ફેવરિટ હોવાનું કહેવાય છે. જેમાં એક છે સ્વાતિ સ્નેક્સ અને બીજી કેફે મૈસૂર. મુંબઈના સ્વાતિ સ્નેક્સના ફાઉન્ડર છે મીનાક્ષી ઝવેરી. કર્લી ટેલ્સના રિપોર્ટ મુજબ સ્વાતિ સ્નેક્સની મંથલી રેવન્યુ લગભગ 4 કરોડ રૂપિયા છે. જ્યારે કેફે મૈસૂર પણ મુંબઈમાં જ છે. કેફે મૈસૂરના ફાઉન્ડર એ રામ નાયકે ચોથા ધોરણમાં ભણવાનું છોડી દીધુ હતું. તેમણે આ કેફે 1936માં શરૂ કર્યું હતું. 

image

બાળકોને પણ ગમે છે 
માત્ર મુકેશ અંબાણી જ નહીં પરંતુ તેમના બાળકો પણ આ રેસ્ટોરન્ટના સ્વાદના દીવાના છે. મુકેશ અંબાણીએ પોતે એક ઈન્ટરવ્યુમાં આ રેસ્ટોરન્ટ વિશે વાત કરી હતી.  એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ખાવા પીવાના ખુબ શોખીન છે. હાલમાં જ જ્યારે તેઓ તેમના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ માટે જામનગર પહોંચ્યા હતા ત્યારે ખાવાનાને લઈને તેમનો પ્રેમ બધાની સામે આવી ગયો હતો. મુકેશ અંબાણી ખુબ જ મજા લઈને ગરમા ગરમ મરચાના ભજીયા ખાતા જોવા મળ્યા હતા. સ્વાદના શોખીન મુકેશ અંબાણીને ચટપટું ખાવાનું ખુબ પસંદ છે. 

કોલેજના સમયથી જતા હતા
મુંબઈના માટુંગામાં આવેલું કેફે મૈસૂર મુકેશ અંબાણીની મનગમતી હોટલ છે. જ્યાંથી તેઓ લગભગ દર અઠવાડિયે ઓર્ડર કરીને ખાવાનું મંગાવે છે. કેફે મૈસૂરની સાથે તેમનો આ સંબંધ કોલેજના દિવસોથી છે. તેઓ પોતાના કોલેજના દિવસોમાં આ રેસ્ટોરન્ટમાં તેમના મિત્રો, પરિવાર સાથે આવતા હતા. તેમને અહીંનો સ્વાદ એટલો ગમી ગયો કે આજે પણ તેઓ આ સ્વાદના શોખીન છે. શુદ્ધ શાકાહારી કેફે મૈસૂરની શરૂઆત 1936માં થઈ હતી. આજે એ દેશભરમાં પ્રખ્યાત છે.

કેફે મૈસૂરની આ ડિશ ફેવરિટ
મુકેશ અંબાણીને કેફે મૈસૂરના ઈડલી સંભાર ખુબ જ પસંદ છે. તેઓ અવારનવાર અહીંથી ઓર્ડર કરીને મંગાવે છે. કેફેએ પોતાના સોશિયલ મીડિયા પેજ પર પણ મુકેશ અંબાણીની તસવીર અને વીડિયો લગાવેલા છે. જેમાં તેઓ કેફે મેસુર વિશે વાત કરે છે. ઈડલી સંભાર ઉપરાંત અહીંના ડોસા પણ પસંદ છે. લોકો મનભરીને ખાય છે. મુકેશ અંબાણીની આ ફેવરેટ રેસ્ટોરન્ટ છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news