શું તમે ઓનલાઈન ઈન્ટરવ્યુની કરી રહ્યા છો તૈયારી? તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

જો તમે નવી નોકરી માટે એપ્લિકેશન આપી છે તો પ્રોફાઈલને લગતી તમામ તૈયારીઓ ચોક્કસથી પુર્ણ થઈ ગઈ હશે. પરંતુ આટલી તૈયારીઓ પુરતી નથી. કોરોના કાળમાં ઈન્ટરવ્યુ તો હવે ઓનલાઈન જ લેવાય છે આવા સમયે તમારા લુક પર પણ કામ કરવાની જરૂરત છે. તો આ ટિપ્સ તમને ઓનલાઈન ઈન્ટરવ્યુ માટે ચોક્કસથી મદદરૂપ થશે.

શું તમે ઓનલાઈન ઈન્ટરવ્યુની કરી રહ્યા છો તૈયારી? તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોના મહામારીને લીધે માત્ર જીવન જ નહી પરંતુ કામ કરવાની રીતમાં પણ અનેક બદલાવ થયા છે. જેમ ઓનલાઈન શિક્ષણથી લઈ અનેક વસ્તુઓએ ડિજિટલ રૂપ લીધું છે તેવી જ રીતે નોકરી કરતા લોકોને પણ વર્ક ફ્રોમ હોમનો ઓપ્શન મળ્યો છે. તો સાથે જ કેટલીક કંપનીઓ ઓનલાઈન ઈન્ટરવ્યુ લઈને પણ નોકરી આપી રહી છે. આવા સમયે નોકરી મેળવવા માંગતા લોકોએ નોલેજની સાથે પોતાના ડ્રેસિંગ સેન્સ પર પણ કામ કરવાની જરૂર છે. કારણ કે, તમારી ડ્રેસિંગ સેન્સ પણ તમારા વિશે ઘણું બધુ કહી જાય છે. ઓનલાઈન ઈન્ટરવ્યુને હળવાશમાં ન લેતા આ પ્લેટફોર્મ પર ડ્રેસિંગ સેન્સને સુધારી તમારા પ્રોફેશનલિઝમને દર્શાવો. ઓનલાઈન ઈન્ટરવ્યુ માટે તૈયાર થતી વખતે આ વસ્તુઓનો ચોક્કસથી ધ્યાન રાખો. 

No description available.

યોગ્ય કલરના કપડાની પસંદગી
ઓનલાઈન ઈન્ટરવ્યુ આપતી વખતે કેટલીક વખતે લોકો વધારે જ ચિંતા મુક્ત બની જતા હોય છે. પરંતુ ઓનલાઈન ઈન્ટરવ્યુમાં પણ તમારા વ્યવહારની સાથે ડ્રેસિંગની ખાસ નોંધ લેવાતી હોય છે. જો તમારુ બેકગ્રાઉન્ડ લાઈટ કલરનું હોય તો કપડા ડાર્ક કલરના પહેરવા. અને જો બેકગ્રાઉન્ડ ડાર્ક હોય તો કપડા લાઈટ કલરના પહેરવા. વધાર પડતી પ્રિન્ટ કે પેટર્નવાળા કપડા ન પહેરવા. ઈન્ટરવ્યુમાં હમેશા ધ્યાન રાખવું કે કપડા જેટલા સિમ્પલ ડિઝાઈન અને હળવી પ્રિન્ટ કે પ્લેન હશે એટલો જ લુક ઉભરીને આવશે. ઘરમાં પણ જ્યારે તને ઈન્ટરવ્યુની જગ્યા પસંદ કરો તો ધ્યાન રાખવું કે બેકગ્રાઉન્ડ વધારે તડક-ભડકવાળું ન હોય.

આઉટફીટની નેકલાઈન પર ખાસ ધ્યાન આપો
વધારે પડતા સ્ટાઈલિશ અને ક્લાસી લાગવાના ચક્કરમાં ઘણી વખત ઉમેદવારો એવા કપડાં પહેરી લેતા હોય છે કે જે આરામદાયક નથી હોતો અને ઈન્ટરવ્યુ વખતે ધ્યાન કપડાંમાં જ રહી જાય છે. તો ઈન્ટરવ્યુ માટે બેસતી વખતે ખાસ ધ્યાન રાખવું કે એવા નેકલાઈનના ડ્રેસ ન પહેરવા જે બહુ જ ડિપ હોય અને ઢીલા પણ હોય. હાઈનેક, રાઉન્ડનેક અથવા કોલરવાળા કપડા પહેરવાથી તમે વધારે પ્રોફેશનલ લાગશો.

No description available.

બ્લેઝરની પસંદગી યોગ્ય રીતે કરો
બ્લેઝર, શ્રગ જેવા કેટલાક કોટ તમને પ્રોફેશનલ લુક આપશે. તો ઈન્ટરવ્યુ માટે તૈયાર થતી વખતે આની પણ મદદ લઈ શકાય છે. શર્ટ, ટી-શર્ટની સાથે કોટ અલગ જ લુક આપશે. બ્લેઝરની પસંદગી પણ યોગ્યરીતે જ કરવી. કલર કોમ્બિનેશનનું ખાસ ધ્યાન રાખવું. સ્ટાઈલિંગનું પણ ખાસ ધ્યાન રાખવું.

કોન્ટ્રાસ્ટની ફેશન
કોન્ટ્રાસ્ટની ફેશન તો બધી જ જગ્યાએ છે એવી જ રીતે કપડાંમાં તો ખાસ આ બાબતનું ધ્યાન રાખવું. સાથે જ તમારા વાળ સાથે મેંચિગ થાય તેવું શર્ટ કે ટી-શર્ટ ન પહેરવું. પરંતુ તમારા હેર કલરને ઉભારે તેવા રંગનું શર્ટ કે ટી-શર્ટ પહેરવું. બંનેમાં કોન્ટ્રાસ્ટ મેચિંગ કરવું. આવું કરવાથી તમારી પર્ફેશન દેખાશે. 

વધારે પડતી એક્સેસરીઝ ન પહેરવી
વેસ્ટર્ન પહેરો કે ઈન્ડિયન કપડાં પહેરો પરંતુ આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે વધારે પડતી એક્સેસરીઝનો ઉપયોગ ન કરો. ઈન્ટરવ્યુ માટે એકદમ પર્ફેક્ટ લાગવું પણ જરૂરી છે પરંતુ તેની માટે નેકલેસ, ઈયરિંગ્સ અને રિંગ્સ જેવી વસ્તુઓ પહેરીને બેસવું ખુબ જ અજીબ લાગશે. આ તમામ વસ્તુમાંથી એક જ વસ્તુ પહેરો અથવા તો એકપણ એક્સેસરીઝ પહેરવી નહી. સામાન્યરીતે ઈન્ટરવ્યુમાં જેટલી સિમ્પલ તમે જશો એટલા જ તમે પર્ફેક્ટ લાગશો અને ધ્યાન પણ નહી ભટકે. ઈન્ટરવ્યુમાં તમારો આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વધારે નીખરીને બહાર આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news