TRAI નો નવો નિયમ! શું 5 દિવસમાં બંધ થઈ જશે આવા મોબાઈલ નંબર?, વિગતો જાણો

Trai Guidelines For Mobile Number: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) તમારો મોબાઈલ નંબર બંધ કરી શકે છે. ટ્રાઈ એવા 10 આંકડાના મોબાઈલ નંબર પર લગામ કરવા જઈ રહી છે જે બિઝનેસ હેતુથી પ્રમોશનલ કોલિંગ અને મેસેજિંગ માટે ઉપયોગમાં લેવાય છે. ટ્રા

TRAI નો નવો નિયમ! શું 5 દિવસમાં બંધ થઈ જશે આવા મોબાઈલ નંબર?, વિગતો જાણો

Trai Guidelines For Mobile Number: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) તમારો મોબાઈલ નંબર બંધ કરી શકે છે. જી હા ટ્રાઈએ એક નિયમ બનાવ્યો છે જે હેઠળ તમારો 10 ડિજિટનો મોબાઈલ નંબર બંધ થઈ શકે છે. હાલમાં જ એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ટ્રાઈ હવે અનરજિસ્ટર્ડ મોબાઈલ નંબર બંધ કરશે. આ નંબર્સથી ન તો કોલ થશે કે ન તો મેસેજ થઈ શકશે. 

અત્રે જણાવવાનું કે ટ્રાઈ એવા 10 આંકડાના મોબાઈલ નંબર પર લગામ કરવા જઈ રહી છે જે બિઝનેસ હેતુથી પ્રમોશનલ કોલિંગ અને મેસેજિંગ માટે ઉપયોગમાં લેવાય છે. ટ્રાઈના નિયમ મુજબ પ્રમોશનલ હેતુ માટે અલગથી નંબર રિલીઝ કરાય છે. જો તમે પણ પર્સનલ નંબરથી પ્રમોશનલ કોલ કરો છો તો તમારો નંબર બંધ થઈ શકે છે. 

કોલિંગ માટે આ છે નિયમો
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે નોર્મલ કોલિંગ અને પ્રમોશનલ કોલિંગ માટે ટ્રાઈ તરફથી અલગ અલગ નંબર ઈશ્યુ કરાય છે. પ્રમોશનલ કોલિંગવાળા નંબરમાં ડિજિટની સંખ્યા વધુ હોય છે અને તેના દ્વારા જ એક યૂઝર ઓળખી શકે છે કે તેમની પાસે પ્રમોશનલ કોલ આવી રહ્યા છે. આ જાણ્યા બાદ રિસિવર પર નિર્ભર કરે છે કે તે કોલને રિસીવ કરે કે ન કરે. 

પકડાઈ જવા પર 5 દિવસમાં બંધ થશે ફોન
જો કે અનેકવાર લોકો પ્રમોશનલ કોલ રિસીવ કરતા નથી જેના કારણે લોકો નોર્મલ નંબરથી કોલ કરવા લાગે છે. મળતી માહિતી મુજબ ટ્રાઈએ તેના પર રોક લગાવવા માટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર સાથે પણ વાત કરી છે. નિયમો મુજબ જો કોઈ યૂઝર નોર્મલ નંબરથી પ્રમોશનલ કોલ કરતા પકડાય તો તેનો નંબર 5 દિવસની અંદર બંધ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news