સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની આંખમાં આવી ગયા આંસુ, જાણો એવું તો શું છે કારણ

Liger: વિજય દેવરકોંડા હૈદરાબાદના એક થિયેટરમાં તેની ફિલ્મ લાઈગર જોઈને નિરાશ થઈ ગયો. રિપોર્ટ્સનું માનીએ તો પોતાની ફિલ્મ જોયા બાદ વિજય રડવા પણ લાગ્યો હતો. જાણો શું છે તેનું કારણ.

સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની આંખમાં આવી ગયા આંસુ, જાણો એવું તો શું છે કારણ

સાઉથનો સુપરસ્ટાર વિજય દેવરકોંડા હાલમાં તેની ફિલ્મ લાઈગરને લઇને ઘણો ચર્ચામાં છે. ફિલ્મ થિયટરોમાં રિલીઝ થઈ ગઈ છે પરંતુ વિજય અને અનન્યા સ્ટારર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબ ખરાબ રીતે પીટાઈ છે. લાઈગર દર્શકોનું દિલ જીતવામાં નિષ્ફળ રહી છે. હવે રિપોર્ટના અનુસાર વિજય દેવરકોંડા થિયેટરમાં પોતાની ફિલ્મ જોઈ અપ્સેટ થઈ ગયો હતો. હૈદરાબાદના સુદર્શન થિયેટરમાં લાઈગર જોઈ વિજય પરેશાન થઈ ગયો અને સમાચારોનું માનીએ તો એક્ટર ફિલ્મના ફાઈનલ પ્રોડક્ટથી એકદમ ખુશ નથી.

તમને જણાવી દઈએ કે, લાઈગર દ્વારા વિજય દેવરકોંડાએ બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. એવામાં આ ફિલ્મ તેના માટે ઘણી સ્પેશિયલ હતી. પરંતુ લાઈગરના બોક્સ ઓફિસ પર ફ્લોપ થવાથી વિજયનું દિલ તૂટી ગયું છે. ટ્રેક ટોલીવુડના રિપોર્ટ અનુસાર હૈદરાબાદમાં પોતાની ફિલ્મ જોઈ વિજય દેવરકોંડા રડવા લાગ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે, તે ફાઈનલ રિસ્પોન્સથી નાખુશ છે. આ ઉપરાંત ટોળાની ધીમી પ્રતિક્રિયાને પણ વિજયનો મૂડ ખરાબ કરી દીધો હતો.

લાઈગરના ફ્લોપ થવા પર પ્રોડ્યૂસર ચાર્મી કૌરે કહી આ વાત
લાઈગર દ્વારા બોક્સ ઓફિસ પર નિરાશાજનક કલેક્શન કર્યા બાદ ફિલ્મની પ્રોડ્યૂસર ચાર્મી કોરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ ફિલ્મનું ફેલિયર તેમના માટે ઘણું ડિપ્રેશિંગ છે. ફ્રી જર્નલ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, ઘરે બેસેલા લોકો માત્ર એક ક્લિકથી સારું કન્ટેન્ટ જોઈ શકે છે. આખો પરિવાર મોટા બજેટની ફિલ્મને ટીવી પર જોઈ શકે છે અને જ્યાં સુધી તમે દર્શકોને એક્સાઈટ નહીં કરો ત્યાં સુધી તેઓ થિયેટરમાં આવશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news