વડોદરા: કલાના માધ્યમથી મતદારોને અનોખી અપીલ, રોડ પર બનાવ્યા 3ડી પેઇન્ટિંગ

સમગ્ર ગુજરાતમાં વડોદરા ખાતે સૌપ્રથમવાર મતદારોમાં મતદાનને લઈને જાગૃતિ આવે તે માટે જિલ્લા ચૂંટણી વહીવટી તંત્ર દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સૌથી મોટા અને વાહનોની અવરજવરથી ભરચક રહેતા મુખ્યમાર્ગ ઉપર થ્રીડી પેઇન્ટિંગના માધ્યમથી મતદારોને મતદાન કરવાનો સંદેશો આપતું પેઇન્ટિંગ પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
 

વડોદરા: કલાના માધ્યમથી મતદારોને અનોખી અપીલ, રોડ પર બનાવ્યા 3ડી પેઇન્ટિંગ

તૃષાર પટેલ/વડોદરા: સમગ્ર ગુજરાતમાં વડોદરા ખાતે સૌપ્રથમવાર મતદારોમાં મતદાનને લઈને જાગૃતિ આવે તે માટે જિલ્લા ચૂંટણી વહીવટી તંત્ર દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સૌથી મોટા અને વાહનોની અવરજવરથી ભરચક રહેતા મુખ્યમાર્ગ ઉપર થ્રીડી પેઇન્ટિંગના માધ્યમથી મતદારોને મતદાન કરવાનો સંદેશો આપતું પેઇન્ટિંગ પ્રદર્શિત કરવામાં આવ્યું છે.

લોકસભાની ચૂંટણીમાં બહોળા પ્રમાણમાં મતદાન થાય તેવા હેતુથી જિલ્લા ચૂંટણી વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન ઠેરઠેર ચલાવવામાં આવી રહ્યું છે. વિવિધ સંસ્થાઓ શાળાઓ અને જાહેર જગ્યા ઉપર બેનર પોસ્ટર રેલી દ્વારા મતદારોમાં મતદાનને લઈને જાગૃતિ આવે. મતદારો મોટી સંખ્યામાં મતદાન કરી શકે તેવા પ્રયાસો તંત્ર કરી રહ્યું છે. ત્યારે વડોદરાના દાંડિયા બજાર અકોટા બ્રિજ ઉપર મતદારોમાં મતદાન પ્રત્યે જાગરૂકતા આવે તેવા હેતુથી થ્રિડી પેઇન્ટિગ બનાવવામાં આવ્યું છે.

દાહોદ: ઝાલોદના સારમારીયા ગામે તળાવમાં માછીમારી કરવા ગયેલા 5ના મોત

વડોદરા એકલા નગરી તરીકે વિશ્વવિખ્યાત છે ત્યારે શહેરના જ કેટલાક કલાકારો દ્વારા આ પ્રકારનું પેઇન્ટિંગ બનાવીને એક અનોખી પહેલ કરવામાં આવી છે. મતદાન જાગૃતિ માટે રાજ્યમાં પહેલીવાર વડોદરા ખાતે આ પ્રકારનું થ્રીડી પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું છે. અકોટા દાંડિયાબજાર ના મુખ્ય માર્ગ ઉપર 400 સ્ક્વેર ફૂટની જગ્યામાં શહેરના થ્રીડી આર્ટિસ્ટ દ્વારા અવશ્ય મતદાન કરવું તેવા સંદેશા સાથેનું થ્રીડી પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું છે.

એચડી પેન્ટિંગને રસ્તેથી પસાર થતા હજારો રાહદારીઓ વાહન ચાલકો જોઈ શકે તેમ છે. આજે જિલ્લા ચૂંટણી અધિકારીએ થ્રીડી પેઇન્ટિંગના અનાવરણ ખુલ્લુ મૂક્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ વાત કરતાં જણાવ્યું હતું કે, વડોદરા એક કલાની નગરી છે. અને કલાના માધ્યમથી મતદારોમાં મતદાન માટેની અપીલ કરવા માટે આ પ્રકારનું આયોજન વહીવટીતંત્રએ કર્યું છે.

લોકોમાં જાગૃતતા આવે અને વધુ સંખ્યામાં મતદારો મતદાન કરે તે માટે શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે થ્રિડી પેન્ટિંગ બનાવવામાં આવશે. આ ઉપરાંત મતદાનમાં સમગ્ર ગુજરાતમાં વડોદરા મોખરે રહે તે માટેના પ્રયાસો પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news