Credit Card Number ના 16 અંકોમાં છુપાયેલા છે આ 4 રહસ્યો, ખુબ ઓછા લોકો આ જાણે છે

આજના સમયમાં ક્રેડિટ કાર્ડ (Credit Card) નો ઉપયોગ ખુબ વધી ગયો છે. શહેરોથી લઈને ગામડાઓ સુધી લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા લાગ્યા છે. પરંતુ ખુબ ઓછા લોકો છે જે ક્રેડિટ કાર્ડ પર લખેલા તમામ નંબરોનો સાચો મતલબ સમજે છે. તો કાર્ડના 16 અંકના નંબરનો મતલબ તો ગણતરીના લોકો જાણે છે. આવો સમજીએ આ દરેક નંબરનો શું હોય છે મતલબ.
 

પ્રથમ આંકડો આપે છે મહત્વની જાણકારી

1/6
image

ક્રેડિટ કાર્ડનો પ્રથમ નંબર જોતા તમે તે સમજી શકો કે તેને કઈ કાર્ડ કંપની એટલે કે મેજર ઈન્ડસ્ટ્રી આઇડેન્ટિફાયર (MII)એ જારી કર્યું છે. જો તમારૂ ક્રેડિટ કાર્ડ Visa નું છે તો તેનો નંબર 4થી શરૂ થઈ રહ્યો હશે. જો તેને Mastercard એ જારી કર્યું છે તો તે નંબર 5થી શરૂ થશે. જો તમારૂ ક્રેડિટ કાર્ડ રૂપે કાર્ડ છે તો તેનો પ્રથમ અંક 6 હશે.

પ્રથમ 6 અંક મળીને બનાવે છે IIN

2/6
image

કોઈપણ ક્રેડિટ કાર્ડ પર લખેલા નંબરના પહેલા છ અંક જણાવે છે કે તમારા કાર્ડનો ઈશ્યૂઅર આઈડેન્ટિફિકેશન નંબર એટલે કે આઈઆઈએન (IIN)શું છે. તેને ઘણી જગ્યાએ બેન્ક આઈડેન્ટિફિકેશન નંબર એટલે કે બીઆઈએન (BIN)પણ કહેવામાં આવે છે. આ નંબરથી ખબર પડે છે કે ક્રેડિટ કાર્ડને કઈ બેન્ક કે નાણાકીય સંસ્થાએ જારી કર્યું છે. 

આગામી 9 અંક જણાવે છે એકાઉન્ટ નંબર

3/6
image

ક્રેડિટ કાર્ડના આગામી 9 અંક એટલે કે 7થી લઈને 15 અંક સુધીની સંખ્યા જણાવે છે કે તમારો ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ નંબર શું છે. આ એકાઉન્ટ તે બેન્ક કે નાણાકીય સંસ્થામાં હોય છે, જેની પાસેથી તમે ક્રેડિટ કાર્ડ લીધું હોય.  

છેલ્લો આંકડો હોય છે ચેક ડિજિટ

4/6
image

ક્રેડિટ કાર્ડના છેલ્લા અંકને ચેક ડિજિટ કહેવામાં આવે છે. તેનાથી ક્રેડિટ કાર્ડના સંપૂર્ણ નંબરનું વેલિડેશન થાય છે. આ અંક દ્વારા બેન્ક તે નક્કી કરે છે કે કૌભાંડ કરનાર નકલી ક્રેડિટ કાર્ડ જારી ન કરી શકે.

એક્સપાયરી ડેટ

5/6
image

કાર્ડ પર લખેલ 16 આંકડાના નંબર સિવાય એક એક્સપાયરી ડેટ પણ લખેલી હોય છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કાર્ડ ક્યારે જારી થયું છે અને કયાં સુધી વેલિડ રહેશે. કેટલાક કાર્ડ્સમાં માત્ર વેલિડિટી લખેલી હોય છે, કાર્ડ જારી કરવાની તારીખ લખેલી હોતી નથી. કાર્ડ પર મહિના અને વર્ષની જાણકારી લખેલી હોય છે. તારીખ લખવામાં આવતી નથી. તેવામાં માનવામાં આવે છે કે જારી કરવાની તારીખ 1 છે અને વેલિડિટીની તારીખ 30/31 કે જે પણ મહિનાની છેલ્લી તારીખ હોય તે છે. 

સીવીવી નંબર

6/6
image

દરેક ક્રેડિટ કાર્ડની પાછળ એક 3 અંકનો કાર્ડ વેરિફિકેશન નંબર એટલે કે સીવીવી (CVV) નંબર લખેલો હોય છે. તેને ઘણીવાર કાર્ડ વેરિફિકેશન કોડ એટલે કે સીવીસી  (CVC) નંબર પણ કહેવામાં આવે છે. કેટલાક મામલામાં તે કાર્ડની આગળ લખેલો હોય છે. આ નંબર ઓર્થેન્ટિકેશની એક અલગ લેયર તરીકે કામ કરે છે. આ કારણ છે કે જ્યારે તમે ક્રેડિટ કાર્ડથી કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો તો ત્યાં તમારે સીવીવી નંબર નાખવો પડે છે.