PM Kisan: કિસાનોના ખાતામાં જલદી આવશે 2,000 રૂપિયાનો આગામી હપ્તો, લાભ મેળવવા કરો રજીસ્ટ્રેશન

આ સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવતા પહેલા તેની પાત્રતા શરતો અને કેટલીક અન્ય વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. તેમાં સૌથી મહત્વની વાત છે કે આ સ્કીમ હેઠળ લાભ પ્રાપ્ત કરવા માટે આધાર કાર્ડ જરૂરી છે.

 PM Kisan: કિસાનોના ખાતામાં જલદી આવશે 2,000 રૂપિયાનો આગામી હપ્તો, લાભ મેળવવા કરો રજીસ્ટ્રેશન

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના  (PM Kisan)નો સાતમો હપ્તો આગામી મહિને લાભાર્થી કિસાનોના બેન્ક ખાતામાં આવી શકે છે. જો તમે આ યોજના સાથે જોડાયેલી પાત્રતા શરતોને પૂરી કરો છો અને અત્યાર સુધી આ સ્કીમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તો રાહ જોયા વગર તત્કાલ રજીસ્ટ્રેશન માટે અરજી કરો. પીએમ કિસાન કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના છે, તેથી તેના રજીસ્ટ્રેશનને લઈને સ્ટેટસ ચેક સાથે જોડાયેલી બધી સુવિધા કિસાનના પોર્ટલ પર ઉપલબ્ધ છે. તમે PM Kisan મોબાઇલ એપ પરથી રજીસ્ટ્રેશન કરાવી શકો છો. 

રજીસ્ટ્રેશન કરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન
આ સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવતા પહેલા તેની પાત્રતા શરતો અને કેટલીક અન્ય વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. તેમાં સૌથી મહત્વની વાત છે કે આ સ્કીમ હેઠળ લાભ પ્રાપ્ત કરવા માટે આધાર કાર્ડ જરૂરી છે. સાથે તે પણ નક્કી કરો કે આધાર કાર્ડની તમામ માહિતી સાચી હોય. આ યોજનાનો લાભ ેવા લોકોને મળે છે, જેના ખુદના નામ પર જમીન છે. તેનો અર્થ છે કે જો જમીન તમારા પિતા કે દાદાના નામ પર છે તો તમે આ યોજનાનો લાભ ઉઠાવી શકો નહીં. સરકાર આ સ્કીમ હેઠળ નાણાકીય રકમ સીધા લાભાર્થીઓના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરે છે તો તમારા નામે બેન્ક એકાઉન્ટ હોવું જોઈએ. આ સિવાય જો તમે અન્ય પાત્રતા શરતોને પણ પૂરી કરો છો તો આ સ્કીમ માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. 

  • આ માટે સૌથી પહેલા પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ ને તમારા બ્રાઉજરમાં ખોતો.
  • હવે હોમપેજ પર  'Farmers Corner' મા જાવ
  • અહીં તમને  'New Farmer Registration' નો વિકલ્પ જોવા મળશે.
  • હવે  'New Farmer Registration' પર ક્લિક કરો.
  • અહીં આધાર નંબરની સાથે કેપ્ચા કોડ નાખી સર્ચ બટન પર ક્લિક કરો.
  • હવે અહીં તમારી સામે નવું ફોર્મ આવશે. 
  • આ ફોર્મ પર તમારૂ સરનામું દાખલ કરવું પડશે.
  • સાથે વ્યક્તિગત જાણકારી, બેન્ક એકાઉન્ટની માહિતી તથા જમીનની જાણકારી આપવી પડશે.
  • ત્યારબાદ તમારે આ ફોર્મને સબમિટ કરવું પડશે.
  • ત્યારબાદ તમે પીએમ કિસાન પોર્ટલ પરથી ફોર્મની સ્થિતિની જાણકારી મેળવી શકશો. અહીં 'Farmers Corner' અંતર્ગત તમને 'Status of Self Registered/ CSC Farmers' ક્લિક કરવું પડશે. હવે તમે આધાર નંબર દ્વારા પોતાના અરજીની સ્થિતિ ચેક કરી શકો છો. 

PM Kisan Scheme હેઠળ કેન્દ્ર સરકાર દેશના કિસાનોને દરેક નાણાકીય વર્ષમાં ત્રણ બરાબર હપ્તામાં કુલ 6,000 રૂપિયાની રકમ મોકલે છે. આ સ્કીમનો લક્ષ્ય દેશના અન્નદાતાઓની આવકમાં વધારો કરવાનો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news