રજાઓમાં હંમેશા પોતાની બહેનોની નજીક રહે છે ભાઈજાન! સ્ટાર્સ માટે પણ નેમ-ફેમ કરતા ફેમિલી પહેલાં

Raksha Bandh: નાનપણથી જ સલમાન પોતાની બહેનોને ખુબ પ્રેમ કરે છે. તે હંમેશા રજાઓમાં પોતાની બહેનો સાથે અને પોતાના ભાણેજ સાથે સમય પસાર કરે છે. અન્ય સ્ટાર્સ માટે પણ તેમની ફેમિલી છે પહેલાં.

રજાઓમાં હંમેશા પોતાની બહેનોની નજીક રહે છે ભાઈજાન! સ્ટાર્સ માટે પણ નેમ-ફેમ કરતા ફેમિલી પહેલાં

Salman is very close to his sister: બોલિવુડની ફિલ્મોમાં આપણે ઘણા વર્ષોથી ભાઈ-બહેનનો બેજોડ સંબંધ જોતા આવ્યા છીએ. એટલુ જ નહીં રક્ષાબંધનના ઘણા લોકપ્રિય ગીતો છે કે જે બોલિવુડની દેન છે. ફિલ્મની જેમ અસલ જિંદગીમાં પણ બોલિવુડના ઘણા એવા સ્ટાર્સ છે કે જેઓ પોતાના ભાઈ-બહેનની ઘણી નજીક છે. તે બધા ભાઈ-બહેન પર જીવ આપવા માટે દરેક પળ તૈયાર રહે છે. સલમાન ખાન આનુ સૌથી મોટુ ઉદાહરણ છે.

જ્યારે સલમાન પોતાના કોર્ટ કેસનો સામનો કરી રહ્યા હતા તે દરમિયાન તેની બહેનોએ બધી જવાબદારી પોતે સંભાળી અને ભાઈ સલમાનના કદમ સાથે કદમ મિલાવીને તેમની સાથે ઉભી રહી હતી. નાનપણથી જ સલમાન પોતાની બહેનોને ખુબ પ્રેમ કરે છે. તે હંમેશા રજાઓમાં પોતાની બહેનો સાથે અને પોતાના ભાણેજ સાથે સમય પસાર કરે છે. અન્ય સ્ટાર્સ માટે પણ તેમની ફેમિલી છે પહેલાં.

એકબીજા માટે કંઈ પણ કરવા માટે તૈયાર-
જોકે માત્ર આ કેસમાં સલમાન નસીબદાર નથી. બોલિવુડના ઘણા એવા સ્ટાર્સ છે કે જે પોતાના ભાઈ-બહેન વિના આજે આ ઉંચાઈ પર ન પહોંચી શકતા, જે એકબીજા માટે કંઈ પણ કરવા માટે તૈયાર રહે છે.

સલમાન-અર્પિતા-અલવીરા:
સલમાન ખાન પોતાની બહેનો અર્પિતા અને અલવીરાની ખૂબ જ નજીક છે. સલમાન ખાન બંને બહેનોને પોતાની જિંદગીની સૌથી મહત્વની ખુશી માને છે. સલમાન ગમે ત્યાં હોય પરંતુ રક્ષાબંધનના દિવસે તે અર્પિતા અને અલવીરા પાસે જરૂરથી પહોંચી જાય છે

અર્જૂન કપૂર-અંશુલા:
માના નિધન પછી અર્જૂન કપૂરના જીવન માટે સૌથી મોટો સહારો તેની બહેન અંશુલા કપૂર બની. આજે પણ અર્જૂન પોતાના જીવનના દરેક મોટા નિર્ણયો અને ખુશીમાં અંશુલાને જરૂર સામેલ કરે છે.

જ્હાનવી-ખુશી:
જ્હાનવી કપૂરની જિંદગીમાં અત્યારે માની ભૂમિકા ખુશી કપૂર નિભાવી રહી છે. હા, શ્રીદેવીના ગયા બાદ ખુશી અને જ્હાનવીની ખૂબ નજીક આવી ગઈ છે. જ્હાનવી પોતાના અંગત જીવનથી લઈને પ્રોફેશનલ જિંદગીની દરેક ખુશી બહેન ખુશી સાથે શેર કરે છે. જો કે શ્રીદેવીના ગયા બાદ ખુશી અને જ્હાનવી ભાઈ અર્જૂન કપૂરની ખૂબ નજીક આવી ગયા છે.

સારા અલી ખાન-ઈબ્રાહીમ:
સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન અને દીકરો ઈબ્રાહીમ અલી ખાન એકબીજાને પોતાના સૌથી મોટો સપોર્ટ માને છે. સારા પોતાની દરેક ખુશીનો હિસ્સો ભાઈ ઈબ્રાહીમને માને છે.

આર્યન, સુહાના અને અબરામ:
શાહરુખ ખાનના ત્રણ બાળકો આર્યન, સુહાના અને અબરામના ઘણા ફોટા તમે વાયરલ થતા જોયા હશે. જેટલો પ્રેમ ત્રણેના ફોટામાં ઝલકાય છે. વાસ્તવિક જિંદગીમાં પણ ત્રણે એકબીજાની ખૂબ નજીક છે.

સારા અલી ખાન-તૈમૂર:
સારા અલી ખાન પોતાના નાના પ્રેમાળ ભાઈ તૈમૂરને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. સારાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તે તૈમૂર તેના ચહેરા પર સ્માઈલ લઈને આવે છે. તે ખૂબ પ્રેમાળ છે.
 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news