પત્નીઓને સાચવીને રાખજો... આ શહેરમાંથી 14 પત્નીઓ ગાયબ થયાની FIR, જાણો શું છે મામલો

Cyberabad Police Station: આ શહેરના ફક્ત એક પોલીસ સ્ટેશનમાં 23 દિવસમાં ગુમ થયાના 14 કેસ નોંધાયા છે. એટલે કે સરેરાશ દર દોઢ દિવસે ગુમ થયાની ફરિયાદ નોંધાઇ છે. કયા શહેરના કયા પોલીસ મથકથી લોકોની પત્ની ગાયબ થઇ રહી છે. જાણો વાંચો... 

પત્નીઓને સાચવીને રાખજો... આ શહેરમાંથી 14 પત્નીઓ ગાયબ થયાની  FIR, જાણો શું છે મામલો

Airport News: એક એવું શહેરમાં લોકોની પત્નીઓ અને ગુમ થયાની ફરિયાદો અચાનક વધવા લાગી છે. પરિસ્થિતિ એવી છે કે આ શહેરના ફક્ત એક પોલીસ સ્ટેશનમાં ગત 23 દિવસમાં ગુમ થયાની 14 થી વધુ ફરિયાદો આવી છે. કોઇની પત્ની ઘરેથી એરપોર્ટ પર નિકળી હતી, તે એરપોર્ટ પર પહોંચી નથી, તો કોઇની પત્ની એરપોર્ટ પર પહોંચી તો ફાઇનલ ડેસ્ટિનેશન સુધી પહોંચી નહી. 

આ શહેરના એક પોલીસ સ્ટેશનમાં સરેરાશ દરરોજ દોઢ દિવસમાં ગુમ થયાનો એક કેસ સામે આવી રહ્યો છે. સ્થાનિક પોલીસ સ્ટેશને આ તમામ ફરિયાદો પર FIR નોંધી છે અને ગુમ થયેલી મહિલાઓ અને અન્ય લોકોની શોધ શરૂ કરી છે. ચાલો હવે તમને એ શહેર અને પોલીસ સ્ટેશનનું નામ જણાવીએ જ્યાંથી લોકોની પત્નીઓ ગુમ થઈ રહી છે. તો સાહેબ, આ શહેરનું નામ હૈદરાબાદ છે.

તો બીજી તરફ જે પોલીસ સ્ટેશનની વાત કરી રહ્યા છે, તેનું નામ છે સાઇબરાબાદ પોલીસ સ્ટેશન. આ પોલીસ સ્ટેશનમાં ગત 17 એપ્રિલ 2024 થી 10 મે વચ્ચે ગુમ થયાની 14થી વધુ એફઆઇઆર નોંધાવી છે. ચાલો તમને વિસ્તાર પૂર્વક જણાવીએ હૈદ્રાબાદથી સાઇબરાબાદ પોલીસ મથકમાં ગુમ થયાના કેસ વિશે. 

મલેશિયા જવા માટે પહોંચી હતી એરપોર્ટ પરંતુ... 
એરપોર્ટના એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર, કટ્ટા અંજનેયુલુ રાવ નામના વ્યક્તિએ સાયબરાબાદ પોલીસ સ્ટેશનમાં તેની 27 વર્ષની પુત્રીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે તેની પુત્રી 4 મે 2024ના રોજ રાત્રે 11.50 કલાકે મલેશિયા જવા રવાના થવાની હતી. રાત્રે તેણે ફ્લાઇટ ડિલે હોવાની જાણકારી આપી. સવારે 5 વાગ્યા સુધી પિતા-પુત્રી વચ્ચે વાત થઈ હતી, ત્યારબાદ ફોન બંધ થઈ ગયો હતો. ત્યારબાદ તે ન તો મલેશિયા પહોંચી અને ન તો તેના વિશે કોઈ માહિતી મળી.

ફોને ખોલ્યું રહસ્ય અને ગાયબ થઇ તેમની પત્ની
આ મામલો 18 એપ્રિલ 2024નો છે. લગભગ 6.15 વાગ્યે સાયબરાબાદ પોલીસ સ્ટેશન પહોંચેલા તારકનાગા પ્રામાણિકે પોતાની પત્ની ગુમ થયાની ફરિયાદ પોલીસ અધિકારીઓને કરી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે તેની 22 વર્ષની પત્ની પ્રિયા પ્રામાણિક ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. આ બાબતે તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. બીજા દિવસે તે ઓફિસેથી ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની ઘરેથી ગાયબ હતી. તેણે તેની પત્નીને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે ક્યાંય મળી ન હતી.

અજાણ્યા વ્યક્તિના ફોન પરંતુ આવ્યો કોલ અને પછી... 
આ મામલો 19 એપ્રિલ 2024નો છે. મુન્નીમૌલાબી નામની મહિલાએ સાઇબરાબાદ પોલીસ સ્ટેશનને ફરિયાદ આપીને જણાવ્યું કે તેના પતિ શેખ રફી પોતાની પૌત્રીના લગ્નમાં ભાગ લેવા માટે દુબઇ આવ્યા હતા. લગ્ન બાદ 15 એપ્રિલ 2024 ના રોજ તે નંદયાલા સ્થિત પોતાના ઘરેથી હૈદ્રાબાદ એરપોર્ટ પર નિકળ્યા હતા, જ્યાંથી તેમને સાઉદી માટે રવાના થવાનું હતું. 16 એપ્રિલ બપોરે લગભગ 2:30 વાગે કોઇ અજાણ્યા વ્યક્તિના નંબર પરથી તેમને પોતાની પુત્રી પર કોલ આવ્યો, ત્યારબાદ તેમની કોઇ ખબર નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news