Heart Attack: હાર્ટ એટેક અને પેનિક એટેક વચ્ચે શું છે અંતર ? જાણો બંનેના લક્ષણો અને બચાવની રીત

Heart Attack: મોટાભાગના લોકો હાર્ટ એટેક અને પેનિક અટેક વચ્ચેના તફાવતને જાણતા નથી. આ બંને સ્થિતિના લક્ષણ પણ એક સમાન હોય છે પરંતુ બંને વચ્ચે જમીન આસમાન જેટલું અંતર હોય છે. હાર્ટ એટેક અને પેનિક એટેક વચ્ચેનો તફાવત જાણવો એટલા માટે જરૂરી છે કે હાર્ટ એટેક સમયે ખાસ સારવારની જરૂર પડે છે.

Heart Attack: હાર્ટ એટેક અને પેનિક એટેક વચ્ચે શું છે અંતર ? જાણો બંનેના લક્ષણો અને બચાવની રીત

Heart Attack: આજના સમયમાં દરેક વ્યક્તિને જીવનશૈલી દોડધામ ભરેલી થઈ ગઈ છે. સ્ટ્રેસ અને ચિંતા તો એકદમ સામાન્ય બાબત હોય તેવી સ્થિતિ છે. સ્ટ્રેસ અને ચિંતાના કારણે હાર્ટ એટેક અથવા તો પેનિક અટેક જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. જોકે મોટાભાગના લોકો હાર્ટ એટેક અને પેનિક અટેક વચ્ચેના તફાવતને જાણતા નથી. આ બંને સ્થિતિના લક્ષણ પણ એક સમાન હોય છે પરંતુ બંને વચ્ચે જમીન આસમાન જેટલું અંતર હોય છે. હાર્ટ એટેક અને પેનિક એટેક વચ્ચેનો તફાવત જાણવો એટલા માટે જરૂરી છે કે હાર્ટ એટેક સમયે ખાસ સારવારની જરૂર પડે છે. તો ચાલો તમને જણાવીએ હાર્ટ અટેક અને પેનિક અટેક વચ્ચે શું તફાવત છે અને તેના લક્ષણો કયા કયા છે. 

પેનિક એટેક 

પેનિક એટેક જેને એક્યુટ એન્ઝાઈટી એપિસોડ પણ કહેવાય છે. આ એક ખતરનાક અનુભવ છે. જે સામાન્ય રીતે અચાનક ડર કે ગભરામણની લાગણી કરાવે છે. પેનિક અટેકમાં પણ હૃદયના ધબકારા વધી જાય છે અને શરીર ધ્રુજવા લાગે છે. પેનિક એટેક સામાન્ય રીતે પાંચ મિનિટથી લઈ 30 મિનિટ સુધી રહે છે. કોઈપણ સમયે ક્યાંય પણ આવી શકે છે. 

હાર્ટ અટેક 

હાર્ટ અટેક એક ગંભીર સ્થિતિ છે. હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હૃદય સુધી રક્ત પહોંચતું નથી. હૃદય સુધી રક્ત પહોંચાડતી નળીઓ જ્યારે બ્લોક થઈ જાય છે તો તેના કારણે હૃદયને રક્ત અને ઓક્સિજન પહોંચતું બંધ થઈ જાય છે.  હાર્ટ અટેક વ્યક્તિના મૃત્યુનું કારણ પણ બની શકે છે. 

પેનિક એટેકના લક્ષણો 

ધબકારા વધી જવા 
શ્વાસ લેવામાં સમસ્યા 
બેચેની થવી 
ઠંડી લાગવી કે શરીર ધ્રુજવું 
પરસેવો થવો 
ચક્કર આવી જવા 
શરીર પર કંટ્રોલ ગુમાવી દેવો 

હાર્ટ એટેકના લક્ષણ 

છાતીમાં, જડબામાં દુખાવો 
શ્વાસ લેવામાં તકલીફ 
ઉલટી 
ચક્કર આવવા અને પરસેવો થવો. 
ડાબા હાથ અને ખભામાં દુખાવો 
અત્યંત થાક લાગવો 
શરીરમાં નબળાઈ આવી જવી. 

બચાવના ઉપાય 

જ્યારે છાતીમાં અચાનક જ દુખાવો થવા લાગે તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો. હાર્ટ એટેકની સ્થિતિમાં થોડું પણ મોડું થાય તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. જો તમને વારંવાર પેનિક અટેક આવતા હોય તો પણ તમારા ડોક્ટરનો સંપર્ક કરી રેગ્યુલર ટ્રીટમેન્ટ કરવી જોઈએ. પેનિક એટેકનું નિદાન થાય તો નિયમિત ધ્યાન અને યોગ કરીને આ સ્થિતિને કંટ્રોલ કરી શકાય છે. હાર્ટ એટેક હોય કે પેનિક એટેક બંને સ્થિતિમાં હેલ્ધી વસ્તુઓનું સેવન કરવું ફાયદાકારક સાબિત થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news