ગુજરાતમાં આ 14 લોકસભા બેઠકો પર મોદી કરશે પ્રચારના શ્રી ગણેશ, જાણો કઈ છે બેઠક અને કોણ છે ઉમેદવાર

Loksabha Election 2024: ગુજરાતના સ્થાપના દિનના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારની બાગડોળ સંભાળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં 1 અને 2 મેના રોજ કાર્યક્રમ ગોઠવાયો છે. જેમાં લોકસભાની 16 બેઠકો માટે પીએમ મોદી બે દિવસમાં જ 6 જાહેરસભાઓ ગજવશે.

ગુજરાતમાં આ 14 લોકસભા બેઠકો પર મોદી કરશે પ્રચારના શ્રી ગણેશ, જાણો કઈ છે બેઠક અને કોણ છે ઉમેદવાર

Loksabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન પૂરું થતાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની 26 પૈકી 25 બેઠકો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ત્યારે ગુજરાતના સ્થાપના દિનના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારની બાગડોળ સંભાળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં 1 અને 2 મેના રોજ કાર્યક્રમ ગોઠવાયો છે. જેમાં લોકસભાની 16 બેઠકો માટે પીએમ મોદી બે દિવસમાં જ 6 જાહેરસભાઓ ગજવશે. 1 મેના રોજ પીએમ મોદી ડીસા અને હિંમતનગરમાં સભા ગજવશો તો 2 મેના રોજ આણંદ, વઢવાણ, જામનગર, જૂનાગઢમાં જનસભા સંબોધશે.

No description available.

1 મેના રોજ પીએમ મોદીનો કાર્યક્રમ
પીએમ મોદી ઉત્તર ગુજરાતની 5 બેઠકોથી પ્રચારની શરૂઆત કરશે. જેમાં પીએમ ગુજરાતના સ્થાપના દિને (1 મે) ડીસા અને હિંમતનગરથી પ્રચારના શ્રી ગણેશ કરશે. જેમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અમદાવાદ પૂર્વનો સમાવેશ થશે. પીએમ મોદી પહેલી મેના રોજ બપોરે 3.30 વાગે ડીસા એરોડ્રોમ ગ્રાઉન્ડમાં સભા ગજવશે, જ્યારે બીજી સભા 5.15 વાગે હિંમતનગરના મોદી ગ્રાઉન્ડમાં યોજશે.

No description available.

2મેના રોજ પીએમનો કાર્યક્રમ
તેવી રીતે 2જી મેના રોજ પીએમ મોદી આણંદ, વઢવાણ, જૂનાગઢ, જામનગર દક્ષિણમાં સભાઓ ગજવશે. જેમાં આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગરનો સમાવેશ થશે. પીએમ મોદી બીજા દિવસે 11 વાગે આણંદના શાસ્ત્રી ગ્રાઉન્ડમાં સભા ગજવશે. ત્યારબાદ 1 વાગે  વઢવાણમાં ત્રિમંદિર ગ્રાઉન્ડમાં સભા ગજવશે. 3.30 વાગે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી અને 5 વાગે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં સભાઓ ગજવશે. આમ પીએમ કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે. જેમાં દરેક સભામાં આસપાસની ત્રણ-ચાર બેઠકોને આવરી લેવાશે.

No description available.

મહત્વનું છે કે, ભાજપ ગુજરાતમાં 156 બેઠકો પર વિજયી થયેલો છે. જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં પણ લગભગ ભાજપનું શાસન છે એટલે મોટાભાગના શહેરી વિસ્તારોમાં ભાજપને કઠિનાઇનો સામનો કરવો પડે એવો કોઇ પડકાર નથી. પરંતુ ભરૂચ અને ભાવનગર લોકસભામાં કોંગ્રેસે આપને બેઠકો આપેલી છે. આ સિવાયની રસપ્રદ જંગ રાજકોટમાં બને એવી સંભાવના છે. અહીં ક્ષત્રિય વિવાદથી ભાજપના પરશોત્તમ રૂપાલા સામે મોટો પડકાર છે તો કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર પરેશ ધાનાનીને ઊભા રાખ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપ માટે આણંદ, રાજકોટ, બનાસકાંઠા, વલસાડ, સુરેન્દ્રનગર, જામનગર જેવી બેઠકો પર ક્ષત્રિયોનો પડકાર છે. ક્ષત્રિય સમાજ સાથે હાલ અલગ અલગ જિલ્લાઓમાં જઇ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બેઠકો યોજી મામલો થાળે પાડવાના પ્રયાસો કરી રહ્યા છે. બીજી બાજુ સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સોમવારે બિન હરિફ ચૂંટાયેલા જાહેર થયા છે આને પગલે રાજ્યની હવે 25 બેઠકો પર જ ખરાખરીનો જંગ રહ્યો છે. 

ગુજરાતના ભાજપ અને કોંગ્રેસ-આપના 26-26 ઉમેદવારોની યાદી

બેઠક                               ભાજપ                                     કોંગ્રેસ + આપ
ગાંધીનગર                    અમિત શાહ                                સોનલબેન પટેલ
કચ્છ (SC)                વિનોદભાઈ ચાવડા                           નિતેશ લાલણ
બનાસકાંઠા                 રેખાબેન ચૌધરી                            ગેનીબેન ઠાકોર
પાટણ                       ભરતસિંહજી ડાભી                           ચંદનજી ઠાકોર
અમદાવાદ પશ્ચિમ (SC) દિનેશભાઈ મકવાણા                     ભરત મકવાણા
રાજકોટ                     પરશોત્તમ રૂપાલા                            પરેશ ધાનાણી
પોરબંદર                  મનસુખભાઈ માંડવિયા                       લલિત વસોયા
જામનગર                     પૂનમબેન માડમ                           જે.પી. મારવિયા
આણંદ                       મિતેશભાઈ પટેલ                            અમિત ચાવડા
ખેડા                           દેવુસિંહ ચૌહાણ                             કાળુસિંહ ડાભી
પંચમહાલ                  રાજપાલસિંહ જાદવ                        ગુલાબસિંહ ચોહાણ
દાહોદ (ST)             જસવંતસિંહ ભાભોર                        પ્રભાબેન તાવિયાડ
ભરૂચ                      મનસુખભાઈ વસાવા                      ચૈતર વસાવા (AAP)
બારડોલી (ST)           પ્રભુભાઈ વસાવા                            સિદ્ધાર્થ ચૌધરી
નવસારી                   સી.આર. પાટીલ                                 નૈષદ દેસાઈ
સાબરકાંઠા               શોભનાબેન બારૈયા                            તુષાર ચૌઘરી
અમદાવાદ પૂર્વ             હસમુખ પટેલ                               હિંમતસિંહ પટેલ
ભાવનગર                નિમુબેન બાંભણિયા                       ઉમેશ મકવાણા (AAP)
વડોદરા                       હેમાંગ જોશી                             જયપાલસિંહ પઢિયાર
છોટા ઉદેપુર              જશુભાઈ રાઠવા                              સુખરામ રાઠવા
સુરત                           મુકેશ દલાલ                                 નિલેશ કુંભાણી
વલસાડ                        ધવલ પટેલ                                     અનંત પટેલ
જૂનાગઢ                     રાજેશ ચુડાસમા                             હિરાભાઈ જોટવા
સુરેન્દ્રનગર                 ચંદુભાઈ શિહોરા                             ઋત્વિક મકવાણા
મહેસાણા                  હરિભાઈ પટેલ                                  રામજી ઠાકોર
અમરેલી                     ભરત સુતરિયા                                જેનીબેન ઠુંમ્મર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news