Covid-19: દિવાળી બાદ આવી શકે છે કોરોનાની નવી લહેર? ગુજરાતમાં સામે આવ્યો પ્રથમ કેસ

Omicron BF.7:  ભારતમાં ફરી એકવાર કોરોનાનું સંકટ મંડરાવવા લાગ્યું છે. ઓમિક્રોનના સબ વેરિએન્ટને લઇને સલાહ જાહેર કરવામાં આવી છે કે અત્યારથી માસ્ક લગાવવું ખૂબ જરૂરી છે.

Covid-19: દિવાળી બાદ આવી શકે છે કોરોનાની નવી લહેર? ગુજરાતમાં સામે આવ્યો પ્રથમ કેસ

Corona New Wave Alert: કોરોના નબળો પડ્યાના બે વર્ષ બાદ આ વર્ષે ભારતમાં તમામ તહેવારો ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યા છે. ઉત્સાહ બમણો છે કારણ કે લગભગ તમામ જગ્યા પર મહામારી સાથે જોડાયેલા પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા છે. આ દરમિયાન ખરાબ સમાચાર આવી રહ્યા છે કે ભારતમાં Omicron BA.5.1.7 અને BF.7 ના નવા વેરિએન્ટની ખબર પડી છે. આ સબ વેરિએન્ટને સંક્રમક કહેવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેની સંરચરણ ક્ષમતા પણ વધુ છે. 

ગુજરાતમાં સામે આવ્યો પ્રથમ કેસ
કથિત રીતે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે ભારતમાં BF.7 ના પહેલાં કેસની ખબર પડી છે. ત્યારબાદથી દેશમાં હડકંપ મચી ગયો છે. આ બધા નવા સબ વેરિએન્ટ પર વેક્સીનને લઇને કોઇ નક્કર રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. કેટલાક રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે સબ વેરિએન્ટ વેક્સીનને છેતરવામાં નિષ્ફળ છે. એટલા માટે આગામી તહેવારની સીઝન પહેલાં જ સાવધાની વર્તવાની જરૂર છે.

શું નવો OMICRON વેરિએન્ટ ઘાતક છે?
એક્સપર્ટ્સે આ સબ વેરિએન્ટને લઇને સલાહ જાહેર કરી છે કે અત્યારથી માસ્ક લગાવવું ખૂબ જરૂરી છે. તેની સાથે જ જો વાયરલના લક્ષણ દેખાય તો પોતાને આઇસોલેટ કરવા પણ જરૂરી છે. બે રિસર્ચ જણાવે છે કે બીએફ.7 વેરિએન્ટ અન્ય ઓમિક્રોન સબ-વેરિએન્ટની તુલનામાં પહેલાની વેક્સીનેશન અને એન્ટીબોડીથી બચી શકે છે એટલા માટે આ પહેલાં વધુ સંક્રમક ગણવામાં આવે છે. 

OMICRON BF.7 ના લક્ષણ 
લક્ષણ લગભગ પહેલાં જેવા જ છે પરંતુ શરીરમાં દુખાવો અત્યાર સુધી પ્રમુખ સમસ્યા ગણવામાં આવી રહી છે. વિશેષજ્ઞોના અનુસાર દિવાળીની ભીડમાં આ નવા COVID સંસ્કરણની વધુ એક લહેરને ટ્રિગર કરવાની ક્ષમતા છે. એટલા માટે સાવધાની વર્તવાની સલાહ આપતાં લોકોને જરૂરી પગલાં ભરવા જોઇએ. અફસોસ કરવાના બદલે સુરક્ષિત રહેવું જરૂરી છે.  

આ લક્ષણ છે પ્રમુખ
ફીવર
ગળુ ખરાબ થવું
થાક
ખાંસી
નાકમાંથી પાણી વહેવું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news