Loksabha Election 2024: 29.80 લાખ સૂરતીઓને મળશે મતદાનની તક, જાણી લો કયા મતદાન કરી શકશે કયા નહીં કરી શકે

Loksabha Election 2024: સૂરતીઓને લોકસભામાં મતદાન નો હક છિનવાયો એ મેસેજો એટલા વાયરલ થયા છે કે ભાજપ કે ચૂંટણીપંચ ખુલાસાઓ નહીં કરે તો તેની સીધી અસર 2 લોકસભા બેઠકના મતદાનને થશે. હાલમાં બારડોલીથી ભાજપના પરભુ વસાવા તો નવસારીથી સીઆર પાટીલ ભાજપના ઉમેદવાર છે. આ બંને બેઠકો એ ભાજપનો ગઢ ગણાય છે.

Loksabha Election 2024: 29.80 લાખ સૂરતીઓને મળશે મતદાનની તક, જાણી લો કયા મતદાન કરી શકશે કયા નહીં કરી શકે

Loksabha Election 2024: ગુજરાતમાં ભાજપે ખેલ પાડીને સુરત લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરિફ કરી એક નવો ઈતિહાસ તો રચી લીધો પણ ભાજપ હવે ટેન્શનમાં મૂકાયું છે. સૂરતીઓને લોકસભામાં મતદાન નો હક છિનવાયો એ મેસેજો એટલા વાયરલ થયા છે કે ભાજપ કે ચૂંટણીપંચ ખુલાસાઓ નહીં કરે તો તેની સીધી અસર 2 લોકસભા બેઠકના મતદાનને થશે. હાલમાં બારડોલીથી ભાજપના પરભુ વસાવા તો નવસારીથી સીઆર પાટીલ ભાજપના ઉમેદવાર છે. આ બંને બેઠકો એ ભાજપનો ગઢ ગણાય છે. 

હવે ઉમેદવારો ખુલાસા કરવા લાગ્યા છે કે સૂરતીઓને મતદાન કરવાનો લાભ મળશે કારણ કે હર્ષ સંઘવીની મજૂરાથી લઈને સુરતની 16 વિધાનસભા બેઠકોમાં માત્ર 7 વિધાનસભા બેઠકોના મતદારોનો મતદાનનો હક છીનવાયો છે.  સુરતની 9 વિધાનસભાના બેઠકના ઉમેદવારોને મતદાનનો લાભ મળશે. આ વિધાનસભાના કેટલાક મતદારો સૂરત શહેરના પણ છે એટલે જો આ મતદારો મતદાન નહીં કરે તો ભાજપને ઝટકો લાગશે. 

સુરત શહેર - જિલ્લામાં આવેલી 16 વિધાનસભા બેઠકો પૈકી સુરત લોકસભામાં સમાવિષ્ટ માત્ર સાત વિધાનસભા બેઠકો પર જ નાગરિકો મતદાનથી વંચિત રહેશે જ્યારે બાકી રહેતી નવ વિધાનસભા બેઠકો કે જે બારડોલી અને નવસારી લોકસભા મતવિસ્તારમાં આવે છે એ લોકોએ તો મતદાન કરવાનો લાભ મળશે. સુરત શહેર-જિલ્લાની 16 વિધાનસભા બેઠકો ત્રણ લોકસભા સીટ પર વહેંચાયેલી છે. જે પૈકી બારડોલી લોકસભામાં માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા વિધાનસભાનો સમાવેશ થાય છે. આ રીતે જ નવસારી લોકસભામાં લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે સુરત લોકસભા બેઠક પર સાત વિધાનસભા સીટ ઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કરંજ, કામરેજ અને સુરત પશ્ચિમનો સમાવેશ થાય છે. 

સુરત લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પર પુર્ણ વિરામ મુકાઈ જતાં હવે અન્ય વિધાનસભાના નાગરિકો પણ મતદાન બાબતે વિમાસણમાં મુકાયા છે. હાલમાં સૂરતીઓને મતદાનના લાભથી વંચિત રહેવું પડશે એવા મેસેજો વાયરલ થયા છે. સોશિયલ મીડિયામાં ચાલેલા અભિયાન અંતર્ગત ભાજપના લોકસભાના ઉમેદવારો પણ ટેન્શનમાં મૂકાયા છે. આગામી દિવસોમાં ચૂંટણીપંચ એક અભિયાન ચલાવે તો પણ નવાઈ નહીં...

કયા સુરતીઓને નહીં મળે લાભ....
ઓલપાડ, સૂરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કરંજ, કતારગામ અને સુરત પશ્વિમ 

આમને મતદાનનો મળશે લાભ
લિંબાયત, ઉધના, મજૂરા, ચોર્યાસી, માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા વિધાનસભાના ઉમેદવારોને મળશે લાભ

હજી સુરતના 47.66 લાખમાંથી 29.80 મતદારો તો મત આપશે
હાલમાં સુરત શહેર-જિલ્લામાં કુલ 47.66 લાખ મતદારોની નોંધણી થયેલી છે, જે પૈકી સુરત લોકસભા બેઠકમાં 9.54 લાખ પુરૂષ અને 8.31 લાખ મતદારો મળીને કુલ 17.86 લાખ મતદારોને આગામી લોકસભાની ચુંટણીમાં મતદાનના અવસરથી વંચિત રહેવું પડશે. જોકે, બારડોલી લોકસભા બેઠક પર 7.94 લાખ પુરૂષ મતદારો અને 7.46 લાખ મતદારો મળીને કુલ 15.40 લાખ મતદારો તથા નવસારી લોકસભા બેઠક પર ચાર વિધાનસભાના 8 લાખ પુરૂષ અને 6.34 લાખ મહિલા મતદારો મળી કુલ 14.39 લાખ સુરતી મતદારો પોતાના મત ઉમેદવારને આપી શકશે. 

ભાજપ પણ આ મામલે ટેન્શનમાં આવી ગયું
એટલે હજી સુરત શહેર જિલ્લાના 47.66 લાખ કુલ મતદારમાંથી 29.80 લાખ મતદારો જે નવસારી અને બારડોલી લોકસભામાં નોંધાયા છે, તેઓને તો મતદાન કરવાની તક મળશે. આમ આ લોકો મતદાન નહીં કરે તો ભાજપના બારડોલી અને નવસારી બેઠકના ઉમેદવારને સીધો ઝટકો લાગશે. ભાજપ પણ આ મામલે ટેન્શનમાં આવી ગયું છે. સુરત લોકસભા બેઠક બિનહરિફ જાહેર થતાં મતદાતાઓ એમ સમજી રહ્યાં છે કે હવે એમને મતદાન કરવાની તક નથી. ખરેખર ફક્ત 17 લાખ મતદાતાઓને તક ઝૂંટવાઈ છે. આ બાબતે ચૂંટણીપંચ કે ભાજપ - કોંગ્રેસ ખુલાસો નહીં કરે તો આ બંને બેઠકોના મતદાન પર સીધી અસર પહોંચી શકે છે. ભાજપે આ મામલે ચૂંટમીપંચનું પણ ધ્યાન દોર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news