VIDEO: તમે તો અમદાવાદના આ પોશ વિસ્તારમાં નથી રહેતા ને! એક ઈંચમાં જ સોસાયટીઓ જળમગ્ન અને રોડ પાણીમાં ડૂબ્યા

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી બાદ વરસેલા કમોસમી વરસાદને કારણે અમદાવાદના બોપલ વિસ્તારની અનેક સોસાયટીઓ જળમગ્ન થઈ ગઈ છે. રોડ પાણીમાં ડૂબી ગયા છે. અને સોસાયટીમાં રહેતા લોકો પાણી વચ્ચે થઈને જવા માટે મજબૂર બન્યા છે.

VIDEO: તમે તો અમદાવાદના આ પોશ વિસ્તારમાં નથી રહેતા ને! એક ઈંચમાં જ સોસાયટીઓ જળમગ્ન અને રોડ પાણીમાં ડૂબ્યા

Ahmedabad Rains: અમદાવાદ સહિત રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી ગઈ છે. પરંતુ આ માવઠું અનેક આફતો લઈને આવ્યું છે. અન્નદાતાએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, તો નિંદ્રાધીન તંત્ર અને તેની ઘોર બેદરકારી કારણે શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. જુઓ નિષ્ઠુર તંત્રના પાપે મુશ્કેલીમાં મુકાયેલા નાગરિકોનો આ અહેવાલ.

આ છે ગુજરાતનું હ્રદય કહેવાતા આપણા અમદાવાદના દ્રશ્યો. એ અમદાવાદ જેની મહાનગર પાલિકા સૌથી ધનાઢ્ય છે. એ અમદાવાદ જેનું કરોડનું બજેટ શહેરીજનોની સુખાકારી માટે વાપરવામાં આવતું હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ અહીં જુઓ શહેરમાં આવેલા સામાન્ય વરસાદમાં જ શહેરીજનોના હાલ બેહાલ થઈ ગયા છે. હવામાન વિભાગની આગાહી બાદ વરસેલા કમોસમી વરસાદને કારણે અમદાવાદના બોપલ વિસ્તારની અનેક સોસાયટીઓ જળમગ્ન થઈ ગઈ છે. રોડ પાણીમાં ડૂબી ગયા છે. અને સોસાયટીમાં રહેતા લોકો પાણી વચ્ચે થઈને જવા માટે મજબૂર બન્યા છે. તંત્રની નિષ્કાળજી અને ઉદાસિનતાને કારણે લાખોનો ટેક્સ ભરતા શહેરીજનો પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. 

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જે વરસાદ વરસ્યો તે સાવ સામાન્ય હતો અને ચોમાસું પણ નહતું. ઉનાળામાં વરસેલા આ માવઠાથી સૌથી માઠી દશા અમદાવાદના બોપલમાં રહેતા લોકોની બેસી છે, આ દ્રશ્યો જુઓ બોપલની વિભૂષા સોસાયટીમાં પાસે આવેલી હરી ઓમ વિલા પાસે પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાને કારણે લોકોને સોસાયટીમાં અવર જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત આ મામલે રજૂઆતો કરી છતાં કોર્પોરેશન કંઈ જ કરતું નથી. અધિકારીઓને ફરિયાદો કરી છતાં તેઓ કંઈ જ ઉકેલ લાવતા નથી. 

તો આ દ્રશ્યો બોપલની અક્ષર લક્ઝુરિયા નજીકના છે...જ્યાં પાણી ભરાયેલા જોઈ શકાય છે. કમોસમી વરસાદ પડ્યો તેને 12 કલાકથી પણ વધુનો સમય થઈ ગયો છે. પરંતુ સામાન્ય વરસાદમાં પણ હજુ સુધી પાણી ઓસર્યા નથી. ગત વર્ષે પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયું હતું. અધિકારીઓની અણઆવડતને કારણે પાણી ભરાયેલા હતા. હજુ તો ચોમાસુ શરૂ થયું જ નથી ત્યાં ઉનાળામાં પણ લોકો પાણી વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે. 

અમદાવાદના વિકાસની બહુ મોટી મોટી વાતો થાય છે. રાજ્યમાં સૌથી વિકસિત શહેરનું બિરુદ આ શહેરને મળેલું છે. પરંતુ શહેરમાં જે નવા વિસ્તારો ભળે છે તેની જાણે માઠી દશા ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. બોપલ વિસ્તાર ત્રણ વર્ષ પહેલા જ અમદાવાદ મહાનગરપાલિકામાં ભળ્યો છે. પરંતુ બોપલના લોકોને મહાનગરપાલિકામાં સમાવેશ થયાનો જાણે કોઈ જ લાભ મળતો હોય તેમ લાગતું નથી. ઊંચો ટેક્સ આપીને પણ અસુવિધાનો સામનો શહેરીજનોએ કરવાનો વારો આવ્યો છે. ત્યારે જોવું રહ્યું કે મહાનગરપાલિકાના સત્તાધિશો ક્યારે આ પાણીમાંથી રહીશોને મુક્તિ આપે છે તે જોવું રહ્યું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news