Petrol-Diesel: ચૂંટણી પરિણામ પહેલાં જ આવ્યા ગુડ ન્યૂઝ, જાણો કેટલો ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ

Petrol-Diesel Price: OMCs એ આજે 14 મે 2024 માટે પેટ્રોલ-ડિઝલનો ભાવ જાહેર કર્યો છે. ત્યારે 14 મે ના રોજ સવાર સવારમાં જ વાહન ચાલકોને મળી છે એક મોટી ખુશ ખબર. 14 મે ના રોજ કેટલો ઘટ્યો છે પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણો વિગતવાર...

Petrol-Diesel: ચૂંટણી પરિણામ પહેલાં જ આવ્યા ગુડ ન્યૂઝ, જાણો કેટલો ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ

Petrol-Diesel Latest Price: એક તરફ ઈઝરાઈલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થયો છે. બીજી તરફ ભારતમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે તેની અસર પણ વસ્તુઓની કિંમતો પર વર્તાઈ રહી છે. આ સ્થિતિની વચ્ચે પણ વાહન ચાલકો માટે આવ્યાં છે એક મોટા ગુડ ન્યૂઝ. તેલ કંપનીઓએ ફરી જાહેર કર્યું છે નવું ભાવ લીસ્ટ. જાણો તમારા શહેરમાં કેટલો ઘટ્યો પેટ્રોલ-ડિઝલનો ભાવ.

ઉલ્લેખનીય છેકે, તેલ કંપનીઓએ આજે સવારે પેટ્રોલ-ડિઝલના નવા ભાવનું લીસ્ટ જાહેર કરી દીધું છે. જેમાં આજે પેટ્રોલ અને ડિઝલના ભાવ એક સમાન રાખવામાં આવ્યાં છે. ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. જેને કારણે વાહન ચાલકોને સૌથી મોટી રાહત મળી છે. મહત્ત્વનું છેકે, એક તરફ દેશમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. ચૂંટણી વચ્ચે સામાન્ય જનતાની આશા છેકે, સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવ ઓછા કરે. જોકે, 14 મે ના રોજ નવા ભાવ તેલ કંપનીઓ દ્વારા આપવામાં આવ્યાં છે, જેમાં કોઈ વધારો નથી કરાયો એ જ મોટા રાહત છે. બાકી તેલના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.

માર્ચ 2024 માં ઘટ્યાં હતા ભાવઃ
તેલ કંપનીઓ તરફથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 14 માર્ચ 2024ના રોજ છેલ્લીવાર ભાવમાં સંશોધન કરીને ઘટાડો કરવામાં આવ્યો હતો. 14 માર્ચ 2024ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2-2 રુપે પ્રતિ લીટર કાપ મુકવાનું એલાન થયું હતું. જોકે તેના પછી એક વાર પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

તમારા શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?

શહેર     પેટ્રોલ         ડીઝલ
દિલ્હી     94.72         87.62
મુંબઈ     104.21         92.15
કોલકાતા     103.94         90.76
ચેન્નઈ     100.75         92.32
બેંગલુરુ     99.84         85.93
લખનઉ     94.65         87.76
નોએડા     94.83         87.96
ગુરુગ્રામ     95.19         88.05
ચંડીગઢ     94.24         82.40
પટના    105.18         92.04
અમદાવાદ    94.43        90.11
સુરત    94.54        90.23

OMCs જાહેર કરે છે નવા ભાવઃ
જણાવો કે દેશની ઓયલ માર્કેટિંગ કંપનીઓ પાવર અને ડીઝલની કિંમત ચાલુ રાખો. જોકે, 22 મે 2022 થી પાવર અને ડીઝલની કિંમત બદલાઈ નથી. હિંદુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન, ભારત ઑયલ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા જેવી પોતાની વેબસાઇટ પર પેટ્રોલ અને ડીઝલની કિંમત ચાલુ કરે છે. ઘર બેઠા પણ તમે તેલના ભાવને ચેક કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news