4 યુવક અને 1 યુવતીએ મહિલાનું કર્યું શારીરિક શોષણ, પ્રાઈવેટ પાર્ટમાં નાખી દારૂની બોટલ, પોલીસે આરોપીઓના PHOTOS ટ્વિટર પર શેર કર્યા

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં ચાર છોકરા અને એક છોકરી મહિલાનું શારીરિક શોષણ કરતા જોવા મળી રહ્યા છે.

 4 યુવક અને 1 યુવતીએ મહિલાનું કર્યું શારીરિક શોષણ, પ્રાઈવેટ પાર્ટમાં નાખી દારૂની બોટલ, પોલીસે આરોપીઓના PHOTOS ટ્વિટર પર શેર કર્યા

નવી દિલ્હી: નોર્થ ઈસ્ટની એક મહિલાના શારીરિક શોષણનો વીડિયો (Video) હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો રાજસ્થાન કે જોધપુર (Jodhpur) નો હોવાનો કહેવાય છે. જ્યાં નાગાલેન્ડની એક યુવતીએ હાલમાં જ આત્મહત્યા કરી  લીધી હતી. જો કે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ આ વાત ફગાવી અને કહ્યું કે આ વીડિયો જોધપુરવાળી ઘટના સાથે સંકળાયેલો નથી. આ સાથે તેમણે લોકોને આ આરોપીઓની ઓળખ પર પોલીસની મદદ કરવાની અપીલ કરી છે. વાયરલ વીડિયોમાં ચાર યુવક અને એક યુવતી મહિલાનું શારીરિક શોષણ કરતા જોવા મળી રહ્યા હતા.

4 યુવક અને એક યુવતીએ કર્યો રેપ
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો (Viral Video) માં ચાર યુવકો અને એક યુવતી મહિલાનું શારીરિક શોષણ કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન આરોપીઓએ પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં એક દારૂની બોટલ ઘૂસાડી દીધી. આ દરમિયાન તેમણે વીડિયો બનાવવાની સાથે આ ઘટનાને વીડિયો કોલ દ્વારા અન્ય પરિચિતોને પણ દેખાડી. 

લોકોએ વીડિયોને જોધપુર આત્મહત્યા કેસ સાથે જોડ્યો
વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તેને રાજસ્થાનના જોધપુરમાં યુવતીની આત્મહત્યા સાથે તેને જોડી દીધો. અત્રે જણાવવાનું કે 23મી મેના રોજ જોધપુરમાં નાગાલેન્ડની એક 25 વર્ષની યુવતીએ આત્મહત્યા કરી લીધી અને ભાડાના ઘરમાં તે ફંદે લટકતી જોવા મળી હતી. તે જોધપુરના નવીન જ્યૂસ રેસ્ટોરન્ટમાં કામ કરતી હતી. નાગા સ્ટુડન્ટ્સ યુનિયને રાજસ્થાન યુનિટને જણાવ્યું કે રેસ્ટોરન્ટના માલિકે જ તેના અંતિમ સંસ્કારનો ખર્ચો ઉઠાવ્યો.

— Kiren Rijiju (@KirenRijiju) May 26, 2021

વાયરલ વીડિયો જોધપુરનો નથી- કિરણ રિજિજૂ
વાયરલ વીડિયોને જોધપુરનો ગણાવતા દાવાને મંત્રી કિરણ રિજિજૂએ ફગાવ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે નોર્થ ઈસ્ટની એક મહિલાનો 4 યુવકો અને એક યુવતી દ્વારા ક્રૂરતાથી બળાત્કારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે જોધપુર આત્મહત્યા કેસ સંલગ્ન મામલો નથી. જોધપુરના પોલીસ કમિશનર સાથે મારે વાત થઈ છે. જો કે તમામ રાજ્યોની પોલીસે દોષિતોની ધરપકડ માટે દરેક શક્ય પ્રયત્ન કરવા પડશે. આ સાથે જ તેમણે અસમ પોલીસની ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યું કે 'હું દેશના નાગરિકોને પણ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પોલીસની મદદ કરવાની અપીલ કરું છું.'

— Kiren Rijiju (@KirenRijiju) May 27, 2021

અસમ પોલીસે આરોપીઓની તસવીરો બહાર પાડી
અસમ પોલીસે મહિલા સાથે રેપની ઘટનાને અંજામ આપનારા પાંચ આરોપીઓની તસવીર ટ્વિટર પર શેર કરી અને કહ્યું કે 'આ તસવીરો 5 આરોપીઓની છે. જે વાયરલ વીડિયોમાં એક મહિલાનું નિર્દયતાથી પ્રતાડિત કરતા જોવા મળી રહ્યા છે. આ ઘટનાનો સમય અને સ્થાન સ્પષ્ટ નથી. આ અપરાધ કે અપરાધીઓ અંગે જાણકારી ધરાવતા કોઈ પણ વ્યક્તિ કૃપા કરીને અમારો સંપર્ક કરી શકે છે. તેમને આકર્ષક ઈનામ આપવામાં આવશે.'

May be an image of one or more people and text that says "Assam Police @assampolice These images are of 5 culprits who are seen brutally torturing & violating a young girl in a viral video. The time or place of this incident is not clear. Anyone with information regarding this crime or the criminals may please contact us. They will be rewarded handsomely. 170458 12:37 AM May 27, 2021 Twitter for Android"

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news