ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ; જાણો 5 વાગ્યા સુધીમાં ક્યા કેટલું મતદાન થયું?

સાંજના પાંચ વાગ્યા સુધી 55 ટકા મતદાન નોંધાયું છે. વલસાડમાં સૌથી વધુ તો અમરેલીમાં સૌથી ઓછુ મતદાન થયું છે. છેલ્લી ઘડીએ મતદાન વધારવા રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. મતદાન પૂર્ણ થવાના છેલ્લા કલાકોમાં મતદાન મથકો પર લાઈનો લાગી હતી.

ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ; જાણો 5 વાગ્યા સુધીમાં ક્યા કેટલું મતદાન થયું?

Lok Sabha Elections 2024: ગુજરાત સહિત ચૂંટણીવાળા રાજ્યોમાં એકદમ શાંતિપૂર્ણ માહોલમાં ત્રીજા તબક્કાનું મતદાન પુરુ થયું હતું. ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું ગુજરાતમાં 25 બેઠક પર મતદાન સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું છે. મતદાન મથકોના ગેટ બંધ કરી દીધા છે અને અંદર જેટલા મતદારો છે તેઓને મતદાન કરવા દેવામાં આવશે. 

સાંજના પાંચ વાગ્યા સુધી 55 ટકા મતદાન નોંધાયું છે. વલસાડમાં સૌથી વધુ તો અમરેલીમાં સૌથી ઓછુ મતદાન થયું છે. વલસાડમાં સૌથી વધુ 68.12% તો અમરેલીમાં સૌથી ઓછું 45.59% વોટિંગ થયું હતું. છેલ્લી ઘડીએ મતદાન વધારવા રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. મતદાન પૂર્ણ થવાના છેલ્લા કલાકોમાં મતદાન મથકો પર લાઈનો લાગી હતી. છેલ્લી ઘડીના મતદાન માટે મતદારો ઉમટ્યા છે. 

ગુજરાતની 25 લોકસભા બેઠક પર 5 વાગ્યા સુધીમાં સરોરાશ 55.22 ટકા મતદાન નોંધાયું
અમદાવાદ પૂર્વ 49.95%, અમદાવાદ પશ્ચિમ 50.29%, અમરેલી 45.59%, આણંદ 60.44%, બારડોલી 61.01%, ભરૂચ 63.56%, બનાસકાંઠા 64.48%, ભાવનગર 48.59%, છોટા ઉદેપુર 63.76%, દાહોદ 54.78%, ગાંધીનગર 55.65%, જામનગર 52.36%, જૂનાગઢ 53.84%, ખેડા બેઠક 53.83%, કચ્છ બેઠક 48.96%, મહેસાણા 55.23%, નવસારી 55.31%, પોરબંદર 46.51%, પંચમહાલ 53.99%, પાટણ 54.58%, રાજકોટ 54.29%, સાબરકાંઠા 58.82%, સુરેન્દ્રનગર 49.19%, વડોદરા 57.11%, વલસાડ 68.12%

ગુજરાતની પાંચ વિધાનસભાની બેઠક પર 5 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન
વિજાપુર 59.47%, ખંભાત 59.90%, પોરબંદર 51.93%, વાઘોડિયા 63.75%, માણાવદર 48.45%

બનાસકાંઠાના મતદારોએ બમ્પર વોટિંગ કર્યું
લોકસભાની ચૂંટણી માટેનું વહેલી સવારે શરૂ થયેલું મતદાન 6 વાગતાની સાથે જ પૂર્ણ થયું છે. ભાજપ, કોંગ્રેસ સહિત 12 ઉમેદવારોનું ભાવિ મતદાન પૂર્ણ થતાં ઇવીએમ મશીનમાં કેદ થઈ ગયું છે. જોકે આ વખતે બનાસકાંઠાના મતદારોએ બમ્પર વોટિંગ કર્યું છે અને 2019ની લોકસભાના મતદાનનો રેકોર્ડ તોડ્યો છે. આગામી 4 જૂને લોકસભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે ત્યારે સ્પષ્ટ થઈ જશે કે બનાસકાંઠાની જનતાએ કોના તરફી મતદાન કર્યું છે અને કોના ઉપર સંસદનો કળશ ઢોળ્યો છે..

પોરબંદરમાં ઇવીએમ મશીન બંધ કરવામાં આવ્યાં
2024 લોકસભા ની ચુંટણી નું મતદાન પૂર્ણ થયું ત્યારે પોરબંદર બેઠક ખાતે પણ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થતા પોરબંદર બેઠક પરના બુથો પર ઇવીએમ મશીન બંધ કરવામાં આવ્યાં હતા અને સ્ટ્રોંગ રૂમ ખાતે સુરક્ષા વચ્ચે મૂકવામાં આવ્યા છે. 

દેશમાં 5 વાગ્યાં સુધી 60.19 ટકા વોટિંગ
સાંજના 5 વાગ્યાં સુધી 60.19 ટકા વોટિંગ થયું હતું. સાંજે 5 વાગ્યા સુધીમાં, આસામમાં 74.86%, બિહારમાં 56.01%, છત્તીસગઢમાં 66.87%, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં 65.23%, ગોવામાં 72.52%, ગુજરાતમાં 55.22%, કર્ણાટકમાં 66.05%, કર્ણાટકમાં 282%. મધ્ય પ્રદેશમાં %, મહારાષ્ટ્રમાં 53.40%, ઉત્તર પ્રદેશમાં 55.13% અને પશ્ચિમ બંગાળમાં 73.93% મતદાન થયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news