સુરતમાં આવતીકાલે 275 દીકરીઓના કન્યાદાન : એક તરફ વૈદિક વિધિથી લગ્ન, તો બીજી તરફ મુસ્લિમ દીકરીઓના નિકાહ...

પિતા વગરની જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવતા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી (Mahesh Savani) એ 2012થી એક બીજુ ઉપાડ્યું છે. આ વર્ષે પણ 275 જરૂરિયાતમંદ દીકરીઓના લગ્નનું આઠમું આયોજન કરવામાં છે. આ 275 દીકરીઓના લગ્ન સાથે પ્રભુતામાં પગલાં માંડતી દીકરીઓની કુલ સંખ્યા 2,759 થશે. લગ્નના બે દિવસ પહેલા તમામ 275 દીકરીઓ એક સાથે મહેંદી મૂકી હતી.
સુરતમાં આવતીકાલે 275 દીકરીઓના કન્યાદાન : એક તરફ વૈદિક વિધિથી લગ્ન, તો બીજી તરફ મુસ્લિમ દીકરીઓના નિકાહ...

ચેતન પટેલ/સુરત :પિતા વગરની જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવતા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી (Mahesh Savani) એ 2012થી એક બીજુ ઉપાડ્યું છે. આ વર્ષે પણ 275 જરૂરિયાતમંદ દીકરીઓના લગ્નનું આઠમું આયોજન કરવામાં છે. આ 275 દીકરીઓના લગ્ન સાથે પ્રભુતામાં પગલાં માંડતી દીકરીઓની કુલ સંખ્યા 2,759 થશે. લગ્નના બે દિવસ પહેલા તમામ 275 દીકરીઓ એક સાથે મહેંદી મૂકી હતી.

પી.પી. સવાણી પરિવાર દર વર્ષે ભવ્ય લગ્ન સમારંભ યોજીને પિતા વિહોણી દીકરીઓને પરણાવે છે. આ વર્ષે ઓન મંદીના માહોલ વચ્ચે 2705 દીકરીઓના લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સુરતના અબ્રામાની નજીક 'રઘુવીર વાડી'માં મહેંદીની રસમ યોજાઈ હતી. જેમાં દુલ્હનની સાથે એમની બહેન અને બીજા પરિવારજનો મળી 2500થી વધુ દીકરીઓ મહેંદી મૂકાવ્યું. 8 રાજ્યના આશરે 45 જાતિની તેમજ નેપાળી દીકરીઓ કે જેમના પિતા નથી તેવી દીકરીઓના લગ્ન યોજવામાં આવશે. સુરતના હીરા વેપારી મહેશ સવાણી દર વર્ષની જેમ આ વર્ષે પણ પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી સેંકડો દીકરીઓના ધામધૂમથી લગ્ન કરવા જઈ રહ્યા છે.

અતિવૃષ્ટિ માટે સરકારી સહાય મેળવવા હજુ લાખો ખેડૂતોએ અરજી જ નથી કરી, આ રહ્યા પુરાવાના આંકડા

પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવતા સુરતના પી.પી. સવાણી આજ સુધી લગભગ 2702 દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરી ચૂક્યાં છે. જેનું આ સતત નવમું વર્ષ છે. સેવાના આ યજ્ઞ જેવા ઉદ્દાત કાર્યમાં સહભાગી તરીકે આ વર્ષે હીરા ઉદ્યોગની સૌથી મોટી કિરણ જેમ્સનું લખાણી પરિવાર જોડાયું છે. નવમા વર્ષે બે દિવસ ચાલનારા લગ્ન સમારોહમાં વહાલસોઈ 275થી વધુ દીકરીઓ પરણશે. આગામી 21 અને 22મી ડિસેમ્બર, 2019 શનિવાર અને રવિવારના રોજ પી. પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ, અબ્રામા, સુરત મૂકામે 270 દીકરીઓ પિતાના ધબકારા રૂપી "પાનેતર" ઓઢી પ્રભુતામાં પગલાં પાડશે.

આ લગ્નોત્સવમાં કોઇપણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના વિધવા બહેનોની દીકરીઓને પરણાવવામાં આવે છે. આ લગ્નઉત્સવમાં એક તરફ વૈદિક વિધિથી લગ્ન થતા હશે, તો બીજી તરફ મુસ્લિમ દીકરીઓના નિકાહ પઢાતા હશે. દેશભરમાંથી રાજસ્વી મહાનુભાવો, અધિકારીઓ અને મહાનુભાવો આ દીકરીઓનું કન્યાદાન કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news