Passport: ફરી બદલાયો પાસપોર્ટ માટે નો નિયમ, આ ડોક્યુમેન્ટ નહીં હોય તો પડશે ધરમધક્કો!

પાસપોર્ટ એ હાલના તબક્કે સૌથી જરૂરી બબાત બની ગઈ છે. એક દેશમાંથી બીજા દેશમાં જવું હવે સમયની જરૂરીયાત બન્યું છે. નોકરી, ધંધા-રોજગાર અને ઘણીવાર લગ્ન જેવા સામાજિક સંબંધોના તાણાવાણા તમને તમારા વતનથી દૂર બીજા દેશમાં લઈ જવાનું કારણ બને છે. એવામાં તેના માટે તમારે સૌથી જરૂરી ડોક્યુમેન્ટ ગણાય છે પાસપોર્ટ.
Passport: ફરી બદલાયો પાસપોર્ટ માટે નો નિયમ, આ ડોક્યુમેન્ટ નહીં હોય તો પડશે ધરમધક્કો!

Passport Rules Change: પાસપોર્ટ એ હાલના તબક્કે સૌથી જરૂરી બબાત બની ગઈ છે. એક દેશમાંથી બીજા દેશમાં જવું હવે સમયની જરૂરીયાત બન્યું છે. નોકરી, ધંધા-રોજગાર અને ઘણીવાર લગ્ન જેવા સામાજિક સંબંધોના તાણાવાણા તમને તમારા વતનથી દૂર બીજા દેશમાં લઈ જવાનું કારણ બને છે. એવામાં તેના માટે તમારે સૌથી જરૂરી ડોક્યુમેન્ટ ગણાય છે પાસપોર્ટ.

જાણો શું થયો નિયમોમાં બદલાવઃ
સરકારી કામગીરીમાં વારંવાર નિયમો બદલાતા હોય છે તમે પણ કોઈ સરકારી ઓફિસમાં કામકાજ માટે જાઓ તો નવી અપડેટ પહેલાંથી જ મેળવીને જશો નહીં તો તમને ધરમધક્કો પડી શકે છે. હવે પાસપોર્ટ માટે નિયમો બદલાઈ ગયા છે. સરકારે આપેલું કે આધારની સાઈટ પરથી ડાઉનલોડ કરેલું કાર્ડ જ ચાલશે. પાસપોર્ટ કેન્દ્ર પર નાનું સ્માર્ટ આધારકાર્ડ લઈને પહોંચી જશો તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે તમને ધરમ ધક્કો પડશે. તમારે એ ડેટ માટે દોડાદોડી થઈ જશે. પાસપોર્ટ માટે હવે સ્માર્ટકાર્ડ ચાલતું નથી. 

આ ડોક્યુમેન્ટ નહીં ગણાય માન્યઃ
જો તમારી પાસે જાતે બનાવેલું લેમિનેશનવાળું આધાર કાર્ડ હશે તો પાસપોર્ટ સેવા કેન્દ્રમાં તમારી અરજી સબમિટ થઈ શકશે નહીં અને તમારે ધક્કો ખાવો પડશે. હાલમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર પર આવતા ઘણા અરજદારોને તેમની પાસે સરકાર તરફથી મળેલું પૂરેપૂરું આધાર કાર્ડ અથવા તો અથવા આધાર કાર્ડની વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરેલી કલર કોપી માગવામાં આવે છે. જોકે મોટાભાગના અરજદારો પાસે જાતે બનાવેલું આધારકાર્ડ સ્માર્ટ કાર્ડ હોવાથી તેઓ પાસપોર્ટ સેવા કેન્દ્ર પર પહોંચે છે. જેને પગલે તેઓ હેરાન થવા લાગે છે. તમારી પાસે પણ ઓરિજનલ કલર કોપી આખી નથી તો તમારે પહેલાં જ ડાઉનલોડ કરી લેવાની જરૂર છે. 

કેમ રાખવામાં આવી રહી છે સતર્કતા?
ડુપ્લીકેટ આધારકાર્ડ પર પાસપોર્ટ નીકળી ન જાય તેને ધ્યાનમાં રાખીને પાસપોર્ટ કચેરીએ સરકારમાંથી હવે નવા આદેશો આવી ગયા છે. જેને પગલે હવે વિવાદો વધવા લાગ્યા છે. કહેવાય છે કે થોડા દિવસો પહેલાં આ મામલે મોટી બબાલ પણ થઈ ચૂકી હતી અને પોલીસને બોલાવવી પડી હતી. હવે તમારી પાસે ઓરિજીનલ સ્માર્ટ કાર્ડ અથવા તો સરકારની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરેલી કલર કોપી માન્ય રાખવામાં આવે છે. 

નવાઈની વાત એ છે કે જ્યારે અરજદાર કોઈપણ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પ્રવેશ કરતા અરજી સાથે ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે જાય છે ત્યારે ફરજ પરના અધિકારીઓ આ વાત ધ્યાને દોરતા નથી અને તેમની પાસે જાતે બનાવેલું આધારકાર્ડ અરજી માન્ય રાખી આગળના કાઉન્ટર ઉપર ધકેલી દે છે. જ્યારે ફાઈનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સુધી તેઓ પહોંચે ત્યારે તેમની પાસે રહેલું આધારકાર્ડ માન્ય કરાતું નથી. જેને કારણે અરજદારે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહીને પછી પરત ફરવું પડે છે.

હવે તેમની અરજી હોલ્ડ પર રાખી પ્રક્રિયા ફરીથી કરવાનું કહેવામાં આવે છે અથવા તો તેમને નવી તારીખ આપવામાં આવે છે. આમ અરજદારને પાસપોર્ટ સેવા કેન્દ્રમાં આખી પ્રક્રિયા પૂર્ણ કરવામાં ચારથી પાંચ કલાક જેટલો સમય લાગી જાય છે. સાથે સાથે આખો દિવસ બગડ્યા બાદ પણ આધારકાર્ડ મુદ્દે ધક્કો ખાવાનો વારો આવે છે. જેથી આ મુદ્દે અરજદારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news