'એક વોટની કિંમત 1000 થી 5000 રૂપિયા...' ગંદા હૈ પર ધંધા હૈ યે...પૈસા માટે પડાપડીનો Video Viral

Loksabha Election 2024: મતના બદલામાં માલ! લોકશાહીની હત્યાનો ફરી એકવાર સામે આવ્યો વીડિયો. મતદાન કરવા માટે લોકોને આપવામાં આવી રહ્યાં છે હજારો રૂપિયા. વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો. શું આ રીતે થશે દેશનો વિકાસ?

'એક વોટની કિંમત 1000 થી 5000 રૂપિયા...' ગંદા હૈ પર ધંધા હૈ યે...પૈસા માટે પડાપડીનો Video Viral

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. આ લોકશાહીનું પર્વ છે. પણ લોકશાહીના પર્વમાં થઈ રહ્યું છે લોકશાહીનું હનન. ગુજરાતમાં મતદાનના દિવસે એક સ્થળે ભાજપના નેતાના પુત્રએ બૂથ કેપ્ચર કરીને વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. ત્યાર બાદ તેની સામે નાની મોટી કાર્યવાહી તો કરવામાં આવી પણ આ બધુ ક્યારે બંધ થશે એ મોટો સવાલ છે. આજે ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે વોટિંગ પહેલાં જ વિવિધ વિસ્તારોમાં અરાજકતા જોવા મળી. ખાસ કરીને રીતસર મતનો ભાવ બોલાઈ રહ્યો હતો અને એક વોટના બદલામાં એક હજાર રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધી રોકડા આપવામાં આવતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. 

વોટ માટે રોકડા રૂપિયાની રેલમછેલઃ
આંધ્રપ્રદેશ લોકસભા ચૂંટણીમાં આ ઘટના સામે આવી છે. લોકશાહીનું ખુન કરીને કેટલાંક લાલચુ રાજનેતાઓએ અને કેટલાંક ભ્રષ્ટાચારીઓએ ભેગા મળીને તેને ધંધો બનાવી દીધો છે.  ત્યારે એક જ ગીત સામે આવે છેકે, ગંદા હૈ પણ આ ધંધા હૈ...ચૂંટણી વખતે પણ લોકો આ ગીતને યાદ કરે છે. આંધ્રપ્રદેશમાં ચૂંટણી દરમિયાન મતદારોને 1 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીની રોકડ વહેંચવાના આરોપો લાગ્યા છે. આ ખુલાસો ત્યારે થયો જ્યારે કેટલાક સ્થળોએ લોકો મતદાન પહેલા જ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેણે કહ્યું કે જો બધાને પૈસા મળ્યા તો કેમ ન મળ્યા.

લોકસભા ચૂંટણીમાં રોકડનું વિતરણઃ
આજે મતદાનના થોડા કલાકો પહેલા, આંધ્રપ્રદેશમાં ઓછામાં ઓછા પાંચ સ્થળોએ ભારે હોબાળો થયો હતો. લોકોએ નેતાઓ પાસેથી પૈસાની માંગ કરવાનું શરૂ કર્યું, જે તેમને વોટના બદલામાં આપવાનું કહેવામાં આવ્યું. જો કે આ સંપૂર્ણપણે ગેરકાયદેસર અને ખોટું છે પરંતુ આ રાજ્ય માટે તે કંઈ નવું નથી. રસપ્રદ વાત એ છે કે મોંઘવારી વધતાં એક મતની કિંમત પણ વધી. હા, TOIના અહેવાલ મુજબ, ઘણા વિધાનસભા અને લોકસભા મતવિસ્તારોમાં મતોના બદલામાં રોકડની કિંમત રૂ. 1,000 થી રૂ. 6,000 સુધીની છે.

 

— Glint Insights Media (@GlintInsights) May 12, 2024

 

આજે ક્યાં ક્યાં થઈ રહ્યું છે મતદાનઃ
આજે રાજ્યમાં લોકસભાની 25 અને વિધાનસભાની 175 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. અગાઉ શનિવારે પ્રચારનો ઘોંઘાટ બંધ થઈ ગયો હતો પરંતુ કેટલીક જગ્યાએ કથિત રીતે પૈસાની વહેંચણીનો ખેલ ચાલુ રહ્યો હતો. પલનાડુના સત્તેનાપલ્લીમાં 18મા વોર્ડના મતદારો રસ્તા પર ઉતરી આવ્યા અને હંગામો મચાવ્યો. તેણે દાવો કર્યો હતો કે તેને પૈસા આપવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી તે મળ્યા નથી. આવું જ દ્રશ્ય પીઠાપુરમમાં જોવા મળ્યું હતું. ઉમેદવારની ઓફિસ પાસે મતદારોની ભીડ જામી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે પાર્ટી સમર્થકોએ દરેક મતદારને 5,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું પરંતુ કેટલીક મહિલાઓને હજુ સુધી પૈસા મળ્યા નથી. આના વિરોધમાં દેખાવો શરૂ થયા. પરિસ્થિતિ એટલી વધી ગઈ કે પોલીસે દરમિયાનગીરી કરીને લોકોને વિખેરવા પડ્યા.

એક મતની કિંમત કેટલી?
ઓંગોલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે એક વોટના બદલામાં 5,000 રૂપિયા વહેંચવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક લોકોને છોડી દેવામાં આવ્યા તો તેઓએ વિરોધ શરૂ કર્યો. પૂર્વ ગોદાવરી જિલ્લાના કોંડેવરમ ગામમાં વિરોધ પ્રદર્શન થયું. કેટલાક લોકોનો આરોપ છે કે બધાને પૈસા મળ્યા પણ તેઓ પાછળ રહી ગયા.

વિજયવાડામાં પણ રોકડની વહેંચણીના આક્ષેપો થયા હતા. TOIના અહેવાલ મુજબ, એક MLA ઉમેદવારે તેના નજીકના મિત્રને વોટ માટે 1000 રૂપિયા વહેંચવા મોકલ્યા હતા. જે ઉમેદવારો પાસે ઓફિસ નથી તેઓ વતી લોકોને એક જગ્યાએ ભેગા થવા અને 1000 થી 1500 રૂપિયાનું વિતરણ કરવા જણાવાયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે પાર્ટીઓમાં પણ સ્પર્ધા જોવા મળી હતી. વિરોધીઓએ 500 થી 1000 રૂપિયા વધુ વહેંચ્યા હોવાનું જાણવા મળતા કેટલાક નેતાઓની મુશ્કેલી પણ વધી ગઈ હતી. શહેરી મતદારોના જૂથો જેમ કે વેલ્ફેર કમિટી, એપાર્ટમેન્ટના રહેવાસીઓએ નવા જનરેટર, સોલાર પાવર, વધારાના જનરેટર જેવી વસ્તુઓની પણ માંગણી કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news