PM Kisan: 8 કરોડ કિસાનો માટે ખુશખબર, પીએમ મોદીએ ખાતામાં મોકલ્યા 2 હજાર રૂપિયા

PM Kisan Samman Nidhi Yojana: 15મા હપ્તાની રાહ જોઈ રહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. તેના ખાતામાં બે હજાર રૂપિયા આવી ગયા છે. 

 PM Kisan: 8 કરોડ કિસાનો માટે ખુશખબર, પીએમ મોદીએ ખાતામાં મોકલ્યા 2 હજાર રૂપિયા

PM Kisan Samman Nidhi Yojana: 15માં હપ્તાની રાહ જોઈ રહેલા કિસાન પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે ખુશીના સમાચાર છે. મોદી સરકારે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને આજે ભાઈબીજના દિવસે 15મો હપ્તો રિલીઝ કરી લીધો છે. પીએમ મોદીએ ઝારખંડના ખૂંટીમાં 8 કરોડ લાભાર્થીઓને પીએમ કિસાન યોજનાના 15માં હપ્તા તરીકે 18000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યાં છે. નોંધનીય છે કે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને 6000 રૂપિયા વર્ષે આપવામાં આવે છે. જે 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. 14મો હપ્તો 27 જુલાઈએ આપવામાં આવ્યો હતો. 

કિસાનો માટે હેલ્પલાઇન નંબર
જો તમને પીએમ કિસાન યોજનાનો હપ્તો મળી શક્યો નથી તો તમે કિસાન ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર સંપર્ક કરી શકો છો. આ સિવાય પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર 155261 કે 1800115526 (Toll Free)કે પછી 011-23381092 પર સંપર્ક કરી શકો છો. 

શું છે યોજના
તમને જણાવી દઈએ કે આ યોજનાની જાહેરાત 2019 લોકસભા ચૂંટણી પહેલા વચગાળાના બજેટમાં કરવામાં આવી હતી. તેનો હેતુ ત્રણ સમાન હપ્તામાં જમીન ધરાવતા ખેડૂત પરિવારોને રૂ. 6,000 ની વાર્ષિક આવક સહાય પૂરી પાડવાનો છે. યોજનાની માર્ગદર્શિકા મુજબ, પાત્ર ખેડૂત પરિવારોની ઓળખ કરવાની જવાબદારી રાજ્ય સરકારોની છે અને ભંડોળ સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news