Tea Masala: આ 5 વસ્તુઓ ચાનો સ્વાદ કરે છે બમણો, પાડોશીઓ સુધી પહોંચશે સુગંધ, આ ચા પીશો તો બીમારીઓ પણ રહેશે દૂર

Tea Masala: લોકો તેમના દિવસની શરૂઆત ચા પીને કરે છે. ચા વગર દિવસ અધુરો લાગે છે. તેમાં પણ શિયાળામાં ચા પીવી દરેકને વ્યક્તિને પસંદ હોય છે. ખાસ કરીને મસાલાવાળી ચા પીવાથી તન અને મન બંને પ્રફુલ્લિત થઈ જાય છે. જો તમે પણ તમારી ચાનો સ્વાદ વધારવા માંગતા હોય તો તમને જણાવીએ એ વસ્તુઓ વિશે જે આ કામ કરશે.

તુલસીના પાન

1/5
image

ઠંડીની મોસમમાં ચાની માંગ વધી જાય છે. ચાનો સ્વાદ વધારવા માટે તમે તેમાં તુલસીના પાન ઉમેરી શકો છો. તે તમારા સ્વાસ્થ્યને સુધારે છે અને ચાનો સ્વાદ પણ વધારે છે. 

એલચી

2/5
image

તમે ચામાં એલચી પણ ઉમેરી શકો છો. તેને ઉમેરવાથી ચા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેની સુગંધ પણ વધી જાય છે. 

લવિંગ

3/5
image

ચામાં તમે લવિંગ પણ ઉમેરી કરી શકો છો. લવિંગ ઉમેરવાથી ચાની સુગંધ વધી જાય છે. તેનાથી વાયરલ બીમારીઓ પણ દૂર થાય છે.

લેમનગ્રાસ

4/5
image

ચામાં તમે લેમનગ્રાસ પણ ઉમેરી શકો છો. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે અને ચાનો સ્વાદ પણ બદલાઈ જશે.  

આદુવાળી ચા

5/5
image

આદુવાળી ચા પીવાથી શરદી-ઉધરસની સમસ્યા મટી જાય છે અને ચાનો સ્વાદ પણ બમણો થઈ જાય છે.