BIG BOSS-15 - રશ્મિ દેસાઈ અને દેવોલીના વચ્ચે થઈ જબરદસ્ત લડાઈ, કહી દીધા ન કહેવાના શબ્દો

સિઝન-13થી બંને વચ્ચે દોસ્તી શરૂ થઈ હતી, હવે સિઝન-15માં બંને કોઈને કોઈ મુદ્દા પર બાખડતા જોવા મળી રહ્યા છે. જેલમાં મોકલવાના ટાસ્કમાં બંને વચ્ચે જબરદસ્ત ઝઘડો થાય છે.

BIG BOSS-15 - રશ્મિ દેસાઈ અને દેવોલીના વચ્ચે થઈ જબરદસ્ત લડાઈ, કહી દીધા ન કહેવાના શબ્દો

નવી દિલ્હી: બિગ બોસ-15ના વાઈલ્ડ કાર્ડ પ્રતિયોગી રશ્મિ દેસાઈ અને દેવોલીના ભટ્ટાચાર્યજી વચ્ચે હાલ 36નો આંકડો થઈ ગયો છે. આ બંને એકબીજાના ગાઢ મિત્રો હતા પરંતુ હવે એકબીજાના કટ્ટર દુશ્મન બની ગયા છે અને તેને બિગ બોસના નવા પ્રોમોમાં જોઈ શકાય છે. સિઝન-13થી બંને વચ્ચે દોસ્તી શરૂ થઈ હતી, હવે સિઝન-15માં બંને કોઈને કોઈ મુદ્દા પર બાખડતા જોવા મળી રહ્યા છે. જેલમાં મોકલવાના ટાસ્કમાં બંને વચ્ચે જબરદસ્ત ઝઘડો થાય છે.

બિગ બોસે તમામ પ્રતિયોગીઓને ટાસ્ક સોંપ્યુ હતું, આ ટાસ્કમાં ઘરના સભ્યોએ કોઈપણ એક સભ્યનું નામ આપવાનું હતું. જેથી તે સભ્ય જેલમાં જાય. મોટાભાગના લોકોએ દેવોલિનાનું નામ લીધું અને તેનું કારણ પણ જણાવ્યું. અભિજીત બિચકુલેએ પણ દેવોલીનાનું નામ લીધું અને કહ્યું કે 'તે તેમની મિત્રતા પર ખરી ઉતરી નથી'. આ અંગે દેવોએ કહ્યું કે 'જ્યારે પણ જરૂર પડી ત્યારે તે સાથે ઉભી રહે છે'. ગુસ્સામાં દેવોલિનાએ બિચકુલાને જવાબ આપ્યો, 'હું તને ચપ્પલ ઉપાડીને મારીશ, યાદ રાખ.'

આ સાથે જ દેવોલિના અને રશ્મિ દેસાઈ વચ્ચે પણ ઝઘડો થઈ જાય છે. દેવોલિના રશ્મિ દેસાઈને કહે છે, 'તને દરેક સિઝનમાં કોઈને કોઈ આગળ પાછળ ફરે તેવા જોઈએ છે'.  'દેવોલિના રશ્મિને પણ કહે છે કે તું બહાર હોત તો તને લાફો મારત'.. દેવોલિનાને રશ્મિ ગુસ્સામાં કહે છે કે 'દેવોલીનાને લોકોની જરૂર છે, રશ્મિ દેસાઈને નહીં' રશ્મિ દેવોને અસુરક્ષિત મહેસૂસ કરતી હોવાનું પણ કહે છે. રશ્મિ વધુમાં કહે છે કે 'દેવો ખોટું ખોટું રડે છે, માત્ર ચાર આંસુ પાડી દે છે'

બંને વચ્ચે એટલો ઝઘડો થાય છે કે તેઓને રોકવા અન્ય પ્રતિયોગીઓ વચ્ચે પડે છે. બંને લડતા લડતા ટેબલ પર ચડી જાય છે. દેવોને ઉમર અને પ્રતિક દૂર કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news