વિધિના બહાને મહિલા પર દુષ્કર્મ! તાંત્રિકે કહ્યું- 'રૂમમાં વિધિ કરીશું તો રૂપિયાનો વરસાદ થશે, પછી...

Surat News: તાંત્રિક વિધિના નામે મહિલાના રૂમમાં લઈ જઈ રૂમનો દરવાજા અંદરથી બંધ કરી પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. જે સંદર્ભે પીડિતા દ્વારા ગત રોજ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા લિંબાયતના ગોવિંદ નગરમાં રહેતા 56 વર્ષીય આરોપી અહેમદનૂર પઠાણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

 વિધિના બહાને મહિલા પર દુષ્કર્મ! તાંત્રિકે કહ્યું- 'રૂમમાં વિધિ કરીશું તો રૂપિયાનો વરસાદ થશે, પછી...

ઝી બ્યુરો/સુરત: ડિંડોલીમાં મહિલાને ભેટી ગયેલા તાંત્રિકે તાંત્રિક વિધી કરવાથી ઘરમાં લક્ષ્મીજી આવશે અને ઘરમાં રૂપિયાનો વરસાદ થશે તેવો જાસો આપી વિધીના કરવાના બહાને રૂમમાં લઈ જઈ જબરજસ્તી બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે મહિલાની ફરિયાદને આધારે ગણતરીના કલાકોમાં તાત્રિકને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

તાંત્રિક ઘરમાં વિધિ કરશે તો રૂપિયાનો વરસાદ થશે
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ડિડોલીમાં રહેતી મહિલા છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહી હતી. જે સંદર્ભે તેણે પોતાના પડોશમાં રહેતી એક મહિલાને વાત કરતાં આ મહિલા દ્વારા તેના ધ્યાનમાં એક તાંત્રિક હોવાનું જણાવ્યું હતું અને આ તાંત્રિક ઘરમાં વિધિ કરશે તો રૂપિયાનો વરસાદ થશે તેવું જણાવ્યું હતું. 

મહિલાએ તાંત્રિકનો સંપર્ક કર્યો
પડોશમાં રહેતી મહિલાની વાતમાં વિશ્વાસ કરીને પીડિત મહિલાઍ લિંબાયત ખાતે રહેતા અહેમદનુર અલ્લાનુર પઠાણ નામક તાંત્રિકનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં તાંત્રિકે પોતાની લોભામણી વાતોમાં ફોસલાવ્યા બાદ મહિલાને તમારા ભાગ્યમાં લક્ષ્મી હોય જે મેળવવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે અને વિધિ બાદ રૂપિયાનો નિદ્વિતપણે વરસાદ થશે તેમ જણાવ્યું હતું. 

મહિલાના રૂમમાં લઈ જઈ પાશવી બળાત્કાર ગુજાર્યો
એક સપ્તાહ પૂર્વે અહેમદનૂર પઠાણ મહિલાના ઘરે પહોંચ્યો હતો અને તાંત્રિક વિધિના નામે મહિલાના રૂમમાં લઈ જઈ રૂમનો દરવાજા અંદરથી બંધ કરી પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. જે સંદર્ભે પીડિતા દ્વારા ગત રોજ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા લિંબાયતના ગોવિંદ નગરમાં રહેતા 56 વર્ષીય આરોપી અહેમદનૂર પઠાણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

હાલ તો લિંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news