બબીતા જીને જોઈ કરી બેઠો પોતાનો પ્રેમ વ્યક્ત, મુનમુન દત્તાને જાણો કોણે કહ્યું– I Love You

Munmun Dutta Photos: મુનમુન દત્તાની સુંદરતાના લાખો દિવાના છે પરંતુ તેમની સ્ટાઈલના ચર્ચા સૌથી વધારે થયા છે. હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજીએ એવી તસ્વીર શેર કરી છે કે જે જોઈને ફેન્સ બેકાબુ બન્યા છે.

બબીતા જીને જોઈ કરી બેઠો પોતાનો પ્રેમ વ્યક્ત, મુનમુન દત્તાને જાણો કોણે કહ્યું– I Love You

Munmun Dutta Photos: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતા જીની સ્ટાઈલ વિશે શું કહેવું. લાજવાબ મુનમુન દત્તાની સુંદરતાના દિવાના તો સૌ કોઈ છે અને ઉપરથી તેમની સ્ટાઈલ તબાહી મચાવી રહી છે. મુનમુન દત્તાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં ચમકતા ગોલ્ડન કપડામાં તેઓ ખુબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. છૂટા વાળ, સ્ટાઈલિશ આઉટફિટ અને ડિઝાઈનર બુટ્ટી પહેરી મુનમુનનો અંદાજ લોકોને ઘાયલ કરી રહ્યો છે.

ત્યારે મુનમુન દત્તાનો આ અંદાજ જોઈ ફેન્સ પોતાના પર કંટ્રોલ ન કરી શક્યા અને બબીતા જી માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં મોડું ન કર્યું. કોઈએ તેમની સુંદરતાના વખાણ કર્યા તો કોઇને આઈ લવ યુ કહેતા સંકોચ ન થયો. મુનમુન દત્તાની સ્ટાઈલ જ કંઈક એવી છે કે જોતા જ લોકો દિવાના થઈ જાય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોથી સ્ટારડમ મેળવનાર બબીતા જીના દિવાના જેઠાલાલ તો છે જ પરંતુ શોથી બહાર પણ તેમના ચાહકોની કમી નથી.

છેસ્સા 14 વર્ષથી મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળી રહી છે અને તેમના બબીતા જીના પાત્રને ખુબ જ પસંદ કરવામાં આવે છે. આ કારણ છે કે સોશિયલ મીડિયા પર મુનમુન દત્તાને 7.5 મિલિયન લોકો ફોલો કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news