Heart Attack: હાર્ટ એટેક આવવાનો હોય તેના 2 દિવસ પહેલા શરીરમાં થાય છે આવા ફેરફાર, તુરંત થઈ જવું એલર્ટ

Heart Attack Symptoms: હાર્ટ એટેક આવે તેના 2 દિવસથી 10 દિવસ સુધીમાં શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. જો સમયસર આ લક્ષણોને ઓળખીને જરૂરી સારવાર લેવામાં આવે તો ગંભીર પરિસ્થિતિથી બચી શકાય છે. 

Heart Attack: હાર્ટ એટેક આવવાનો હોય તેના 2 દિવસ પહેલા શરીરમાં થાય છે આવા ફેરફાર, તુરંત થઈ જવું એલર્ટ

Heart Attack Symptoms: હાર્ટ એટેક આવે તે પહેલા જ આપણું શરીર આપણને કેટલાક સંકેત આપે છે. હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હૃદય સુધી રક્ત પહોંચાડતી ધમનીઓમાં બ્લોકેજ થઈ જાય. મોટાભાગે આવું બેડ કોલેસ્ટ્રોલના કારણે થતું હોય છે. જ્યારે આ બ્લોકેજ વધી જાય તો હાર્ટ એટેક આવે છે. જોકે હાર્ટ એટેક આવે તેના 2 દિવસથી 10 દિવસ સુધીમાં શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. જો સમયસર આ લક્ષણોને ઓળખીને જરૂરી સારવાર લેવામાં આવે તો ગંભીર પરિસ્થિતિથી બચી શકાય છે. 

હાર્ટ એટેકના બે દિવસ પહેલા શરીરમાં જોવા મળે છે આ ફેરફારો 

1. છાતીમાં અચાનક જ દબાણનો અનુભવ થવો. છાતીમાં તીવ્ર દુખાવો થોડીવાર માટે થવો. 

2. અચાનક જ બેચેની થવા લાગે અને ડાબી તરફ ખભામાં, હાથમાં, પીઠમાં, ગરદનમાં અને જડબામાં દુખાવો થાય. 

3. હાર્ટ એટેક આવે તે પહેલા ઠંડો પરસેવો થાય છે. 

4. હાર્ટ એટેકના બે દિવસ પહેલાથી કોઈપણ પ્રકારનું કામ કર્યા વિના પણ સતત થાકનો અનુભવ થાય. 

5. અચાનક જ છાતીમાં બળતરા થવા લાગે. 

6. અપચાની સમસ્યા પણ હાર્ટ અટેકનું પ્રારંભિક લક્ષણ હોય છે. 

7. અચાનક ચક્કર આવવા.. આવું પણ હાર્ટ અટેક આવે તેના બે દિવસ પહેલા અનુભવાય છે.

8. અચાનક જ ઉલટી કે ઉબકા જેવો અનુભવ થવો પણ હાર્ટ એટેકનો સંકેત હોય છે. 

9. હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા વ્યક્તિને શ્વાસ લેવામાં સમસ્યાનો અનુભવ થાય છે. 

હાર્ટ અટેકના લક્ષણો દેખાય તો શું કરવું ? 

જો કોઈપણ વ્યક્તિને હાર્ટ સંબંધિત સમસ્યાઓ હોય અને ઉપર જણાવ્યા અનુસારના લક્ષણો જણાવતા હોય તો તુરંત જ પોતાના ડોક્ટરનો સંપર્ક કરી યોગ્ય સલાહ લેવી. ડોક્ટરને બધા જ લક્ષણો વિશે જણાવી ડોક્ટર દ્વારા જણાવેલા ટેસ્ટને કરાવી લેવા. 

આ સિવાય જો કોઈ વ્યક્તિને હાર્ટ સંબંધિત સમસ્યા હોય તો હેલ્ધી ભોજન કરવાનું રાખવું જોઈએ. સાથે જ ભોજનમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે બ્લડ ક્લોટિંગને અટકાવતી હોય. નિયમિત ઓછામાં ઓછી 30 મિનિટ હળવી એક્સરસાઇઝ કરવી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news