અમિત શાહે કહ્યું; 'ઘાટલોડિયા વાળા બોલો કાશ્મીર આપણું છે કે નહિ, 370 કલમનું બિલ લઈને ઉભો થયો ત્યારે બધા કાઉ કાઉ કરતા...'

અમિત શાહે સંબોધનમાં કહ્યું હતું કે, આજે ભૂપેન્દ્ર ભાઈના ફોર્મ ભરાવવા અનેક સમાજના લોકો આવ્યા છે. રબારી સમાજ પણ લાલ ચટક પાઘડી પહેરીને આવ્યો છે. 1990થી ભાજપે ગુજરાતમાં ચૂંટણી જીતવાનો વિક્રમ જાળવી રાખ્યો છે...'

અમિત શાહે કહ્યું; 'ઘાટલોડિયા વાળા બોલો કાશ્મીર આપણું છે કે નહિ, 370 કલમનું બિલ લઈને ઉભો થયો ત્યારે બધા કાઉ કાઉ કરતા...'

Gujarat Election 2022: આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન અમિત શાહ રેલી યોજી શક્તિપ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે સવારે ભુપેન્દ્રભાઈ પટેલે ફોર્મ ભરવા જતાં પહેલા ત્રિમંદીર ખાતે આત્માજ્ઞાની  દિપકભાઈ દેસાઈના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.

પ્રભાત ચોક પહોંચતાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપના કાર્યકરો અને પોતાના સમર્થકો સાથે વાતચીત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પ્રભાતચોક પહોંચી ગયાં છે. મુખ્યમંત્રીએ અમિત શાહનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે એક જાહેર સભામાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

અમિત શાહે સંબોધનમાં કહ્યું હતું કે, આજે ભૂપેન્દ્ર ભાઈના ફોર્મ ભરાવવા અનેક સમાજના લોકો આવ્યા છે. રબારી સમાજ પણ લાલ ચટક પાઘડી પહેરીને આવ્યો છે. 1990થી ભાજપે ગુજરાતમાં ચૂંટણી જીતવાનો વિક્રમ જાળવી રાખ્યો છે અને એટલા માટે શક્ય બન્યું છે કારણ કે ભારતીય જનતાની પાર્ટી પર જનતાના આશીર્વાદ રહ્યા છે. 90થી આજ સુધી વિધાનસભા અથવા લોકસભાને ગુજરાતમાં જનતાએ ભાજપને પરાજય બતાવ્યો નથી. જેને જે હિસાબ લગાવવો હોય એ લગાવે, ડાયરીમાં લખી લો, બધા વિક્રમ તોડી સરકાર બનશે.

અમિત શાહે ઉમેર્યું હતું કે, 1995 થી 22નો આ સમયગાળો, માત્ર ગુજરાત નહીં પણ દેશના લોકતાંત્રિક ઇતિહાસમાં શાસન કેવી રીતે થાય એનું ઉદાહરણ રહ્યું છે. હું યાદ કરાવવા માગુ છું કે 85 થી 95 સુધી કોમી હુલ્લડથી પિંખાતું, વેદના અનુભવતું ગુજરાત, વર્ષમાં 250 દિવસ કરફ્યુ હોય એવું ગુજરાત, આજે 20 વર્ષના છોકરાને પૂછો કરફ્યુ શું, એને ખબર ન હોય. છોકરો નદી પાર જાય તો માં માળા કરે, બાળકને પાછો લાવજો. વીએએસમાં મેં જોયું છે જે ગુજરાતને પરેશાન, પિંખતા આજે એમનીહિંમત નથી. ગુજરાતમાં કાકરિચાળાની કોઈ ઘટના બનતી નથી. 2002 થી 22નો સમય જનતાના વિશ્વાસન રહ્યો છે. 

અમિત શાહે ઉમેર્યું હતું કે, પાકિસ્તાનથી જોડાયેલી સરહદ, અનેક ગેરકાનૂની પ્રવૃતિ થતી હતી. હથિયાર, ચરસ આવતું, આજે આખું લિસ્ટ સમાપ્ત થયું છે, જનતા ચેન (શાંતિ)થી જીવે છે. મોદી સરકારે અમદાવાદથી મુંબઈ સાથે 8 હાઇ-વે બનાવ્યા, વિકાસ લોકો સુધી પહોંચાડ્યો છે. અગાઉ ગામ ભગાતા જતા હતા, બધા શહેર આવતા, ઝૂંપડીઓ વધતી જતી હતી. પરંતુ હવે ગામમાં 7 કલાક વીજળી આવતી થઈ છે. મોદીજી આવ્યા અને 24 કલાક વીજળીનો વાયદો કર્યો. 2005 થતા સમગ્ર દેશમાં ગામડાઓમાં 24 કલાક વીજળી ભાજપે આપી.

અમિત શાહે કહ્યું, કોંગ્રેસની સરકારમાં મેં જુવાનીમાં જોયું છે 3 વર્ષ દુકાળ હતો. ગાંધીનગરથી રાજકોટ પાણીની ટ્રેન દેખાડો કરવા મોકલતા હતા. ઘરમાં 3 ફૂટ ઉંચી પાણીની ચકલી નાખવી પડતી હતી. પરંતુ અમે નર્મદા લાવ્યા, દરવાજા લગાવ્યા, 13 હજાર ગામડાઓમાં પાણી પહોંચાડ્યું અને પાણીની અછતથી રાજ્યને મુક્ત કર્યું. અમારી સરકારે પાણીના સ્તર ઉંચા લાવવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હું તો અહીં 25 વર્ષ ધારાસભ્ય રહ્યો છું, આ વિસ્તાર બનતા જોયો છે. હવે સાંસદ છું, 28 વર્ષથી જોઈ રહ્યો છું. 

અમિત શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દર 5 વર્ષે આવી જાય છે સરકાર આવે છે. અરે બોર્ડ લગાવ્યા અમારું કામ બોલે છે. અરે 27 વર્ષથી અમે છીએ, તમે શું કામ કર્યું? બોર્ડ પર સોનિયાબેનનો ચહેરો લગાવી દીધો. તમારી એટલી આબરૂ નથી કે કહો અને લોકો માને. આબરૂ મોદીજીએ બનાવી છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, સોમનાથથી અયોધ્યા યાત્રા કરી હતી. મંદિર વહી બનાએંગે કહ્યું હતું, જ્યાં પ્રભુનો જન્મ થયો ત્યાં મંદિર બને, પણ કોંગ્રેસીયા થવા નાં દે. 10 વર્ષ પાછા આવ્યા, અમને સવાલ કરે કે મંદિર વહી બનાએગે, તિથિ નહીં બતાયેંગે. અરે રાહુલ બાબા જાન્યુઆરી 24ની ટીકીટ કઢાવો, મંદિર ભવ્ય બની રહ્યું છે. 

અમિત શાહે જણાવ્યું હતું કે, ઘાટલોડિયા વાળા બોલો કાશ્મીર આપણું છે કે નહિ. નહેરુની ભૂલને કોંગ્રેસે બાળકની જેમ પંપાડ્યું. મોદીજીએ એક ઝાટકે આ કલમ ઉખાડી નાંખી. 370 કલમનું બિલ લઈને ઉભો થયો ત્યારે મમતા, બસપા બધા કાઉ કાઉ કરતા હતા. લોહીની નદીઓ વહી જશે એવો ડર બતાવતા હતા, અરે કોઈએ કાંકરી પણ ફેંકી નથી. ત્રીપલ તલાક વર્ષોથી આપણે હટાવવાની વાત કરી હતી, પરંતુ મોદીજીએ કરી બતાવ્યું.

અમિત શાહે જણાવ્યું હતું કે, હું તો ભૂપેન્દ્ર ભાઈને અભિનંદન આપું છું. વસ્તી કરતા વધારે મજાર બની બેટ દ્વારકામાં...દૃઢતા સાથે ભૂપેન્દ્ર ભાઈએ ત્યાં કામ કર્યું છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, ઈન્ફરાસ્ટ્રક્ચર, પંચાયતી રાજનું મોડલ જોવું હોય તો ગુજરાતમાં જુઓ. નરેન્દ્ર ભાઇ એવું કરીને ગયા કે એમના બાદ આનંદીબેન, રૂપાણી અને ભુપેન્દ્રભાઈમાં પણ એ વિકાસ યાત્રા ચાલુ રહી છે. જ્યાં સુખ સમૃદ્ધિ, શાંતિ હોય ત્યાં ડોળા પણ કરવા બહુ હોય. કોંગ્રેસીયા પાછા આવ્યા, અમે કામ કર્યું કામ કર્યું, પણ ગુજરાત બધું જાણે છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, આપણા મોદી સાહેબે ભારતના ફસાયેલા બાળકોને કાઢવા યુક્રેન રશિયા યુદ્ધ બે દિવસ રોકાવી દીધું. અર્થતંત્રને 11 નંબરથી 5 પર લાવ્યા. ફરી એકવાર જ્યાંથી મોદીજીએ વિકાસ શરૂ કર્યો એ જ ગુજરાતમાં ફરી ચૂંટણી આવી છે. આ સભાના માધ્યમથી જનતાને વિનંતી કરું છું. ગુજરાતે દેશને રસ્તો બતાવ્યો છે. ફરી આ કોંગ્રેસીયા નવા કપડાં પહેરીને આવ્યા છે. તમારે પસંદગી કરવાની છે, આજે ઘાટલોડીયામાં આવ્યો છું. સંતોના આશીર્વાદ બાદ ભુપેન્દ્રભાઈ ફોર્મ ભરશે, એમનો વિજય નિશ્ચિત છે. પણ એવો વિજય થાય કે, કોંગ્રેસને અઢી મહિના થાય આવતી વખતે ઉમેદવાર મળતા થવો જોઈએ. ભૂપેન્દ્ર ભાઈનું નામ વિચારી કમળ પર બટન દવાઓ, ગુજરાતી હોશિયાર હોય, એકવાર મહેનતથી બે કામ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news