ગુજરાતમાં ફરી મધદરિયેથી ઝડપાયું અધધ...કરોડનું ડ્રગ્સ, 6 પાકિસ્તાનીઓની ધરપકડ, આ રીતે ખેલ પાડ્યો!

ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારેથી અંદાજિત 480 કરોડ રૂપિયાના 70થી 80 પેકેટ ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBનું સયુંકત ઓપરેશનમાં 6 પાકિસ્તાનીઓની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાતમાં ફરી મધદરિયેથી ઝડપાયું અધધ...કરોડનું ડ્રગ્સ, 6 પાકિસ્તાનીઓની ધરપકડ, આ રીતે ખેલ પાડ્યો!

ઉદય રંજન/અમદાવાદ: ગુજરાતને ફરીથી નશીલું બનાવવાનો કારસો રચાયો છે. હજું થોડાક દિવસ પહેલા જ નશીલા પદાર્થનો મોટો જથ્થો પકડાયો હતો. ત્યાં ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારેથી અંદાજિત 480 કરોડ રૂપિયાના 70થી 80 પેકેટ ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBનું સયુંકત ઓપરેશનમાં 6 પાકિસ્તાનીઓની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. સંયુક્ત ઓપરેશન પાર પાડ્યા બાદ ડ્રગ્સ અને આરોપીઓને ગુજરાત દરિયા કાઠે લાવવામાં આવશે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત ATS, કોસ્ટ ગાર્ડે, એજન્સીઓને ચોક્કસ બાતમીના આધારે સોમવારે અરબી સમુદ્રમાં એક સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં ICGએ તેના ડોર્નિયર એરક્રાફ્ટને સંભવિત વિસ્તારોમાં બોટને સ્કેન કરવા અને તેને શોધવાનું કામ હાથ ધર્યું હતું. તપાસ કર્યા પછી ICG જહાજો, NCB અને ATS ગુજરાતની ટીમો સાથે સ્થળ પર પહોંચ્યા હતાં. જ્યાં અંધારામાં શંકાસ્પદ રીતે આગળ વધી રહેલી બોટની ઓળખ કરી હતી. 

ગુજરાત ATS, કોસ્ટ ગાર્ડે, એજન્સીઓએ 11 અને 12 માર્ચે રાત્રે 6 ક્રૂ અને નાર્કોટિક્સ ઓનબોર્ડ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી હતી, જે ડ્રગ્સની કિંમત આશરે રૂ. 480 કરોડ હોવાનું મનાઈ રહ્યું છે. આ સંયુક્ત ઓપરેશનમાં પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિ.મી દૂર બોટને પકડવામાં આવી હતી. ત્યારબાદ તપાસ કરતા બોટમાં છ ક્રૂ સાથે પાકિસ્તાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસ માટે પોરબંદર લાવવામાં કામગીરી હાથ ધરાઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news