પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થતા ચિંતાતૂર થયો ભાજપ, કાર્યકરોને તાબડતોબ સોંપી આ જવાબદારી

Lok Sabha Election 2024: પ્રથમ તબક્કાના મતદાને રાજકીય પક્ષોની ચિંતા વધારી છે. એમા પણ ખાસ કરીને ભાજપની ચિંતા વધી છે. પહેલા તબક્કાના મતદાનમાં નિરુત્સાહી મતદારો અને ઓછા મતદાનના મુદ્દા સોમવારે રાતે ભાજપની બેઠકમાં ચર્યાયા. ઓછા મતદાન મુદ્દે થયેલી આ બેઠક સોમવારે મોડી રાત સુધી ચાલી હતી.

પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થતા ચિંતાતૂર થયો ભાજપ, કાર્યકરોને તાબડતોબ સોંપી આ જવાબદારી

દેશભરના અનેક રાજ્યોમાં 19 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. જો કે આ પહેલા તબક્કાના મતદાને રાજકીય પક્ષોની ચિંતા વધારી છે. એમા પણ ખાસ કરીને ભાજપની ચિંતા વધી છે. મીડિયા રિપોર્ટ મુજબ પહેલા તબક્કાના મતદાનમાં નિરુત્સાહી મતદારો અને ઓછા મતદાનના મુદ્દા સોમવારે રાતે ભાજપની બેઠકમાં ચર્યાયા. ઓછા મતદાન મુદ્દે થયેલી આ બેઠક સોમવારે મોડી રાત સુધી ચાલી હતી. બેઠકમાં જેપી નડ્ડા, અમિત શાહ અને રાષ્ટ્રીય મહામંત્રી હાજર રહ્યા. અત્રે જણાવવાનું કે સોમવારે ઉત્તર પ્રદેશના અલીગઢમાં પણ પોતાની એક રેલીમાં પીએમ મોદીએ ઓછા મતદાનનો ઉલ્લેખ કર્યો હતો. 

પ્રથમ તબક્કાના મતદાનથી શું ચિંતા જેવું?
પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું જેમાં 102 સીટ પર મતદાન થયું. પહેલા તબક્કામાં ફક્ત 63 ટકા જેટલું મતદાન નોંધાયુ છે. આંકડા જોઈએ તો યુપીમાં આ વખતે સાત  ટકા જેટલું ઓછું મતદાન થયું છે. યુપી જેવા અત્યંત મહત્વના રાજ્યમાં આટલું ઓછું મતદાન? એ જ રીતે બિહાર અને મધ્ય પ્રદેશમાં પણ 6 ટકા જેટલું ઓછું મતદાન નોંધાયુ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં પણ 4 ટકા મતદાન ઘટ્યું છે. હવે આ વખતે ઓછું મતદાન કોના માટે ફાયદો અને કોના માટે નુકસાન એ અલગ ચર્ચાનો વિષય છે. પરંતુ તેના મનોવૈજ્ઞાનિક પહેલુંને જોઈએ તો તે ભાજપની ઊંઘ ઉડાડવા માટે પૂરતું બની શકે છે. 

ભલે વાતો થતી હોય કે પહેલા તબક્કાના મતદાન બાદ એનડીએ આગળ છે. વિપક્ષ તો દૂર દૂર સુધી ક્યાંય નથી. પરંતુ હવે જ્યારે ઓછું મતદાન થયું છે તો બધાના મનમાં એક પ્રશ્ન ઘૂમી રહ્યો છે કે આ ઓછું મતદાન કોને નુકસાન પહોંચાડશે. બહું આંકડામાં ન પડીએ તો પણ એટલું કહી શકીએ કે એક્સ્ટ્રિમ વોટિંગ એ પરિવર્તનનો સંકેત આપતું હોય છે. એક્સ્ટ્રીમ વોટિંગ એટલે કાં તો વધુ પડતું મતદાન થાય અથવા તો ઓછું મતદાન થાય. 

અપાયો આ આદેશ
બેઠક બાદ કાર્યકરો અને પેજ પ્રમુખોને સંદેશ આપવામાં આવ્યો છે. તેમને કહેવાયું છે કે મતદારોને ઘરમાંથી બહાર નીકળીને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં જેપી નડ્ડા, અમિત શાહ અને રાષ્ટ્રીય મહામંત્રી હાજર રહ્યા હતા. સોમવારે યુપીના અલીગઢમાં પણ પીએમ મોદીએ રેલીમાં આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 2014માં જ્યારે ભાજપ સત્તામાં આવ્યું હતું ત્યારે 66 ટકા મતદાન થયું હતું. તે પહેલા 2009માં ફક્ત 58 ટકા મતદાન થયું હતું. 

જ્યારે 2019માં પણ મતદાન વધીને 67.40 ટકા થયું હતું. જો કે આ વખતે પહેલા તબક્કાનું મતદાન ફક્ત 63 ટકા જોવા મળ્યું અને તેને લઈને હવે પાર્ટીમાં ચિંતાનો માહોલ પણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news