Post Office Scheme : માત્ર 299 રૂપિયામાં મેળવો 10 લાખની સુરક્ષા, અહીં જાણો પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ

Post Office Scheme : માત્ર 299 રૂપિયા જમા કરી 10 લાખનું સુરક્ષા કવચ મેળવી શકો છે. આ પોલિસીમાં વ્યક્તિ માત્ર 299 રૂપિયા અને 399 રૂપિયાનું પ્રીમિયમ આપી 10 લાખ રૂપિયાનો વીમો પ્રાપ્ત કરી શકે છે. 

Post Office Scheme : માત્ર 299 રૂપિયામાં મેળવો 10 લાખની સુરક્ષા, અહીં જાણો પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ

નવી દિલ્હીઃ Post Office Scheme : વીમો આજે દરેક વ્યક્તિ માટે ખુબ જરૂરી થઈ ગયો છે. દુર્ઘટનાઓ જીવનમાં ગમે ત્યારે થઈ શકે છે. તેથી બધા માટે એક એવી વીમા પોલિસી હોવી જરૂરી છે જે દુર્ઘટના પર સારવારનો ખર્ચ કવર કરે અને મૃત્યુ કે વિકલાંગતાની સ્થિતિમાં દાવો પણ સ્વીકાર કરે. આજે ભારતમાં મોટા ભાગના લોકો વીમો લેતા નથી. તેનું કારણ વીમાના પ્રીમિયમનો ખર્ચ છે. તેને ધ્યાનમાં રાખતા ભારતીય પોસ્ટે ગ્રુપ એક્સીડેન્ટ પ્રોટેક્શન ઇન્શ્યોરન્સ પોલિસી બનાવી છે. 

ઐ પોલિસીમાં વ્યક્તિ માત્ર 299 રૂપિયા અને 399 રૂપિયાનું પ્રીમિયમ આપી 10 લાખ રૂપિયાનું વીમા કવર પ્રાપ્ત કરી શકે છે. દર વર્ષે વીમા પોલિસીને રિન્યૂ કરવી જરૂરી હોય છે અને તે માટે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં ખાતું હોવું પણ જરૂરી છે. વીમા પોલિસીમાં પોલિસીધારકને અકસ્માતમાં ઈજાની સ્થિતિમાં આઈપીડી ખર્ચ માટે 60 હજાર અને ઓપીડી માટે 30 હજાર આપવામાં આવે છે. 

આ પોલિસીમાં વ્યક્તિ માત્ર 299 રૂપિયા અને 399 રૂપિયાનું પ્રીમિયમ આપી 10 લાખ રૂપિયાનો વીમો પ્રાપ્ત કરી શકે છે. દર વર્ષે વીમા પોલિસીને રિન્યૂ કરવી જરૂરી હોય છે અને તે માટે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં એકાઉન્ટ હોવું પણ જરૂરી છે. વીમા પોલિસીમાં પોલિસીધારક અકસ્માતની સ્થિતિમાં ચુકવણી કરવામાં આવે છે. 

મોત થવા પર નોમિનીને 10 લાખ
દુર્ઘટનામાં મૃત્યુ થવા પર નોમિનીને 10 લાખનું વળતર આપવામાં આવે છે. એટલું જ નહીં જો વીમા ધારક વિકલાંગ થઈ જાય તો પણ તેને 10 લાખ આપવામાં આવે છે. વીમા ધારકનું મૃત્યુ થાય તો પરિવારજનોને 10 લાખ રૂપિયા આપવામાં આવે છે. તો મૃતકના અંતિમ સંસ્કાર માટે પણ 5 હજાર રૂપિયા આપવામાં આવે છે. જો વીમા ધારકના પરિવારજનો બીજા શહેરમાં રહે છે તો તેના પરિવારજનોને અવર-જવરનો ખર્ચ પણ આપવામાં આવે છે. તો 399 રૂપિયાની યોજનામાં ઉપરના બધા ક્લેમ સિવાય આશ્રિતના 2 બાળકોના શિક્ષણ પર 1 લાખ રૂપિયાનો ખર્ચ આપવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news