કોરોના સામે ઝઝૂમી રહેલા મુંબઈમાં મોડી રાતે ગેસ લીકેજની ફરિયાદો, જાણો ફાયર વિભાગે શું કહ્યું?

શનિવારે મોડી રાતે મુંબઈના અનેક વિસ્તારોમાંતી ગેસ લીકેજના કારણે ભયનો માહોલ બની ગયો. શહેરના ફાયર વિભાગને મુંબઈમાંના અલગ અલગ ભાગોમાંથી રાતે લગભગ 11 વાગ્યાની આસપાસ ગેસ લીકેજની ફરિયાદો મળવા લાગી. મુંબઈના જે વિસ્તારોમાંથી આ ફરિયાદો આવી તેમાં ચેમ્બુર, ઘાટકોપર, વિક્રોલી અને પવઈ સામેલ છે. ફરિયાદો મળતા જ ફાયરની 13 ગાડીઓ આ જગ્યાઓ પર પહોંચી. જો કે આ સમગ્ર મામલે ફાયર વિભાગ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા કહેવાયું કે કોઈ પણ વિસ્તારમાં ક્યાંય ગેસ લીકેજ નથી. 
કોરોના સામે ઝઝૂમી રહેલા મુંબઈમાં મોડી રાતે ગેસ લીકેજની ફરિયાદો, જાણો ફાયર વિભાગે શું કહ્યું?

મુંબઈ: શનિવારે મોડી રાતે મુંબઈના અનેક વિસ્તારોમાંતી ગેસ લીકેજના કારણે ભયનો માહોલ બની ગયો. શહેરના ફાયર વિભાગને મુંબઈમાંના અલગ અલગ ભાગોમાંથી રાતે લગભગ 11 વાગ્યાની આસપાસ ગેસ લીકેજની ફરિયાદો મળવા લાગી. મુંબઈના જે વિસ્તારોમાંથી આ ફરિયાદો આવી તેમાં ચેમ્બુર, ઘાટકોપર, વિક્રોલી અને પવઈ સામેલ છે. ફરિયાદો મળતા જ ફાયરની 13 ગાડીઓ આ જગ્યાઓ પર પહોંચી. જો કે આ સમગ્ર મામલે ફાયર વિભાગ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા કહેવાયું કે કોઈ પણ વિસ્તારમાં ક્યાંય ગેસ લીકેજ નથી. 

આ સમગ્ર મામલે ફાયરના અધિકારીઓ તરફથી કહેવાયું કે અમને જે વિસ્તારોમાંથી ગેસ લીકેજની ફરિયાદો મળી તેમાં વિક્રોલી, ચેમ્બુર, પવઈ ઉપરાંત ઘાટકોપરના પંતનગર વિસ્તારમાંથી મળેલી ફરિયાદો પણ સામેલ છે. ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ ચાલુ છે. 

— ANI (@ANI) June 7, 2020

બીજી બાજુ બીએમસીના અધિકારીઓ સતત મુંબઈગરાઓને અપીલ કરી રહ્યાં હતાં કે લોકોએ ડરવાની જરૂર નથી. હાલાત પર બીએમસીની નજર છે. જો લોકોને કોઈ પણ પ્રકારની ગંધ કે શ્વાસ લેવામાં તકલીફ ઊભી થાય તો તેઓ સુરક્ષા કારણોસર ભીનું કપડું કે ટુવાલથી પોતાનું નામ ઢાંકી લે. 

મામલો રાજ્યની આર્થિક રાજધાની મુંબઈ સાથે જોડાયેલો હતો એટલે રાજ્યના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે તરફથી પણ ટ્વીટ આવી જેમાં કહેવાયું કે અમને મુંબઈના અલગ અલગ વિસ્તારોમાંતી ગેસ લીકેજના સમાચાર મળી રહ્યાં છે. ફરિયાદો મળ્યા બાદ સંબંધિત વિભાગને સૂચિત કરી દેવાયો છે. ડિઝાસ્ટર કંટ્રોલ ટીમ ગેલ લીક થવાના સોર્સની ભાળ લગાવી રહી છે. આ સાથે જ ફાયરની ટીમો પણ પોતાનુ કામ કરે છે. અમે જલદી તમને વધુ જાણકારી સાથે અપડેટ કરીશું.

જુઓ LIVE TV

વિક્રમ સુતરિયા (ફરિયાદકર્તા)એ કહ્યું કે નજીકમાં જ એક ફાર્મા કંપની છે. અહીંથી હંમેશા ગેસ લીકેજ થાય છે. અમે આ અંગે અગાઉ પણ ફરિયાદ કરી છે. હાલ પણ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. આ બાજુ ફાયર દ્વારા નિવેદન આવ્યું છે કે જે વિસ્તારોમાંથી ફરિયાદ આવી હતી ત્યાં કોઈ ગેસ લીકેજ થયો હોવાનું જોવા મળ્યું નથી. પાછળથી કોલ પવઈમાંથી આવ્યાં અને ગેસ લીકેજની સ્મેલ અંધેરીમાં અનુભવાઈ. ફાયરની 17 ટીમો આ ગેસ લીકેજ અંગે ભાળ મેળવવા કામે લાગી હતી. કોઈએ ડરવાની જરૂર નથી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news