સુરતમાં હૃદય કંપાવનારી ઘટના! માતાએ ફૂલ જેવી 2 દીકરીઓને ઝેર પાઈ જિંદગી ટૂંકાવી, પરિવાર વિખાયો

કામરેજ તાલુકાના હલદરૂ ગામે કળિયુગની ક્રૂર માતાએ પોતાનું ધાવણ લજવ્યું છે. હલદરૂના શુભમ રો-હાઉસમાં રહેતી અનન્યા મિશ્રાએ ગઈકાલે પોતાના ઘરે સાંજના સમયે એકલી હતી. તે દરમ્યાન પોતાની બે માસુમ દીકરીઓ વૈષ્ણવી મિશ્રા 2 વર્ષ 7 માસ અને વિધિ મિશ્રા 11 માસને કોઈ ઝેરી પ્રવાહી પીવડાવી મોટને ઘાટ ઉતારી દીધી હતી..

સુરતમાં હૃદય કંપાવનારી ઘટના! માતાએ ફૂલ જેવી 2 દીકરીઓને ઝેર પાઈ જિંદગી ટૂંકાવી, પરિવાર વિખાયો

સંદીપ વસાવા/કામરેજ: સુરતના કામરેજ તાલુકામાં હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. એક પરપ્રાંતીય મહિલાએ પોતાની માસૂમ ફૂલ જેવી 2 દીકરીઓને ઝેર પીવડાવી મારી નાખી અને બાદમાં પોતે પણ ગળે ફાંસી ખાઈ આત્મહત્યા કરી લીધી. મહિલાના પરિવારજનો દ્વારા દહેજ માટે ત્રાસ આપતા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે હાલ હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

કામરેજ તાલુકાના હલદરૂ ગામે કળિયુગની ક્રૂર માતાએ પોતાનું ધાવણ લજવ્યું છે. હલદરૂના શુભમ રો-હાઉસમાં રહેતી અનન્યા મિશ્રાએ ગઈકાલે પોતાના ઘરે સાંજના સમયે એકલી હતી. તે દરમ્યાન પોતાની બે માસુમ દીકરીઓ વૈષ્ણવી મિશ્રા 2 વર્ષ 7 માસ અને વિધિ મિશ્રા 11 માસને કોઈ ઝેરી પ્રવાહી પીવડાવી મોટને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ પંખા સાથે લટકી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જોકે પડોશમાં રહેતો ઈસમ ઇલેક્ટ્રીક મીટર પેટીની ચાવી લેવા ગયો ત્યારે ઘટનાની જાણ થતાં મહિલાના પતિ તેમજ પોલીસને જાણ કરી હતી.

કળિયુગની ક્રૂર માતાએ આ પગલું કેમ ભર્યું એ સૌથી મોટો સવાલ છે કે માસૂમ બાળકીઓને મારી નાખતા પહેલા શું માને એક ક્ષણ માટે પણ વિચાર ના આવ્યો હોય કે આ માસૂમનો શુ ગુનો કે વાંક છે? મૃતકના બાળકીઓના પિતા અને મહિલાના પતિનું માનીએ તો ઘરમાં શુભ પ્રસંગ હોવાને લઇ ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી. ગઈકાલે મૃતક મહિલાએએ 500 રૂપિયા પોતાના પતિ પાસે માંગ્યા હતા, પરંતુ પતિએ પૈસાની શું જરૂર છે કહેતા માઠું લાગી આવતા મહિલાએ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

ઘટનાની જાણ થતાં મુંબઇ ખાતે રહેતા મૃતક મહિલાના પરિવારજનો પણ કામરેજ ખાતે પહોંચ્યા હતા. મહિલાના પરિવારના સભ્યોનું માનીએ તો મૃતક મહિલાના સાસરિયાઓ મહિલાને દહેજ માટે ખુબ જ ત્રાસ આપતા હતા. અગાઉ પણ પોતાની જમીન વેચી મૃતક મહિલાના પતિને ચાર લાખ રૂપિયા આપ્યા હતા અને મૃતક મહિલાનો પતિ અવારનવાર મૃતક મહિલા સાથે મારપીટ કરતો અને પિયર મોકલી આપતો હતો.

મૃતક મહિલાના પરિવારજનો માંગ કરી રહ્યા છે કે પોલીસ નિષ્પક્ષ તપાસ કરે અને મૃતક મહિલાના પતિ વિરુદ્ધ ગુનો નોંધી કડકમાં કડક કાર્યવાહી કરે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news