મોતિયાના ઓપરેશન બાદ 17 લોકોની આંખે આવ્યાં અંધારા, કોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ

અમદાવાદના માંડલમાં ટ્રસ્ટની આંખની હૉસ્પિટલમાં થઈ મોટી બેદરકારી...મોતિયાના ઓપરેશન બાદ 17થી વધુ દર્દીઓને થઈ આડઅસર..મોતિયો ઉતરાવનાર દર્દીઓને આંખેથી દેખાતું બંધ થતા વિવાદ...

મોતિયાના ઓપરેશન બાદ 17 લોકોની આંખે આવ્યાં અંધારા, કોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ

ગૌરવ પટેલ, અમદાવાદઃ અમદાવાદના માંડલમાં ટ્રસ્ટની હોસ્પિટલની મોટી ભૂલ સામે આવી. જેને પગલે મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીઓની રોશની ગઈ. માંડલમાં મોતિયાના ઓપરેશન મામલે હાઈકોર્ટમાં સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી. હાઇકોર્ટે હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય SPને પાઠવી નોટિસ છે. 07 ફેબ્રુઆરીએ આ સુઓમોટો ચીફ જજની કોર્ટમાં રજૂ થશે. 

એટલું જ નહીં મોતિયાના ઓપરેશન બાદ કઈ રીતે લોકોની આંખોની રોશની જતી તે અંગે તપાસ થશે. આ સમગ્ર મામલાની ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. હાઈકોર્ટે આ સમગ્ર મામલામાં પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા ગુજરાત સરકારને આદેશ કર્યો છે. હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. મોતિયાના ઓપરેશન બાદ કેટલાક લોકોએ દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે. રામાનંદ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન થયું હતું. કેટલાક દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

ઉલ્લેખનીય છેકે, અમદાવાદ ગ્રામ્યમાં આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. માંડલમાં આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનમાં ગંભીર બેદરકારી સામે આવી છે. મોતિયાના ઓપરેશન બાદ 17થી વઘુ દર્દીઓને આડઅસર થઈ છે. 18 લોકોના મોતિયાના ઓપરેશન કરવામા આવ્યા હતા. ઓપરેશન બાદ 5 લોકોને આંખની વધુ તકલીફો થઈ હતી.

તમામ દર્દીઑ સુરેન્દ્રનગર પાટણ અને અમદાવાદ જિલ્લાના છે. 5થી વધુ દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. માંડલ ખાતેની ટ્રસ્ટની હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર હેઠળ છે. દર્દીઓને આંખથી દેખાતુ ન હોવાની ફરિયાદ ઉઠી છે. ઘટનાની જાણ થતાં જ સિવિલ હોસ્પીટલના આંખના તબીબો માંડલ ખાતે પહોંચ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news