Vizag Gas Leak: વિશાખાપટ્ટનમે અપાવી દીધી ભોપાલ ત્રાસદીની યાદ, જાણો કોણે શું કહ્યું ?

વિશાખાપટ્ટનમના આર આર વેંકટપુરમ ગામમાં આજે સવારે 2.30 વાગે એક ફાર્મા કંપનીના પ્લાન્ટમાંથી થયેલા ગેસ લીકેજના કારણે એક બાળક સહિત 8 લોકોના જીવ ગયાં. જ્યારે 100થી વધુ લોકોની હાલત ગંભીર છે.  1000થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. આ ગેસ લીકેજથી 3 કિમી સુધીનો વિસ્તાર પ્રભાવિત થયો છે. સુરક્ષા કારણસર 6 જેટલા ગામડાઓને ખાલી કરાવાયા છે. પ્લાન્ટથી જે ગેસ લીક થયો છે તે સ્ટાઈરીન હોવાનું કહેવાય છે. આ ઘટનાએ ભોપાલ ગેસ ત્રાસદીની યાદ અપાવી દીધી છે. 

Vizag Gas Leak: વિશાખાપટ્ટનમે અપાવી દીધી ભોપાલ ત્રાસદીની યાદ, જાણો કોણે શું કહ્યું ?

વિશાખાપટ્ટનમ: વિશાખાપટ્ટનમના આર આર વેંકટપુરમ ગામમાં આજે સવારે 2.30 વાગે એક ફાર્મા કંપનીના પ્લાન્ટમાંથી થયેલા ગેસ લીકેજના કારણે એક બાળક સહિત 8 લોકોના જીવ ગયાં. જ્યારે 100થી વધુ લોકોની હાલત ગંભીર છે.  1000થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. આ ગેસ લીકેજથી 3 કિમી સુધીનો વિસ્તાર પ્રભાવિત થયો છે. સુરક્ષા કારણસર 6 જેટલા ગામડાઓને ખાલી કરાવાયા છે. પ્લાન્ટથી જે ગેસ લીક થયો છે તે સ્ટાઈરીન હોવાનું કહેવાય છે. આ ઘટનાએ ભોપાલ ગેસ ત્રાસદીની યાદ અપાવી દીધી છે. 

— President of India (@rashtrapatibhvn) May 7, 2020

આ ઘટના પર દુખ વ્યક્ત કરતા રામનાથ કોવિંદે કહ્યું કે વિશાખાપટ્ટનમની પાસે એક પ્લાન્ટમાં થયેલા ગેસ લીકેજના અહેવાલથી હું ખુબ દુખી છું. જેણે અનેક લોકોના જીવ લીધા. પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. હું ઘાયલોના સાજા થવાની અને તમામની  સુરક્ષા માટે પ્રાર્થના કરું છું. 

આ બાજુ સ્થિતિ અંગે પીએમ મોદીએ આંધ્ર પ્રદેશના સીએમ વાયએસ જગનમોહન રેડ્ડી સાથે વાતચીત કરી. તેમણે મુખ્યમંત્રીને તમામ મદદ અને સહાયતાનું આશ્વાસન આપ્યું. 

પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે મેં વિશાખાપટ્ટનમની સ્થિતિ અંગે MHA (ગૃહ મંત્રાલય) અને NDMA (નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી)ના અધિકારીઓ સાથે વાત કરી છે જેના પર બાજ નજર રાખવામાં આવી રહી છે. હું વિશાખાપટ્ટનમમાં તમામની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરું છું. પીએમ મોદીએ આંધ્ર પ્રદેશના સીએમ વાય એસ જગનમોહન રેડ્ડી સાથે વાતચીત કરી છે. તેમને તમામ મદદ અને સહાયતાનું આશ્વાસન આપ્યું છે. 

I pray for everyone’s safety and well-being in Visakhapatnam.

— Narendra Modi (@narendramodi) May 7, 2020

તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે આ ઘટના પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે ઘાયલોના જલદી સાજા થવાની કામના કરું છું. 

જુઓ LIVE TV

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે હું આ અંગે વિશાખાપટ્ટનમમાં ગેસ લીકની ઘટના અંગે જાણીને ખુબ હેરાન છું. હું વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને આગ્રહ કરું છું કે તેઓ પ્રભાવિત લોકોને તમામ જરૂરી મદદ પૂરી પાડે. પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે અને હું ઘાયલોના જલદી સાજા થવાની પ્રાર્થના કરું છું. 

— Rahul Gandhi (@RahulGandhi) May 7, 2020

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news