Tiger 3 On Ott: થિયેટરમાં નથી જોઈ શક્યા ટાઈગર 3 ? તો અફસોસ ન કરો, આ તારીખે ઓટીટી પર ઘર બેઠા જોઈ શકશો

Tiger 3 On Ott: સલમાન ખાને તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે અને તેમાં જણાવ્યું છે કે ટાઈગર 3 ઓટીટી પર રિલીઝ થવાની છે. સલમાન ખાને ઈન્સ્ટા પર ટાઈગરનું પોસ્ટર શેર કર્યું છે અને કેપ્શનમાં લખ્યું છે ટાઇગર આવી રહ્યો છે... 

Tiger 3 On Ott: થિયેટરમાં નથી જોઈ શક્યા ટાઈગર 3 ? તો અફસોસ ન કરો, આ તારીખે ઓટીટી પર ઘર બેઠા જોઈ શકશો

Tiger 3 On Ott: સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ગયા વર્ષે ટાઈગર 3 દિવાળી પર રિલીઝ થઈ હતી. ટાઈગર ફ્રેન્ચાઇઝીની આ ત્રીજી ફિલ્મ હતી. એક્શનથી ભરપૂર આ ફિલ્મને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. પરંતુ તેમ છતાં સલમાન ખાનની અન્ય ફિલ્મોની સરખામણીમાં ટાઈગર 3ની કમાણી ઓછી નોંધાઈ હતી. આ ફિલ્મ હવે ઓટીટી પર રિલીઝ થવા માટે તૈયાર છે. 

સલમાન ખાને તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે અને તેમાં જણાવ્યું છે કે ટાઈગર 3 ઓટીટી પર રિલીઝ થવાની છે. સલમાન ખાને ઈન્સ્ટા પર ટાઈગરનું પોસ્ટર શેર કર્યું છે અને કેપ્શનમાં લખ્યું છે ટાઇગર આવી રહ્યો છે પ્રાઈમ વિડીયો પર.

ટાઈગર 3 ફિલ્મ ગયા વર્ષે દિવાળી પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન મનીષ શર્માએ કર્યું છે અને ફિલ્મ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ તૈયાર થઈ હતી. ટાઈગર 3 પહેલા આવેલી ટાઈગર ફ્રેન્ચાઇઝની 2 ફિલ્મો સુપરહિટ સાબિત થઈ હતી પરંતુ તેની સરખામણીમાં ટાઈગર 3ને લોકો તરફથી ઓછો પ્રતિસાદ મળ્યો. 

આ ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં છે અને આ વખતે વિલન તરીકે આ ફ્રેન્ચાઈઝીમાં ઇમરાન હાશ્મીની એન્ટ્રી થઈ છે. ટાઈગર 3 ની કમાણીમાં વાત કરીએ તો ભારતમાં ટાઈગર 3 એ કુલ 282.79 કરોડનો કારોબાર કર્યો હતો. જ્યારે દુનિયાભરમાં ટાઈગર 3 નું કુલ કલેક્શન 464 કરોડ રહ્યું હતું. 

વર્કફ્રંટની વાત કરીએ તો ટાઈગર 3 પછી સલમાન ખાન આ વર્ષે દબંગ 4 અને ધ બુલ માં જોવા મળશે. જ્યારે કેટરીના કૈફ ફિલ્મ મેરી ક્રિસમસમાં જોવા મળશે. આ ફિલ્મમાં કેટરીના કૈફ વિજય સેતુપતિ સાથે જોવા મળશે. આ એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news