10 કિલ્લા જ્યાં થાય છે પેરાનોર્મલ એક્ટિવિટી, અંધારુ થયા પછી અહીંયા કોઈ જતું નથી, સંભળાય છે ડરામણા અવાજો

Mysterious Forts of the country: રહસ્યમય સ્થળો જોવા અને જોવાના શોખીન પ્રવાસીઓ આ સ્થળોની મુલાકાત લેવા આવે છે. આ સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ સ્થળોની વાર્તાઓ પ્રવાસીઓના મનમાં ઉત્તેજના પેદા કરે છે.

10 કિલ્લા જ્યાં થાય છે પેરાનોર્મલ એક્ટિવિટી, અંધારુ થયા પછી અહીંયા કોઈ જતું નથી, સંભળાય છે ડરામણા અવાજો

Mysterious Forts of the country: દેશમાં અનેક એવા કિલ્લા છે જે હજુ સુધી રહસ્ય બનેલા છે. આ કિલ્લાની કહાનીઓ ખૌફનાક અને ડરામણી છે. આ કિલ્લાઓ પેરાનોર્મલ પ્રવૃત્તિના ગઢ છે. એવું કહેવાય છે કે આ કિલ્લાઓમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. તેમાંના ઘણા કિલ્લા એવા છે કે જ્યાં સૂર્યાસ્ત થયા પછી કોઈ પગ પણ મૂકી શકતું નથી. ઘણા કિલ્લાઓની અંદરથી અવાજો પણ આવે છે. આ કિલ્લાઓ સો વર્ષ જૂના છે અને તેમાં ઘણા રહસ્યો દટાયેલા છે. જેના કારણે તેમને રહસ્યમય કિલ્લા કહેવામાં આવે છે. પરંતુ તેમ છતાં પણ આ કિલ્લો પ્રવાસીઓમાં લોકપ્રિય છે. આ કિલ્લાઓને જોવા માટે માત્ર દેશ જ નહીં પરંતુ દુનિયાભરના પ્રવાસીઓ આવે છે.

ઘણા લોકોને રહસ્યમય જગ્યાઓ જોવાનો શોખ હોય છે:
રહસ્યમય સ્થળો જોવા અને જોવાના શોખીન પ્રવાસીઓ આ સ્થળોની મુલાકાત લેવા આવે છે. આ સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ સ્થળોની વાર્તાઓ પ્રવાસીઓના મનમાં ઉત્તેજના પેદા કરે છે. ખંડેર થઈ ગયેલા આ કિલ્લાઓમાં પર્યટકો તેના રહસ્યોની વાર્તાઓ સાંભળે છે અને અહીંયાની વાદીઓમાં ફરે છે. પરંતુ સાંજ પહેલા આ કિલ્લાઓની અંદરથી પર્યટકો પણ બહાર આવી જાય છે. કારણ કે સાંજ પછી આવા ઘણા કિલ્લાઓ પર જવાની મનાઈ છે. તેની પાછળનું કારણ એ છે કે આ જગ્યાઓ પર પેરાનોર્મલ એક્ટિવિટી થાય છે.

પહેલા જાણો આ કિલ્લાઓના નામ જાણી લો:
1. ભાનગઢ કિલ્લો રાજસ્થાન
2. ગોલકોંડા કિલ્લો
3. શનિવારવાડા કિલ્લો
4. ફિરોઝ શાહ કોટલા
5. નાહરગઢ કિલ્લો
6. ઉપરકોટ કિલ્લો
7. મેહરાનગઢ કિલ્લો
8. બાંધવગઢ કિલ્લો
9. રોહતાસગઢ કિલ્લો
10. લોહાઘાટ, મુક્તિ કોઠારી

ભાનગઢ કિલ્લો સૌથી રહસ્યમય છે, સાંજે 6 વાગ્યા પછી અહીં કોઈ જતું નથી:
ભાનગઢનો કિલ્લો સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ખુલે છે. આ પછી આ કિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ છે. જો તમે આ કિલ્લો જોવા જાવ છો તો નિશ્ચિત સમયની વચ્ચે જાવ. આ કિલ્લા વિશે લોકો માને છે કે આ એક ભૂતિયા કિલ્લો છે. આ જ કારણ છે કે લોકોના મનમાં પણ આ અંગેની અનેક વાતો અને વાર્તાઓ પ્રચલિત છે. આ કિલ્લાને પેરાનોર્મલ એક્ટિવિટીનું કેન્દ્ર માનવામાં આવે છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ પણ રાત્રે અહીં જવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આ પણ વાંચો:
અમદાવાદીઓની સૌથી ફેવરિટ જગ્યા પર સૌથી મોટો ખતરો! અટલ બ્રિજનો કાચ તૂટી ગયો, VIDEO
અમેરિકાના વિઝા કઢાવવા સહેલા, પણ રાજકોટ મનપામાંથી દાખલા કે આધાર કાર્ડ કઢાવવું કઠિન!

પંજાબ કિંગ્સની સતત બીજી જીત, રોમાંચક મેચમાં રાજસ્થાનને હરાવ્યું
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news