ગુજરાત પર મોટી આફત આવશે : ગુજરાતમાં ભારે વરસાદ સાથે તોફાની વાવાઝોડાની આગાહી, 100-120 કિમીની ઝડપે પવન ફૂંકાશે

Cyclone Alert : તો મે મહિનાના અંતમાં ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું... 6 દિવસ બાદ બંગાળની ખાડીમાં આકાર પામશે ચક્રવાત.. ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાત થશે વાવાઝોડાથી પ્રભાવિત

ગુજરાત પર મોટી આફત આવશે : ગુજરાતમાં ભારે વરસાદ સાથે તોફાની વાવાઝોડાની આગાહી, 100-120 કિમીની ઝડપે પવન ફૂંકાશે

Gujarat Weather Forecast : ગુજરાતના ખેડૂતો માટે વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત પર એક મોટું વાવાઝોડું ત્રાટકી શકે છે. જી હા, ભારત સરકારના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આવતા અઠવાડિયા બંગાળની ખાડીમાં એક ભયાનક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને તેનાથી ઓડિશા, મહારાષ્ટ્ર તેમજ આપણું ગુજરાત પ્રભાવિત થશે. 26 મેથી 4 જૂન દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે અને ભારે વરસાદ પણ પડશે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 20, 2024

પશ્વિમ બંગાળમાં 100થી 120 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદ સાથે ભારે તોફાનની આગાહી આપી છે. 22મી મેની આસપાસ બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આકાર લેશે અને મે મહિનાના અંતમાં કે જૂન મહિનાની શરૂઆતમાં આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે. તો એક વાવાઝોડાની નુકસાનીનો સર્વે પૂરો નથી થયો ત્યાં તો ગુજરાત પર વધુ એક ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 22, 2024

દેશમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયુ છે. આંદામાન-નિકોબાર ચોમાસું બેસી ગયું છે. પરંતુ તે પહેલા ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી થશે. મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં આ ચક્રવાત આકાર લેશે. તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે. અંબાલાલ પટેલે આગાહી કરી કે, 26મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા છે. પશ્ચિમ બંગાળમાં 100-120 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જો આ ચક્રવાત ઓમાન તરફ ન ફંટાય તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે. 

 

અમદાવાદમાં પહેલીવાર રેડ એલર્ટ
આજે અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી કાળો કેર વર્તાવશે. 21 થી 25 મે સુધી અમદાવાદમાં ગરમી મામલે રેડ એલર્ટ અપાયું છે. અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રી અને તેથી વધુ પણ જઇ શકે છે. ગરમી મામલે રેડ એલર્ટને લઇને મ્યુનિસિપલ તંત્ર પણ એલર્ટ મોડ પર છે. હેલ્થ વિભાગ દ્વારા વિશેષ એડવાઇઝરી જાહેર કરાઇ છે. અત્યંત જરૂરના કામ વગર બપોરે બહાર ન નિકળવાની તંત્રની લોકોને તાકીદ કરાઈ છે. પ્રવાહી વસ્તુઓનુ મહત્તમ સેવન અને શરીરના અંગો ઢાંકીને રાખવા સૂચના અપાઈ. તેમજ 12 થી 4 તમામ બાંધકામ સાઇટ બંધ રાખવાના આદેશ અપાયા છે. મ્યુનિ.તંત્ર સંચાલીત uhc અને chc માં તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. એએમસી હસ્તકના તમામ ગાર્ડન રાતના 11 વાગ્યા સુધી ખુલ્લા રખાશે. 

ઓમાન તરફ નહિ ફંટાય તો નુકસાની વેરશે 
અંબાલાલ પટેલે કહ્યું કે, 26 મે ના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા છે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર થશે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે. આ સમયે 100-120 km ની ઝડપે પવન ફૂંકાશે. અરબસાગરમા મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર બનશે. 8 જૂન બાદ આરબસાગરમાં ચક્રવાતને કારણે વીજકરંટની શક્યતા પણ છે. આંધીવંટોળ સાથે વરસાદની ગતિવિધિ સાથે શક્યતા છે. ચક્રવાત જો ઓમાન તરફ ન ફાંટાય તો સાગરના માધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 20, 2024

— Zee 24 Kalak (@Zee24Kalak) May 20, 2024

 

આઈએમડીએ પણ કહ્યું કે, આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાને નકારી શકાતી નથી. કારણ કે મેને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે. જો ચક્રવાત રચાય છે તો ચોમાસાની પ્રગતિ પર તેની અસરની હજુ સુધી આગાહી કરી શકાતી નથી. કારણ કે તે તેના ટ્રેક અને તીવ્રતા પર નિર્ભર રહેશે. 

મે મહિનો એટલે ચક્રવાતનો મહિનો 
આઈએમડીએ પણ કહ્યું કે, 22 મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર હવાના નિમ્ન દબાણનો વિસ્તાર બનતો જોવા મળે છે. આનાથી કેરળમા ચોમાસું આગળ વધશે. પરંતું આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાને નકારી શકાતી નથી. કારણ કે મેને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે. જો ચક્રવાત રચાય છે તો ચોમાસાની પ્રગતિ પર તેની અસરની હજુ સુધી આગાહી કરી શકાતી નથી. કારણ કે તે તેના ટ્રેક અને તીવ્રતા પર નિર્ભર રહેશે.

સિસ્ટમ ધીમે ધીમે ચક્રવાતમાં ફેરવાય તેવી નોંધપાત્ર સંભાવનાઓ
જ્યારે સ્કાયમેટ વેધર સર્વિસીસના પ્રમુખ જીપી શર્માએ જણાવ્યું હતું કે સિસ્ટમમાં ચક્રવાત બનવાની સંભાવના વધારે છે. પરંતુ તે ચોમાસાની પ્રગતિને અવરોધે તેવી શક્યતા નથી. બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે ચક્રવાતમાં ફેરવાય તેવી નોંધપાત્ર સંભાવનાઓ છે. જ્યારે તે રચાય છે, ત્યારે તે ચોમાસાની પ્રગતિને અવરોધે તેવી શક્યતા નથી, તેના બદલે તે તેની પ્રગતિમાં મદદ કરશે.

દક્ષિણ બંગાળની ખાડીમાં નીચા દબાણની સિસ્ટમ વિકસિત થશે
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રોપિકલ મેટિરોલોજીના વરિષ્ઠ આબોહવા વિજ્ઞાની રોક્સી મેથ્યુ કોલે જણાવ્યું હતું કે, “આગામી સપ્તાહે દક્ષિણ બંગાળની ખાડીમાં નીચા દબાણની સિસ્ટમ ચોક્કસપણે વિકસિત થશે. દરિયાની સપાટીનું તાપમાન ખૂબ ગરમ છે. તેથી દરિયાની સ્થિતિ અનુકૂળ છે. મેડન-જુલિયન ઓસિલેશન ટૂંક સમયમાં ત્યાં પહોંચી રહ્યું છે. જેના કારણે પવન પણ અનુકૂળ થઈ રહ્યો છે.

ચોમાસાનું આગમન
ભારતમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસાનું આગોતરું આગમન થયું છે. માલદીવ અને કોમોરીન સહીત ભારતના બંગાળાની ખાડી, નિકોબાર અને દક્ષિણ અંદમાનમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આમ, વિધિવત રીતે દક્ષિણ પશ્ચિમી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. પરંતું બીજી તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. અમદાવાદ સહિત 10 જિલ્લાઓમાં આજે ઓરેન્જ અલર્ટ અપાયું છે. તો રાજ્યના ત્રણ જિલ્લાઓમાં યેલો અલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, કચ્છ, બનાસકાંઠામાં આજે ઓરેન્જ એલર્ટ છે. તો સુરેન્દ્રનગર આણંદ અમરેલીમાં આજે  યેલો અલર્ટ છે. આમ, રાજ્યના 13 જિલ્લાઓમાં આજે ઉષ્ણ લહેરની ચેતવણી અપાઈ છે. મે મહિનામાં ગુજરાત અગનભઠ્ઠી બની ગયું છે. રવિવારે ગુજરાતના 10 શહેરોમાં પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જેમાં હિંમતનગરમાં રવિવારે 46.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં રવિવાર 45 ડિગ્રી સાથે સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો.

આગામી પાંચ દિવસ મોટ ભાગના શહેરોમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન રહ્યું. આમ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાકમાં યલો અલર્ટ છે. એટલું જ નહીં, દેશમાં પણ ગરમી હાહાકાર મચાવી રહી છે. દિલ્લીના નજફગઢમાં તાપમાનનો પારો 48 ડિગ્રી પર પહોંચ્યો છે. તો ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીનું અલર્ટ જાહેર કરાયું છે. દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, રાજસ્થાન માટે રેડ વોર્નિંગ જાહેર કરાઈ છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાત માટે ઓરેન્જ અલર્ટ છે. આ સીઝનમાં ન માત્ર દિવસે પરંતુ રાત્રે પણ ગરમી પવનો ફુંકાતા વધુ અકળામણનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે પણ 33 થી 36 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news