Sarkari Naukri: 40 વર્ષ થઈ ગયા? ધોરણ 10 પાસ છો...તો પણ મળી શકે છે તમને પરીક્ષા વગર સરકારી નોકરી

સરકારી નોકરી માટે કોને ઈચ્છા ન હોય? જો તમે ધોરણ 10 પાસ હોવ અને તમારી ઉંમર 40 વર્ષની આજુબાજુ હોય તો તમને એમ થશે કે નોકરી ક્યાંથી મળે? તો તમને જણાવી દઈએ કે આમ છતાં તમારી પાસે સરકારી નોકરીની તક છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....

Sarkari Naukri: 40 વર્ષ થઈ ગયા? ધોરણ 10 પાસ છો...તો પણ મળી શકે છે તમને પરીક્ષા વગર સરકારી નોકરી

india post jobs: ધોરણ 10 પાસ લોકો માટે સરકારી નોકરી મેળવવાની તક છે. સરકાર તરફથી 30 હજારથી વધુ ભરતી કાઢવામાં આવી છે. આ પદો પર ભરતી માટે કોઈ પરીક્ષા લેવાશે નહીં. ઉમેદવારોની પસંદગી પણ મેરિટના આધારે થશે. આ વેકેન્સી ભારતીય પોસ્ટ વિભાગ માટે કાઢવામાં આવી છે. ગ્રામીણ ડાક સેવક (Gramin Dak Sevaks, GDS), બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (Branch Postmaster, BPM)/ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (Assistant Branch Postmaster, ABPM)/ ડાક સેવકો  (Dak Sevaks) ના પદ માટે ભરતી થશે. 

ધોરણ 10 પાસ હોવું જરૂરી
આ તમામ પદો માટે અરજીફોર્મ 23 ઓગસ્ટ સુધીમાં જમા કરાવી શકો છો. indiapostgdsonline.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી કર્યા બાદ 24થી 26 ઓગસ્ટ સુધી એડિટ કરવાની સુવિધા આપવામાં આવશે. ભારતીય પોસ્ટ વિભાગ (India Post) માં થવા જઈ રહેલા આ તમામ  ભરતી માટે ઉમેદવાર ધોરણ 10 પાસ હોવા જરૂરી છે. 

આ ઉંમરના લોકો કરી શકે અરજી
ગ્રામીણ ડાક સેવક (GDS), બ્રાન્ચ પોસ્ટમાસ્ટર  (BPM) / આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર  (ABPM)/ ડાક સેવકો (Dak Sevaks) ના પદો પર થનારી કુલ ભરતી 30041 છે. આ પદો માટે 18થી 40 વર્ષની ઉંમરના ઉમેદવાર અરજી કરી શકે છે. 

No description available.

અરજી કરનારા ઉમેદવારોએ 10માં ધોરણમાં ગણિત અને અંગ્રેજી વિષયો રાખ્યા હોવા જરૂરી છે. સ્થાનિક ભાષાનું જ્ઞાન જરૂરી છે. ફોર્મ ભરવા માટે ફી 100 રૂપિયા નક્કી કરાઈ છે. ફક્ત જનરલ કેટેગરીવાળાએ ફી આપવાની છે. અન્ય માટે કોઈ ફી નથી. ઉમેદવારને કોમ્પ્યુટર વાપરવાનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે અને સાઈકલ ચલાવતા આવડવી જોઈએ. .indiapostgdsonline.gov.in દ્વારા અરજી કરી શકો છો. દેશના બધા રાજ્યોમાં થઈને 30041 પદો માટે ભરતી નીકળી છે. જેમાં ગુજરાતમાં કુલ 1850 જેટલા પદો માટે ભરતી નીકળી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news