રાજકોટમાં પોલીસ દ્વારા આજે મેગા ડ્રાઇવ, લોકોને ટ્રાફિક નિયમ અંગેનો ભણાવ્યો પાઠ

રાજકોટ શહેરમાં કુલ 18 જગ્યા પર એક ડીસીપી, બે એસીપી સહિત 150થી વધુ પોલીસ કર્મી દ્વારા મેગા ડ્રાઇવ કરવામાં આવી હતી.

રાજકોટમાં પોલીસ દ્વારા આજે મેગા ડ્રાઇવ, લોકોને ટ્રાફિક નિયમ અંગેનો ભણાવ્યો પાઠ

રક્ષિત પંડ્યા, રાજકોટ: શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા અને ટ્રાફિક નિયમોનું કડક રીતે પાલન થાય તે માટે પોલીસ દ્વારા આજે મેગા ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી હતી. રાજકોટ શહેરમાં કુલ 18 જગ્યા પર એક ડીસીપી, બે એસીપી સહિત 150થી વધુ પોલીસ કર્મી દ્વારા મેગા ડ્રાઇવ કરવામાં આવી હતી.

જેમાં ટ્રાફિક નિયમનું પાલન ન કરનારને અટકાવી દંડ વસૂલી ટ્રાફિક નિયમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરી રાજકોટમાં લોકો વધુને વધુ હેલ્મેટ પહેરી પોતાની સલામતી જાળવે તે માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સાથે આજના દિવસે લાયસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓને રોકી દંડ ફટકારી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનિય છે કે, વિદ્યાર્થીઓ લાયસન્સ વગર વાહન ન ચલાવે તે માટે શૈક્ષણિક સંસ્થાઓ સાથે બેઠક કરી પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને સૂચન અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news