Hijab controversy : બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીનો હિજાબ કઢાવાયો, વિવાદ થતા પરીક્ષા કેન્દ્ર સંચાલકને હટાવાયા

Hijab controversy In Board Exam : બોર્ડની પરીક્ષામાં હિજાબનો વિવાદ વકર્યો... અંકલેશ્વરમાં સુપરવાઇઝરે નિયમો વિરુદ્ધ વિદ્યાર્થિનીનો હિજાબ કઢાવ્યો.. હિજાબ કઢાવવાની ઘટનાના CCTV સામે આવ્યા

Hijab controversy : બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીનો હિજાબ કઢાવાયો, વિવાદ થતા પરીક્ષા કેન્દ્ર સંચાલકને હટાવાયા

Ankleshwar News ભરત ચુડાસમા/ભરૂચ : અંકલેશ્વરમાં ધો.10 બોર્ડની પરીક્ષામાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓના હિજાબ કઢાવતા વિવાદ સર્જાયો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પરીક્ષા કેન્દ્રના સંચાલકને તત્કાલ ધોરણે હટાવી અને નવા સંચાલકની નિમણૂંક કરી છે. હિજાબ કઢાવવાની ઘટનાના CCTV સામે આવ્યા છે.

ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીનીનો હિજાબ કઢાવ્યો હતો 
ભરૂચના અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં નવો વિવાદ સામે આવ્યો છે. અંકલેશ્વર GIDCમાં આવેલી લાયન્સ સ્કૂલમાં ધો.10ની બોર્ડની પરીક્ષાના ગણિતના પેપરમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓને ક્લાસરૂમમાં હિજાબ કઢાવાતા વિવાદ સર્જાયો છે. ભરૂચના અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં નવો વિવાદ સામે આવ્યો છે. અંકલેશ્વર GIDCમાં આવેલી લાયન્સ સ્કૂલમાં ધો.10ની બોર્ડની પરીક્ષાના ગણિતના પેપરમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓને ક્લાસરૂમમાં હિજાબ કઢાવાતા વિવાદ સર્જાયો છે. આ મામલે વાલીઓએ ગેરવર્તનના આરોપ સાથે શાળાએ પહોંચીને ફરિયાદ કરી હતી. ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરવામાં આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક અસરથી પરીક્ષા કેન્દ્રના સંચાલકને હટાવી નવા કેન્દ્ર સંચાલકની નિમણૂક કરી દેતા મામલો શાંત પડ્યો છે.

વિદ્યાર્થીનીઓના પેપર પર અસર પડી 
અંકલેશ્વરની લાયન્સ શાળામાં ધો.10ની બોર્ડની પરીક્ષા શરૂ થતા પહેલા ક્લાસરૂમમાં બેઠેલી મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ પહેરેલો હિજાબ કઢાવી નાખતા વિવાદ છંછેડાયો હતો. વાલીઓનો આરોપ છે કે વિદ્યાર્થિનીઓએ કોઈ ચોરી કરી હોય તેમ ક્લાસની વચ્ચે જ તેમને આ રીતે હિજાબ કઢાવાતા પેપર પર તેની અસર થઈ છે. વાલીઓએ સ્કૂલના પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

આ મામલે ભરૂચના જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ રાવલે કહ્યું કે, આચાર્ય સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે કહ્યું કે, વિદ્યાર્થિઓની ઓળખ માટે તેમણે આ કર્યું છે. બોર્ડની ગાઈડલાઈનમાં પહેરવેશ અંગે કોઈ સૂચના નથી. બધા પોશાક પહેરીને વિદ્યાર્થી પરીક્ષા આપી શકે છે. CCTV ચેક કરતા મને ફરિયાદમાં તથ્ય જણાતા મેં શાળાના પરીક્ષાના સ્થળ સંચાલકને બદલવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news