નોકરી શોધતા યુવાનો માટે મોટી તક, આ કંપની કરશે હજારો લોકોની ભરતી

Jobs in IT Sector: દરેકની ઈચ્છા હોય છેકે, તેને ઉંચા પગારવાળી નોકરી મળે અને લાઈફ સેટ થઈ જાય. શું તમે પણ કંઈક આવું જ વિચારી રહ્યાં છો? તો તૈયારી શરૂ કરી દો, આ દિગ્ગજ કંપની કરવા જઈ રહી છે હજારો લોકોની ભરતી.

નોકરી શોધતા યુવાનો માટે મોટી તક, આ કંપની કરશે હજારો લોકોની ભરતી

Tech Mahindra Jobs: સામાન્ય રીતે ગ્રેજ્યુએટ થયા પછી યુવાનોની સ્થિતિ વિકટ બની જાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે એમને નોકરી નથી મળતી. દુનિયાના બીજા દેશોની સરખામાણીએ ભારતમાં અનએમ્પલોયમેન્ટ રેસિયો વધારે છે. આવી સ્થિતિમાં નોકરીની શોધમાં ફરતા યુવાના માટે આવી છે એક જબરદસ્ત તક...

નોકરી નથી મળતી તો મનમાં ચિંતા રાખીને બેસી ના રહો. પોતાની જાતને નોકરી માટે તૈયાર રાખો. ગમે ત્યારે આવી શકે છે ઈન્ટરવ્યૂનો કોલ. જીહાં, એક જાણીતી કંપની કરવા જઈ રહી છે હજારો લોકોની ભરતી. નોકરી શોધતા યુવાનો માટે આ સૌથી મોટી તક છે. જો તમે ગ્રેજ્યુએટ હોવ તો પહેલો ચાન્સ તમને મળી શકે છે. ગ્રેજ્યુએટ પોતાનો બાયોડેટા તૈયાર રાખજો. એક જાણીતી કંપની આ વર્ષે કરવા જઈ રહી છે 6000 કરતા વધારે લોકોની ભરતી.

ઉલ્લેખનીય છેકે, આ ટેક કંપની છે. આ કંપનીનું નામ છે ટેક મહિન્દ્રા, જે આ વર્ષે 6000 લોકોની ભરતી કરશે. કંપની દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. IT કંપની માટે આ બીજું નાણાકીય વર્ષ છે જ્યારે તેણે આખા વર્ષ દરમિયાન તેના કર્મચારી આધારમાં ઘટાડો નોંધાવ્યો છે. અગાઉ, કંપનીએ નાણાકીય વર્ષ 2018 માં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થવાની માહિતી આપી હતી.

6000થી વધારે ફ્રેશર્સને કરાશે ભરતીઃ
આઈટી સેક્ટરની કંપની ટેક મહિન્દ્રા આ વર્ષે એટલે કે નાણાકીય વર્ષ 2025માં 6000 ફ્રેશર્સને હાયર કરવા જઈ રહી છે. કંપનીએ ​​25 એપ્રિલે આ માહિતી આપી હતી. એવા સમયે જ્યારે મોટાભાગની કંપનીઓ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરી રહી છે અને નવી ભરતીઓથી દૂર રહી રહી છે, ત્યારે ટેક મહિન્દ્રાએ ભરતી કરવાનો નિર્ણય લીધો છે. 31 માર્ચે પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં ટેક મહિન્દ્રાએ તેની કુલ હેડકાઉન્ટમાં 795નો ઘટાડો કર્યો હતો. તે જ સમયે, FY24 માં કંપનીના કર્મચારીઓની સંખ્યામાં 6945 નો ઘટાડો થયો છે.

IT કંપની માટે આ બીજું નાણાકીય વર્ષ છે જ્યારે તેણે સમગ્ર વર્ષ દરમિયાન તેના કર્મચારી આધારમાં ઘટાડો નોંધાવ્યો છે. અગાઉ, કંપનીએ નાણાકીય વર્ષ 2018 માં આખા વર્ષ માટે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થવાની માહિતી આપી હતી. ટેક મહિન્દ્રા સિવાય, અત્યાર સુધી માત્ર TCS એ કહ્યું છે કે તે FY25 માં લગભગ 40000 ફ્રેશર્સને હાયર કરવાની યોજના ધરાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news