Deadline For Pet License: કૂતરા પાળવાના શોખ છે તો જાણી લેજો શું છે નિયમો, 31મી પહેલાં રિન્યું કરાવી લેજો નહીં તો...

Deadline For Pet License: શ્વાન પાળવાનો શોખ લોકોમાં આજકાલ ઘણો વધ્યો છે. શહેરથી લઈ ગામડાં સુધી લોકો શ્વાન પાળે છે. લાખો રૂપિયાના શ્વાન ખરીદી લોકો ઘરમાં ઉછેરે છે. એટલું જ નહીં દર મહિને હજારો રૂપિયા તેમની સારસંભાળ માટે ખર્ચી દે છે. તો એ તમામ લોકો અને શ્વાન પાળવાનું વિચારતા લોકો જરા આ વાંચી લેજો કારણ કે શ્વાન પાળવા માટેના કેટલાક નિયમો અને શરતો છે એટલું જ નહીં પાલતું શ્વાન માટે લાયસન્સ પણ રાખવું પડશે...

Deadline For Pet License: કૂતરા પાળવાના શોખ છે તો જાણી લેજો શું છે નિયમો, 31મી પહેલાં રિન્યું કરાવી લેજો નહીં તો...

Deadline For Pet License: જી...હાં... પાલતુ શ્વાન માટે લાયસન્સ જરૂરી છે. જો તમે શ્વાન પાળ્યું છે અને તમારી પાસે લાયસન્સ નથી તો એ માટે તમને દંડ પણ થઈ શકે છે. તો સૌથી પહેલા એ જાણી લઈએ કે લાયસન્સ પ્રાપ્ત કરવા માટેની શું છે શરતો... પાલતુ શ્વાન રાખવા વાળા લોકોએ તેની માલિકી વિશે મ્યુનિસિપલ કમિશનર કે નગર નિગમને 15 દિવસમાં જાણ કરવાની હોય છે.  માલિકોએ કોઈ પણ સાર્વજનીક ક્ષેત્ર જેમકે પાર્ક, ગલી, રોડ પર શ્વાનને રખડતા ન છોડવા જોઈએ, સાથે જ જાહેર સ્થાનો પર શૌચ ન કરે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.  

શ્વાન માલિકની જવાબદારી હોય છે કે એમણે પાળેલા શ્વાનથી પાડોશી કે બીજા કોઈને પરેશાની ન થાય, કે એના રહેઠાણ અને આરામને લઈને કોઈને તકલીફ ન પડે.  વ્યવસાયીક, વેચાણ, ખરીદીના ઉદ્દેશ્યથી રહેણાંક વિસ્તારમાં કે પછી કોઈ ઘર કે ફ્લેટમાં શ્વાન પ્રજનન કેન્દ્ર ચલાવવું પ્રતિબંધિત છે. 

જો પાલતુ જાનવરનો માલિક, જે નગર નિગમને લાયસન્સ ફીની ભરપાઈ કરવા માટે જવાબદાર છે તે મૃત્યુ પામે છે કે પાલતુ જાનવરને વેચી દે છે અથવા કોઈ અન્ય સ્થાન કે વ્યક્તિને સ્થળાંતરીત કરી દે છે તો લાયસન્સ માટેના નિયમો શું હોય છે...અને એના રિન્યુએશન માટે શું કરવું પડે છે. 

શ્વાનના લાયસન્સની અવધી એક વર્ષ હોય છે. અને તે દર વર્ષે 31 માર્ચે સમાપ્ત થઈ જાય છે. લાયસન્સનું નવીનીકરણ મ્યુનિસિપલ કમિશનર અથવા લાયસન્સ ઓથોરિટીના સંતોષજનક રિપોર્ટ અને રજીસ્ટરર્ડ પશુચિકિત્સક દ્વારા જાહેર રસીકરણના રેકોર્ડના પ્રમાણબાદ કરવામાં આવે છે.  લાયસન્સના રિન્યુએશન માટે દર વર્ષે એકથી ત્રીસ એપ્રીલની વચ્ચે આવેદન કરવાનું હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news