ઈન્દીરા બાદ દેશમાં સૌથી વધારે મતોથી જીત પણ ભાજપે ના મૂક્યો ભરોસો, મંત્રીને કરી દીધા ઘરભેગા

Loksabha Election 2024: સુરતના ભાજપના કદાવર નેતા દર્શનાબેન જરદોશની વાત કરીએ તો 2009 વખતે મોદીએ ભાજપની મહિલાઓને મોટા શહેરોમાંથી સાંસદ બનાવવાનો પ્રસ્તાવ મૂકતાં તેમને સુરત બેઠકના ઉમેદવાર બનાવાયા હતા. જે સમયે ભાજપે કદાવર નેતા કાશીરામ રાણાનું પત્તું કાપી દીધું હતું. પહેલી ટર્મમાં જીતેલા સાંસદ દર્શનાબેન પર ભાજપે બીજીવાર વિશ્વાસ મુક્યો હતો અને બીજીવાર લોકસભાની ચૂંટણીમાં તેમણે ઈતિહાસ રચી દીધો હતો.

ઈન્દીરા બાદ દેશમાં સૌથી વધારે મતોથી જીત પણ ભાજપે ના મૂક્યો ભરોસો, મંત્રીને કરી દીધા ઘરભેગા

Loksabha Election 2024: ગુજરાતમાં આજે જાહેર થયેલી ટિકિટોમાં ભાજપે સૌથી મોટો ઝટકો કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશને આપ્યો છે. એમની ટિકિટ કપાય તેવી સંભાવનાઓ વચ્ચે દર્શના જરદોશ છેલ્લી ત્રણ ટર્મથી સુરતમાંથી લોકસભા ચૂંટણીમાં ચૂંટાઈ રહ્યાં છે. દર્શનાબેને 2014માં પીએમ મોદી અને અમિત શાહ કરતાં પણ વધુ લીડ મેળવી હતી. આમ છતાં ભાજપે એમની પર ચોથી વાર ભરોસો મૂક્યો નથી અને સુરતથી મુકેશ દલાલને ઉમેદવાર બનાવ્યા છે. 43 વર્ષથી ભાજપમાં જોડાયેલા મુકેશ દલાલને ભાજપે સુરતમાં ઉભા રાખવાનું કારણ એ પણ છે કે તેઓ કો-ઑપરેટિવ બૅન્કના ચૅરમૅન રહી ચૂક્યા છે. આ બૅન્કની સુરતમાં જ 25 શાખા છે અને સુરતના હીરા ઉદ્યોગ, કાપડ જેવા અનેક ઉદ્યોગ આ લોકસભા બેઠકમાં આવતી સાતમાંથી પાંચ વિધાનસભા ક્ષેત્રમાં આવે છે." જેઓ ઓબીસી મોઢ વણિક છે. સુરતમાં સૌથી વધારે વસતી ઓબીસી અને પટેલ છે. 

દર્શના જરદોશ 80ના દાયકાથી રાજકારણમાં સક્રિય છે. ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી તેમજ ભારતનાટ્યમ્ તેમના રસના વિષયો છે. તેમને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલના કૅમ્પનાં માનવામાં આવે છે. દર્શના જરદોશનો ભૂતકાળ જોઈએ તો એક ભારતીય રાજકારણી અને વર્તમાન લોકસભામાં ગુજરાત રાજ્યના સુરત મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. દર્શનાબેન લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર વર્ષ ૨૦૦૯ના સમયમાં પ્રથમવાર ચૂંટાયા હતા. સંસદના સભ્ય તરીકે ચૂંટણી ૨૦૧૪ દરમિયાન લોકસભાની સુરત બેઠક પરથી તેમણે ઐતિહાસિક જીત પોતાના પ્રતિસ્પર્ધી કરતાં ૫,૩૩,૧૯૦ વધુ મત સહિત મેળવી હતી, જે ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં ઈન્દિરા ગાંધી પછી કોઇપણ મહિલા સાંસદ દ્વારા મેળવાયેલી સૌથી વધુ લીડ છે અને ચૂંટણી ૨૦૧૪ દરમિયાન ૪થા ક્રમની સૌથી વધુ લીડ છે. તેમણે ૭૬.૬ % મત મેળતી જીત મેળવી હતી, જે ચૂંટણી ૨૦૧૪ માટેનો એક વિક્રમ પણ છે.

2014માં લોકસભાની ચૂંટણીમાં રચ્યો હતો ઈતિહાસ
દર્શનાબેન જરદોશની વાત કરીએ તો 2009 વખતે મોદીએ ભાજપની મહિલાઓને મોટા શહેરોમાંથી સાંસદ બનાવવાનો પ્રસ્તાવ મૂકતાં તેમને સુરત બેઠકના ઉમેદવાર બનાવાયા હતા. જે સમયે ભાજપે કદાવર નેતા કાશીરામ રાણાનું પત્તું કાપી દીધું હતું. પહેલી ટર્મમાં જીતેલા સાંસદ દર્શનાબેન પર ભાજપે બીજીવાર વિશ્વાસ મુક્યો હતો અને બીજીવાર લોકસભાની ચૂંટણીમાં તેમણે ઈતિહાસ રચી દીધો હતો. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી 5.47 લાખથી વધુની લીડથી વિજય હાંસલ કર્યો હતો. ભાજપે સતત 3 વાર સાંસદ બનવાના ઈનામ સ્વરૂપ દર્શનાબેનને રાજ્યકક્ષાના રેલવે મંત્રી બનાવીને ઈનામ આપ્યું હતું પણ 2024ની લોકસભાની ટિકિટ કાપી દીધા છે. ભાજપે અહીં મુકેશ દલાલને ટિકિટ આપી નવો પ્રયોગ કર્યો છે. સુરત એ ભાજપનો ગઢ ગણાય છે.

ભારતની 100 પ્રભાવશાળી મહિલાઓમાં નામ
તમને ભરોસો નહીં થાય પણ બિઝનેસ વર્લ્ડ દ્વારા ભારતની 100 પ્રભાવશાળી મહિલાઓની યાદી કરાઈ જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇટલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશને સ્થાન મળ્યું હતું. આ યાદીમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની સહિત કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીનું નામ પણ સામેલ હતું. આમ દર્શનાબેન જરદોશ ભાજપના કદાવર નેતાઓમાં સામેલ હતા. 

સૌથી પહેલા બિનહરિફ કોર્પોરેટર બન્યા
ભાજપના સુરતના સાંસદ અને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષ 2000ની સાલમાં સક્રિય રાજકારણમાં પ્રવેશી ચૂક્યા હતાં. નરેન્દ્ર ગાંધી, પ્રવિણ નાયક સહિતના લોકો તેમને રાજકારણમાં લાવ્યાં હતાં. અને દર્શનાબેને કોર્પોરેશનની ચૂંટણીનું ફોર્મ ભર્યું તો સામેના ઉમેદવાર પાસે ઈલેકશન ફીના રૂપિયા ન હોવાથી ફોર્મ ન ભરાયું કે બીજા કોઈ કારણો નડ્યા પરંતુ રાજ્યમાં સૌ પ્રથમ બિનહરિફ કોર્પોરેટર તરીકે તેઓ જાહેર થયા હતાં. મહિલા મોરચા બાદ લોકસભામાં 2009 વખતે ભાજપે ટિકિટ આપી હતી. આજે પણ તેઓ ભાજપના કદાવર નેતા ગણાય છે પણ ભાજપે 2024માં ભરોસો ન મૂકી દર્શનાબેનને ઝટકો આપ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news