Shani Cochar: 30 વર્ષ બાદ કુંભ રાશિમાં શનિ, આ ત્રણ રાશિ માટે આવશે લકી સમય

Shani Cochar 2023: શનિની ખરાબ દ્રષ્ટિ ગમે તે વ્યક્તિના જીવનમાં ઉથલ-પાથલ મચાવી શકે છે. શનિ સૌથી ધીમી ચાલ ચાલનાર ગ્રહ છે, જે આશરે અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને 30 વર્ષમાં પોતાનું રાશિ ચક્ર પૂર્ણ કરે છે. 

Shani Cochar: 30 વર્ષ બાદ કુંભ રાશિમાં શનિ, આ ત્રણ રાશિ માટે આવશે લકી સમય

નવી દિલ્હીઃ Shani Gochar 2023: ગ્રહોના સેનાપતિ શનિ એકવાર કોઈ વ્યક્તિ પર ભારે થઈ જાય તો તેનું જીવન દુખથી ભરી દે છે. શનિની ખરાબ નજર જેના પર પડે છે, તે ઉતાર-ચઢાવનો સામનો કરે છે. શનિ 30 વર્ષમાં પોતાનું રાશિ ચક્ર પૂરુ કરે છે. કારણ કે શનિને એક ગ્રહ માનવામાં આવે છે, જેથી જાતકોએ તેની દ્રષ્ટિથી ખુબ સંભાળીને રહેવું પડે છે. 

30 વર્ષ બાદ કુંભ રાશિમાં શનિ
17 જાન્યુારી 2023ના શનિ દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે. જ્યોતિષોનું કહેવું છે કે શનિ દેવ આશરે 30 વર્ષ બાદ પોતાની મૂળ રાશિ કુંભમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. શનિ અત્યારે મકર રાશિમાં ગોચર કરી રહ્યાં છે. શનિના કુંભ રાશિમાં પ્રવેશ કરવાની સાથે ઘણી રાશિઓ પર શનિની સાડાસાતી શરૂ થઈ જશે. 

આ 2 રાશિના લોકોએ સાવચેતી રાખવી પડશે
શનિના કુંભ રાશિમાં ગોચર કરવાની સાથે દરેક જાતકોને તેના સારા-ખરાબ પરિણામ મળશે. આ ગોચર બાદ મિથુન અને તુલા રાશિના જાતકોએ નુકસાન ઉઠાવવું પડી શકે છે. હકીકતમાં આ બંને રાશિઓ પર શનિની પનોતી શરૂ થઈ જશે. જેથી તમારૂ કામ ખરાબ થઈ શકે છે. દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવી શકે છે. ઘરની સુખ-શાંતિ ભંગ થઈ શકે છે. આ બંને રાશિના જાતકોએ નોકરી-ધંધામાં નુકસાન ઉઠાવવું પડી શકે છે. આવકમાં ઘટાડો થઈ શકે છે. 

શું છે ઉપાય?
શનિ સાથે જોડાયેલી સમસ્યા વધવા પર શનિવારે ગરીબોને ભોજન કરાવી તેને દાન આપવું જોઈએ. આ સિવાય શનિ મંદિરમાં તલનું દાન અને ઓમ હં હનુમતે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. પિતૃને યાદ કરતા પીપળાના ઝાડને જળ અર્પણ કરવાથી સમસ્યા દૂર થાય છે. 

આ રાશિને થશે લાભ
શનિના કુંભ રાશિમાં ગોચર બાદ મકર, કુંભ અને ધન રાશિના જાતકોને લાભ થવાનો છે. આ રાશિના જાતકો શનીની સાડાસાતી પનોતીથી મુક્ત થઈ જશે. અત્યાર સુધી તેના જે કામ અટકેલા છે તે ઝડપથી પૂરા થશે. નોકરી-વેપારના મોર્ચે સફળતા મળવા લાગશે. જીવનમાં ધનનો પ્રભાવ વધશે . સંતાન તરફથી ખુશખબર મળી શકે છે. યાત્રાઓથી લાભ થશે. રોકાણ કરવા માટે પણ આ સમય અનુકૂળ રહેવાનો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news