Weight Loss Tips: ભૂખ્યા પેટે કરશો આ કસરત તો ઓગળી જશે બેલી ફેટ, નોરા ફતેહી જેવું થઇ જશે ફિગર

Lose Belly Fat: જો તમે પણ બેલી ફેટથી પરેશાન છો અને તેનાથી છૂટકારો મેળવા માંગો છો તો તમે ઘર પર જ કેટલીક એક્સરસાઈઝ કરી શકો છો. જેની મદદથી તમે પણ બેલી ફેટથી છૂટકારો મેળવી શકો છો.

Weight Loss Tips: ભૂખ્યા પેટે કરશો આ કસરત તો ઓગળી જશે બેલી ફેટ, નોરા ફતેહી જેવું થઇ જશે ફિગર

Weight Loss Tips: દરેક વ્યક્તિ ફિટ અને હેલ્ધી રહેવા ઇચ્છે છે. પરંતુ કેટલાક લોકો તેમના મોટાપાને લઇને પરેશાન રહે છે. આમ તો શરીરના કોઈપણ ભાગમાં જમા ફેટ તમારા લુકને ખરાબ કરી દે છે, પરંતુ જ્યારે બેલી પર ફેટ જમા થયા છે જે તમને અંડરકોન્ફિડેન્ટ અનુભવ પણ કરાવે છે. એવામાં જો તમે પણ બેલી ફેટથી પરેશાન છો અને તેનાથી છૂટકારો મેળવા માંગો છો તો તમે ઘર પર જ કેટલીક એક્સરસાઈઝ કરી શકો છો. જેની મદદથી તમે પણ બેલી ફેટથી છૂટકારો મેળવી શકો છો. આવો અમે તમને જણાવી દઈએ બેલી ફેટ ઘટાડવા કઈ એક્સરસાઈઝ કરવી જોઇએ?

બેલી ફેટ ઘટાડવા માટે એક્સરસાઈઝ
બર્પી એક્સરસાઈઝ

જો તમે તમારું બેલી ફેટ ઘટાડવા માંગો છો તો તમે બર્પી એક્સરસાઈઝ કરી શકો છો. તમને જણાવી દઈએ કે, બર્પી એક્સરસાઈઝ તમારા કોર, ખભાને મજબૂત કરે છે. સાથે જ વેટ લોસમાં પણ મદદ કરે છે. આ એક્સરસાઈઝને કરવા માટે તમારે સીધા ઉભા રહેવાનું છે.

ત્યારબાદ તમારા ઘુંટણને વાળો અને તમારા બંને હાથને ફ્લોર પર મુકો. હવે બંને પગને પાછળની તરફ લઈ જાઓ. ત્યારબાદ પગને પાછા હાથની નજીક લાવો. ત્યારબાદ કુદકો મારી સીધા ઉભા થઈ જાઓ. આવું 10 વખત કરો. આ રીતે તમે બેલી ફેટથી છૂટકારો મેળવી શકો છો.

બોસુ બોલ એક્સરસાઈઝ
દરરોજ બોસુ બોલ એક્સરસાઈઝ કરવાથી તમે તમારું બેલી ફેટ સરળતાથી ઘટાડી શકો છો. તેને કરવા માટે તમારે બોસુ બોલની જરૂરીયાત પડશે. આ દરમિયાન તમે બોસુ બોલને જમીન પર રાખો. ત્યારબાદ તમારા પગને સીધા કરો અને હાથને બોસુ બોલના છેડા પર રાખો.

આ પોઝિશનમાં તમે પગની આંગળીઓ જમીન પર રહેવી જોઇએ. આ દરમિયાન તમારી આખી બોડી ઉપર રહેશે ત્યારબાદ તમે પુશઅપ્સ મારી શકો છો. તેનાથી તમારું શરીર મજબૂત થશે અને તમને બેલી ફેટથી છૂટકારો મળશે.

(Disclaimer: અહીં આપેલી માહિત ઘરેલુ નુસ્ખા અને સમાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news