ચાના શોખીનો માટે સૌથી મહત્ત્વના સમાચારઃ શું આ કારણે વધુ મોંઘી થઈ શકે છે ચા?

15 ફેબ્રુઆરી સુધી મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં ખાંડનું ઉત્પાદન ઓછું રહ્યું હતું. જો કે, ઉત્તર પ્રદેશમાં સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ખાંડનું ઉત્પાદન વધીને 67.7 લાખ ટન થયું હતું જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 61.2 લાખ ટન હતું. ચાની ચૂસકી! ખાંડ અને ચાના ઉત્પાદનનો છે આ સિનારિયો, જાણો ચા મોંઘી થશે કે સસ્તી. 

ચાના શોખીનો માટે સૌથી મહત્ત્વના સમાચારઃ શું આ કારણે વધુ મોંઘી થઈ શકે છે ચા?

નવી દિલ્લીઃ ગુજરાતઓ ચાના જબરદસ્ત શોખિન છે. એક ચાની ચૂસકી મળી જાય તો દિવસ સુધરી જાય  વર્તમાન માર્કેટિંગ વર્ષ 2023-24માં 15 ફેબ્રુઆરી સુધીમાં દેશનું ખાંડનું ઉત્પાદન 2.48% ઘટીને 2.236 કરોડ ટન થયું છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તે 2.293 કરોડ ટન હતું. સુગર માર્કેટિંગ વર્ષ ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. ઉદ્યોગ સંગઠન ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ISMA) ના તાજેતરના ડેટા અનુસાર, ચાલુ 2023-24 માર્કેટિંગ વર્ષમાં ખાંડનું ઉત્પાદન 10% ઘટીને 3.305 કરોડ ટન થવાની ધારણા છે, જે ગયા વર્ષે 3.662 કરોડ ટન હતું. આમ ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થયો છે પણ ચાના ઉત્પાદનમાં વધારો થયો છે. 

ખાંડ ઉત્પાદક રાજ્યોમાં ઉત્પાદનમાં ઘટાડોઃ
ISMA અનુસાર, વર્તમાન માર્કેટિંગ વર્ષમાં 15 ફેબ્રુઆરી સુધી મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં ખાંડનું ઉત્પાદન ઓછું રહ્યું હતું. જો કે, ઉત્તર પ્રદેશમાં સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ખાંડનું ઉત્પાદન વધીને 67.7 લાખ ટન થયું હતું જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 61.2 લાખ ટન હતું. ગ્લોબલ ટી ઓક્શનર્સના  સૂત્રોના  જણાવ્યા મુજબ સાઉથ  ઈન્ડિયન  ટીનું ઉત્પાદન  આ વર્ષે ૨૦૨૩ના જાન્યુઆરીથી માર્ચના  પ્રથમ ત્રણ મહિનામાં  ૨૦૨૨ના આ ગાળાની  સરખામણીએ  આશરે ૭૦  લાખ કિલો જેટલું  ઘટી આશરે  ૪૦૦ લાખ કિલો આસપાસ ત્રણ મહિનામાં થયાના નિર્દેશો મળ્યા હતા.  

ચા નું ઉત્પાદનઃ
શ્રીલંકામાં ઉત્પાદન ૪૦ લાખ કિલો ઘટી આશરે ૫૯૦ લાખ કિલો થયું હતું. ભારતમાં ચાનું કુલ ઉત્પાદન જો કે આ ગાળામાં વધી ૭૭૦ લાખ કિલો થતાં નવો રેકોર્ડ સર્જાયો છે. ભારતમાં દક્ષિણ ભારતમાં  ઉત્પાદન ઘટવા સામે ઉત્તર-ભારતમાં  ઉત્પાદનમાં વિશેષ વૃદ્ધિ થતાં કુલ ઉત્પાદન ઉંચું ગયું છે. ચાના ઉત્પાદનનો ખર્ચ વધ્યો છે, ઉત્પાદનમાં વૃદ્ધી અપેક્ષાથી ઓછી રહેતાં ખાસ કરીને પશ્ચિમ બંગાળના દાર્જિલીંગ તથા ડુઅર્સ વિસ્તારોમાં ચાનું ઉત્પાદન ઘટયું છે.  તેવા સંજોગોમાં ચાના ટેકાના ભાવ લઘુત્તમ ફલોર-તળિયાના ભાવ નક્કી કરવાની વિનંતી આ વિસ્તારના ચા ઉગાડતા ઉત્પાદકોએ દિલ્હીમાં  કોમર્સ મંત્રાલયને કરવામાં આવ્યાના સમાચાર મળ્યા હતા. દેશના સૌથી મોટા ખાંડ ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં ઉત્પાદન આ માર્કેટિંગ વર્ષના ફેબ્રુઆરી સુધીમાં ઘટીને 7.94 મિલિયન ટન થયું છે, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 8.59 મિલિયન ટન હતું. એ જ રીતે, દેશના ત્રીજા સૌથી મોટા ઉત્પાદક કર્ણાટકમાં ઉત્પાદન આ સમયગાળામાં 4.6 મિલિયન ટનથી ઘટીને 4.32 મિલિયન ટન થયું છે.

દેશમાં લગભગ 505 ફેક્ટરીઓ કાર્યરત છે-
વર્તમાન માર્કેટિંગ વર્ષમાં 15 ફેબ્રુઆરી સુધીમાં દેશમાં લગભગ 505 ફેક્ટરીઓ કાર્યરત હતી, જ્યારે એક વર્ષ અગાઉના સમયગાળામાં આ આંકડો 502 હતો. ઈસ્માએ કહ્યું કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં લગભગ 22 ફેક્ટરીઓએ તેમનું કામકાજ બંધ કરી દીધું છે. જોકે, ચાની ચૂસકીના ભાવમાં ખાસ કોઈ ફર્ક નહીં પડે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news